Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શિવરાજસિંહ ચૌહાણ વિરુદ્ધ પૂર્વ સીએમ બાબુલાલ ગૌરની બગાવત

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓની ટિકિટને લઇને ભાજપ અને કોંગ્રેસમાં ભારે ઘમસાણ ચાલી રહ્યું છે. ભોપાલની ગોવિંદપુરા બેઠક પર ભાજપે હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ બેઠક પૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ ગૌરની પરંપરાગત બેઠક છે.પ્રથમ યાદીમાં ગોવિંદપુરાનું નામ ગાયબ રહેવાથી વિરોધ શરૂ થઇ ગયો છે. બાબુલાલ ગૌરે ભાજપ છોડવાની ધમકી આપી છે. શિવરાજસિંહ વિરુદ્ધ આ સૌથી મોટી બગાવત હોવાનું માનવામાં આવે છે.બાબુલાલ ગૌરે જણાવ્યું છે કે ભાજપે પહેલાં મારું મુખ્યપ્રધાનપદ છીનવ્યું, ત્યાર બાદ પ્રધાનપદ છીનવ્યું અને હવેે મારી ટિકિટ પણ છીનવી લેવામાં આવી રહી છે. આ મારું અપમાન છે. જો ભાજપ મને ટિકિટ નહીં આપે તો મારાં પુત્રવધૂ કૃષ્ણા ગૌર ગોવિંદપુરથી અપક્ષ તરીકે ચૂંટણી લડશે અને હું હુઝુર બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવા વિચારી રહ્યો છું.એવું પણ કહેવાય છે કે ટિકિટના ઘમસાણ વચ્ચે કોંગ્રેસ નેતા કમલનાથે બાબુલાલ ગૌર સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમને કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા ઓફર કરી હતી. જોકે હજુ સુધી આ અહેવાલને સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી. બાબુલાલ ગૌર ભોપાલની ગોવિંદપુરા બેઠક પરથી છેલ્લી ૧૦ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.૮૯ વર્ષના બાબુલાલ ગૌરે પ્રથમ ચૂંટણી ૧૯૭૪માં ભોપાલ દક્ષિણની બેઠક પરથી લડી હતી. ત્યાર બાદ તેમણે ૧૯૭૭માં તેમણે ગોવિંદપુરાની સીટ પર પસંદગી ઉતારી હતી અને ત્યારથી તેઓ સતત આ બેઠક પરથી ચૂંટાતા આવતા હતા. બાબુલાલ ગૌર ર૩ ઓગસ્ટ ર૦૦૪થી ર૯ નવેમ્બર ર૦૦પ સુધી મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન રહ્યા હતા.

Related posts

अनंतनाग में आतंकियों ने पुलिस टीम पर किया हमला, एक कर्मी घायल

aapnugujarat

प्राइवेट ऑपरेटरों को सड़के, हवाई अड्डे लीज पर देगी सरकार

aapnugujarat

पीएम मोदी का अल्पसंख्यकों पर दिया बयान ढोंग : ओवैसी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1