Aapnu Gujarat
ગુજરાત

કરોડો રૂપિયા લઇને ફરાર દંપત્તિની શરૂ કરાયેલ શોધ

થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી લોકોને એકના ડબલ કરી આપવાની લાલચમાં ફસાવી કરોડો રૂપિયા ખંખેરી રફુચક્કર થઇ જનાર ઠગ્સ ઓફ ગુજરાત બનેલા દંપતિનો કિસ્સો હાલ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. મહાઠગ બની લોકોનું કરોડોનું ફુલેકું ફેરવનાર વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે અત્યારસુધીમાં રૂ.૨૬૦ કરોડમાં લોકોને રાતા પાણીએ રોવડાઇ નાંખ્યા છે, પોલીસની તપાસમાં આ આંક હજુ ઉંચો જાય તેવી શકયતા છે ત્યારે બીજીબાજુ, મહાઠગ વિનય શાહે એક લેટરબોમ્બ જારી કરી પોતાનું કૌભાંડ છાવરવા અને બચાવનો નિરર્થક પ્રયાસ કર્યો છે. જેમાં તેણે પોલીસ, રાજકારણીઓથી લઇ પત્રકારોને પૈસા ચૂકવ્યા હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે, પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.સમગ્ર ગુજરાતમાં આજે ઠગ્સ ઓફ ગુજરાત એવું આ દંપતિ ચર્ચા અને વિવાદનું કેન્દ્ર બન્યા છે. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે અમદાવાદના થલતેજમાં ઓફિસ ખોલીને લોકોને ૨૬૦ કરોડમાં નવડાવી દીધા છે. આ ઠગ દંપતિએ થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી હતી. તેમણે એકના ડબલ કરવાની લાલચ આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી હાલ નેપાળમાં છે અને તેની પત્ની દીલ્હીમાં છે. જોકે દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આરોપી ઠગ વિનય શાહ દ્વારા આ કૌંભાડ બાબતે ૧૧ પાનાની ચિઠ્ઠી લખાવવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી, નેતા અને પત્રકારોને પૈસા ખવડાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્ર હાલ વાઇરલ થઇ ગયો હોઇ તેને લઇને પણ ભારે ચકચાર મચી ગઇ છે. મહાઠગ વિનય શાહનો દાવો છે કે તેની પાસે કરોડો ચૂકવ્યાના ઓડિયો- વીડિયો રેર્કોડિંગ છે તેમજ ઉચ્ચ અધિકારીને પ્રોટેક્શન મની પેટે રૂ.૫૦ લાખ ચૂકવ્યા હોવાના પુરાવા પણ છે. માત્ર એટલું જ નહીં, મીડિયામાં સમાચાર નહીં આપવા પત્રકારોને રૂ.૨૧ લાખ ચૂકવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન-આર્ચર કેર ડીજી કંપનીએ એક વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. ઓનલાઈન જાહેરાત જોવાનું કહીને અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અંદાજે એક લાખ લોકો પાસેથી ડિપોઝીટ મેળવી હતી અને લોકોના ખાતામાં પૈસા જમા ન થતા લોકો ઓફિસે દોડી ગયા હતા. જોકે ત્યાંથી તો વિનય શાહ ફરાર થઇ ગયો હતો. જ્યારે પાલડી ખાતેના નિવાસ સ્થાને પણ ખંભાતી તાળું જોવા મળ્યુ હતું. ત્યારબાદ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં પહોંચ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. ફરિયાદના આક્ષેપ મુજબ, આરોપીએ વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યૂશન નામની કંપની ખોલી હતી અને જે હેઠળ આર્ચરકેર.નેટ અને આર્ચરકેર.ઓઆરજી એમ બે પેટા કંપની ખોલી હતી. આ કંપનીમાં લોકોને મેમ્બર બનાવવામાં આવતા હતાં અને તેમના અલગ-અલગ આઈડી અને પાસવર્ડ આપવામાં આવતા હતા. આ આઈડી ખોલી તેમને માત્ર જાહેરાત જોવાનું કામ હતું અને જે મેમ્બર જાહેરાત જુએ તેમની વેબસાઇટમાં રુપિયા જમા થતા હતા અને ત્યારબાદ એકાઉન્ટમાં ટ્રાન્સફર થતા હતા. તેની સાથે સાથે ત્રણ સ્કીમો પણ આપવામાં આવી હતી. આ આઈડી મેળવવા માટે ૪૫૦૦, ૯૫૦૦ અને ૨૫૦૦૦ની સ્કીમ લેવી ફરજીયાત હતી.જે મેમ્બર ૪૫૦૦ની સ્કીમ લે તેમને ૧૦ મહિનામાં રકમ ડબલ અને ૪૦૦ વાર તેમની જાહેરાત પણ વેબસાઈટ પર ચલાવવાની લાલચ આપવામાં આવી હતી. ૯૫૦૦ની સ્કીમ રાખે તો ૧૨ મહિનામાં રકમ ડબલથી વધારે અને ૯૦૦ વાર તેમની જાહેરાત ચાલે અને ૨૫૦૦૦ની સ્કીમ લેવા પર ૧૪ મહિનામાં ૭૨ હજાર અને ૨૫૦૦ વાર જાહેરાત ચલાવવાની વાત કરી હતી. નોંધનીય છે કે મેમ્બરને જાહેરાત જોવાના,ચલાવવા અને કમિશનની સાથે રકમ ડબલ કરવાની સ્કીમ આપવાની લાલચ આપી માયાજાળમાં ફસાવવામાં આવ્યા હતા.
(અનુસંધાન નીચેના પાને)

Related posts

૨ ઓકટોબરથી હાર્દિક પટેલના પ્રતિક ઉપવાસ આંદોલન ફરીથી શરૂ

aapnugujarat

गुजरात मे दिवाली तक नहीं खुलेंगे स्कूल

editor

૨૪મીથી એરપોર્ટ ઉપર એસી લકઝરી બસ સેવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1