Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ભારતીય સંરક્ષણ દળોએ ૩ વર્ષમાં ૪૦૦થી વધારે જવાનો ગુમાવ્યા

ભારત-પાકિસ્તાન સરહદે ગોળાબારી, આતંકવાદ અને ઉગ્રવાદીઓ પ્રવૃત્તિઓને કારણે વિતેલા ત્રણ વર્ષ દરમિયાન સંરક્ષણ દળોના ૪૦૦ જવાનો શહીદ થઇ ગયા છે. સેના અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, શહીદોમાં સૌથી વધારે બીએસએફના જવાનોનો સમાવેશ થાય છે. બીએસએફ  ૨૦૧૫થી ૨૦૧૭ સુધી ૧૬૭ જવાનો ગુમાવ્યા છે. જેમાંથી વધારે પડતા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ નિભાવી રહ્યા હતા.
ગૃહ મંત્રાલયના અધિકારીએ માહિતી આપી હતી કે, ત્રણ વર્ષ દરમિયાન કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (સીઆરપીએફ)ના ૧૦૩ જવાનોએ પોતાનું બલિદાન આપ્યું હતું. જેમાં મોટેભાગના જવાનો નક્સલીઓ સામે અને આતંકીઓને સાથે અથડામણમાં શહીદ થયા હતા. વિતેલા ત્રણ વર્ષ દરમિયાન સશસ્ત્ર દળના ૪૮ જવાનો શહીદ થયા હતા.
એસએસબી ભારત-ભૂતાન અને ભારત-નેપાળ સરહદની રક્ષા કરે છે. આ દળ આંતરિક મામલાઓમાં સુરક્ષા માટે કાર્યરત રહે છે. ભારત મ્યાંમાર સરહદની રક્ષા કરી રહેલા અને પૂર્વના આતંકીઓનો સામનો કરનાર અસમ રાઇફલના કુલ ૩૫ જવાનો આ ત્રણ વર્ષ દરમિયાન શહીદ થયા હતા.
કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળે વિતેલા ૩ વર્ષમાં તેના બે જવાનો ગુમાવ્યા હતા. અન્ય એક અધિકારી મુજબ ૨૦૧૫માં સીઆઇએસએફનો કોઇ પણ જવાન શહીદ થયો નથી. સીઆઇએસએફ વિમાન મથકો, પરમાણુ સ્થાપનો અને મેટ્રો રેલ જેવા સંવેદનશીલ સ્થાનોની સુરક્ષામાં ફરજ બજાવે છે.

Related posts

કાશ્મીર-હિમાચલના અનેક ભાગમાં હિમવર્ષા

aapnugujarat

Over 6,800 bank fraud cases involving unprecedented 71,500 cr reported in 2018-19: RBI

aapnugujarat

શહીદ જવાનોનાં પરિવારને યોગી સરકાર ૨૫ લાખ આપશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1