Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બોફોર્સ કૌભાંડ : સુપ્રીમે તપાસની માંગ ફગાવી

સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં બોફોર્સ કૌભાંડની તપાસ ફરીથી શરૂ કરવાની માંગને લઈને કરેલી માંગને સુપ્રીમ કોર્ટ ફગાવી દીધી છે. કોર્ટે શુક્રવારે કહ્યું કે, સીબીઆઈ ૧૩ વર્ષના વિલંબ પછી અદાલતમાં કેમ આવી? જણાવી દઈએ કે, સીબીઆઈએ આ વર્ષના શરૂઆતમાં સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને આ મામલાની ફરીથી સુનાવણી કરવાની પરવાનગી માંગી હતી. સુપ્રીમ કોર્ટેના આ નિર્ણય બાદ એવું માનવામા આવી રહ્યું છે કે, બોફોર્સનું જિન્ન હવે પૂરી રીતે દફન થઈ ગયો છે. જોકે, બીજેપી નેતા અજય અગ્રવાલ દ્વારા ૨૦૦૫માં આ મામલામાં દાખલ અરજી પર પણ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની બાકી છે. જોકે, અગ્રવાલની અરજી પર સુપ્રીમ કોર્ટે તેમના પક્ષકાર પર થવા પર જ પ્રશ્ન ઉઠાવ્યા હતા.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ અને જસ્ટિસ કે એમ જોસેફની ખંડપીઠે ૬૪ કરોડ રૂપિયાની લાંચની તપાસની સુનાવણી કરતાં સીબીઆઈને ઘણા બધા તીખા પ્રશ્નો પૂછ્યા હતા.
ખંડપીઠે કહ્યું કે, તેઓ સીબીઆઈ દ્વારા આ કેસમાં હિન્દુજા બ્રધર્સને રિલિઝ કરવાના હાઈકોર્ટના નિર્ણય પર અપીલ કરવામા વિલંબની દલીલથી સહમત નથી. ઉલ્લેખનિય છે કે, દિલ્હી હાઈકોર્ટે ૧૩ વર્ષ પહેલા આ મામલાના બધા જ આરોપીઓ પર લાગેલ આરોપોને ફગાવી દીધા હતા. સીબીઆઈએ દિલ્હી હાઈકોર્ટના ૩૧ મે ૨૦૦૫ના નિર્ણય વિરૂદ્ધ આ વર્ષે ફેબ્રુઆરીમાં એક અરજી દાખલ કરવામા આવી હતી. જ્યારે બીજેપી નેતા અને પ્રવક્તા અજય અગ્રવાલે પણ ૨૦૦૫માં એક અરજી દાખલ કરી હતી. હજુ આ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની બાકી છે.
ઉલ્લેખનિય છે કે, બોફોર્સ તોપ સોદાના કારણે ૧૯૮૦ના દશકામાં દેશની રાજનીતિમાં ભૂચાલ આવી ગયો હતો. ૧૯૮૯માં કોંગ્રેસે આ કારણે જ સત્તા ગુમાવવાનો વારો આવ્યો હતો. મામલાના આરોપી ઈટાલીના બિઝનેસમેન ઓત્તાવિયો ક્વોત્રોકીની ગાંધી પરિવાર સાથે કથિત સંબંધોને લઈને પ્રશ્ન ઉઠતા રહ્યાં છે.

Related posts

હવે ભારત ત્રીજી સૌથી મોટી ટુરિઝમ ઇકોનોમી બની શકે

aapnugujarat

પહેલી જુલાઈથી અમલી બની ગયા રેલવેના આ ૧૦ નિયમ

aapnugujarat

४८ घंटे में एलओसी पर घुसपैठ की कोशिश करते ७ आतंकी ढेर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1