Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કપિલ મિશ્રાએ લોન્ચ કર્યું, ‘મેરા પીએમ મેરા અભિયાન’

આમ આદમી પાર્ટીમાંથી બરતરફ કરાયેલ ધારાસભ્ય કપિલ મિશ્રાએ દિલ્હીના ઇન્ડિયા ગેઠ પરથી ‘મેરા પીએમ મેરા અભિયાન’ મિશનને લોન્ચ કર્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પક્ષમાં સમર્થન પ્રાપ્ત કરવાનો છે. કપિલ મિશ્રાએ કહ્યું કે ઇન્ડિયા ગેટથી મેરા પીએમ મેરા અભિયાન લોન્ચ કરવામાં આવી રહ્યું છે. તેની સાથે એક મિસ્ક કોલ નંબર પણ લોન્ચ કરવામાં આવ્યો છે.
કપિલ મિશ્રાએ જણાવ્યું કે જે લોકો પીએમ મોદીના કામકાજને પસંદ કરે છે તેમના વિરુધ્ધ કોઇ પણ નેગેટિવ કેમ્પઇન સહન નહીં કરે.તેઓ બધાને એકસાથે જોડવાનો આ પ્રયાસ છે. કપિલ મિશ્રાએ કહ્યું કે અમે તેને સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ લેબલ પર લોન્ચ કરી રહ્યાં છે. અમે આ અભિયાનને ઇન્ડિયા ગેટથી દેશભરમાં લઇને જઇશું.
આ કેમ્પઇનિંગના લોન્ચિંગ સમયે સમર્થકો ઘણો લાંબો ભારતીય તિરંગો લઇને ઇન્ડિયા ગેઠ પર પહોંચ્યા અને ભારત માતાની જયના નારા પણ લગાવ્યાં. કપિલ મિશ્રાએ ગત દિવસોમાં કેમ્પેઇનની જાણકારી આપતાં કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુધ ઘણી બધી રાજકીય ટીપ્પણીઓ કરવામાં આવી રહી છે, જેના કારણે દેશનો માહોલ નકારાત્મક થઇ ગયો છે. જેના માટે કપિલ મિશ્રાએ સોશિયલ મીડિયા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થકોને દિલ્હીના ઇન્ડિયા ગેટ પર પહોંચવાનું આહ્વાન કર્યું હતું.
જેમાં ઘણી બહોળી સંખ્યામાં સમર્થકો ઉમટયા હતા. કપિલ મિશ્રાએ લોકોને આહવાન કરતાં જણાવ્યું કે જે લોકો પીએમ મોદી પર આરોપ લગાવે છે તેમને આરોપોનો જવાબ આપવાનો જે ચાર વર્ષમાં પીએમના કામથી ખુશ છે તેમની પ્રશંસા કરવાની છે.ઉલ્લેખનીય છે કે આ અભિયાન બે મહિના સુધી ચલાવામાં આવશે. આ અભિયાન હેઠળ લોકો ખોલીને પોતાના મનની વાત કરશે કારણ કે તો તેઓ દેશના વડાપ્રધાન પર ગર્વ કરે છે. આ અભિયાન હેઠળ એક લાખ પરિવારોને જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

Related posts

સાંસદ મોહન ડેલકર હત્યાની તપાસ માટે મહારાષ્ટ્ર સરકારે એસઆઇટીની રચના કરી

editor

મહેબુબા મુફ્તી પર ભડકી જમ્મુ કાશ્મીરની પોલીસ

aapnugujarat

छोटा राजन के भाई को RPI पार्टी से मिला टिकट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1