Aapnu Gujarat
Uncategorized

જસદણમાં ખેડૂતે પાક નિષ્ફળ જતાં કરેલ આત્મહત્યા

એક તરફ રાજય સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટેના પ્રયાસો ચાલી રહ્યા હોવાના દાવાઓ કરી રહી છે. બીજી તરફ પાક નિષ્ફળ જવાથી ખેડૂતો દ્વારા થતા આપઘાતની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે જસદણ પંથકમાં ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જતા વધુ એક ખેડૂતે આપઘાત કર્યાની ઘટના સામે આવતાં ફરી એકવાર રાજયભરમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ગીતાનગર વિસ્તારમા રહેતા ખેડુતનો પાક નિષ્ફળ જતા તેણે ગળેફાંસો ખાઈ જીવતરનો અંત આણતાં સમગ્ર પંથકમાં ભારે શોક અને અરેરાટીની લાગણી ફેલાઇ ગઇ હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના જસદણ પંથકમાં ગીતનગર વિસ્તારમા રહેતા ૩૯ વર્ષીય શિવરાજભાઇ વિસુભાઇ માંજરિયાએ પોતાના ખેતરમાં વાવેતર કર્યું હતું. જો કે અપૂરતા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાથી છેલ્લા કેટલાક સમયથી આ જગતનો તાત ચિંતામાં ઘેરાયો હતો. ગત મોડીસાંજે તેણે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ખાસ કરીને ખેડૂતઆલમમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. બીજીબાજુ, ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકને એક પુત્ર હોવાનું જાણવા મળ્યું હતું. ખેતીથી પરિવારનું ગુજરાન ચલાવતા ખેડૂતે જીંદગી ટુંકાવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. તો, ખેડૂતઆલમમાં સરકારની કૃષિ વિરોધી નીતિ અને અસહકારભર્યા વલણને લઇ ફરી એકવાર ગંભીર સવાલો ઉઠયા છે. ઉલ્લેખનીય છે કે, વિપક્ષ કોંગ્રેસે પહેલેથી ખેડૂતોની રાજયમાં વધી રહેલી આત્મહત્યાને લઇ ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને લોકસભાની ચૂંટણી પહેલાં ખેડૂતોને ન્યાય અપાવવા રાજયવ્યાપી આંદોલનની હાકલ પણ કરી છે.

Related posts

અમદાવાદમાં દીકરાએ બાપને થપ્પડ મારી

editor

રેશ્મા પટેલ પોરબંદરથી ચુંટણી લડશે

aapnugujarat

ગીર સોમનાથ જિલ્‍લાકક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તા. ૨૬ મી ના રોજ યોજાશે : તાલુકાકક્ષાનો સ્વાગત ફરીયાદ કાર્યક્રમ તા. ૨૫ મી ના રોજ યોજાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1