Aapnu Gujarat
બ્લોગ

વાયુ પ્રદુષણ : સાયલન્ટ કિલર

પ્રદુષિત હવા એ માત્ર ભારતની જ નહી સમગ્ર વિશ્વની સમસ્યા છે પણ તેનાં કુપ્રભાવ ભારતને વધારે કનડી રહ્યો છે.વિશ્વ આરોગ્ય સંસ્થાએ હાલમાં એ જાહેર કર્યુ હતું કે ભારતમાં પ્રદુષણને કારણે જ લગભગ વીસ લાખ લોકો કસમયે મોતને ઘાટ ઉતરે છે.શ્વાસ દરેક સજીવ માટે જરૂરી છે પણ તે શ્વાસમાં લેવાતી હવા જ જો ઝેરી હોય તો તેનાથી શું બચાવ કરી શકાય.ભારતમાં હાલમાં વાયુ પ્રદુષણ ઘેરી સમસ્યા બની ગયું છે.ખાસ કરીને રાજધાની દિલ્હીની હવા જીવલેણ બની રહી છે.આ વાયુ પ્રદુષણને કારણે છેલ્લા ઘણાં સમયથી દિલ્હીની ચર્ચાઓ રાષ્ટ્રીય સ્તરે થઇ રહી છે.આમ તો સમગ્ર દેશમાં વાયુ પ્રદુષણે હાહાકાર મચાવી દીધો છે તેમાંય ખાસ કરીને શિયાળામાં તેના કુપ્રભાવો વધારે જ નજરે પડતા હોય છે.વિશ્વ આરોગ્ય સંગઠનનાં હાલનાં અહેવાલ અનુસાર ૨૦૧૬ દરમિયાન પ્રદુષિત હવાને કારણે દેશમાં પાંચ વર્ષથી ઓછી વયનાં ૧.૧૦ લાખ બાળકો મોતને ઘાટ ઉતર્યા હતા.આ અહેવાલમાં કહેવાયું હતું કે પ્રદુષણને કારણે ભારતમાં વીસ લાખ લોકો કસમયે મોતને ભેટે છે.વધતા પ્રદુષણને કારણે યુવાનોમાં પણ બ્રેઇન સ્ટ્રોકનો ખતરો વધારી દીધો છે.સાથોસાથ ડાયાબિટીઝનાં દર્દીઓ અને ગર્ભવતી મહિલાઓ પર પણ તેની પ્રતિકુળ અસર પડતી હોય છે.
વિશ્વ આરોગ્ય સંગઠનનાં હાલનાં અહેવાલમાં કહેવાયું છે કે હવામાં હાજર પાર્ટીક્યુલેટ મેટર એટલે કે પીએમ જેને આપણે સુક્ષ્મ કણ તરીકે પણ ઓળખીએ છીએ તેના કારણે વર્ષ ૨૦૧૬માં ભારતમાં પાંચ વર્ષથી નાના એવા એક લાખ કરતા વધારે બાળકોનાં મોત થયા છે જેમાં ૬૦૯૮૭ બાળકીઓ અને ૪૯૦૧૩ બાળકો હતાં.આ મામલામાં ભારત આફ્રિકાનાં પછાત દેશ નાઇજિરિયા અને પાડોશી પાકિસ્તાન કરતા પણ આગળ છે.આ બંને દેશ ઇન્ડેકસમાં બીજા ત્રીજા ક્રમે છે.અહેવાલ અનુસાર ભારતમાં વાયુ પ્રદુષણને કારણે પાંચ વર્ષથી ઓછી વયનાં બાળકોમાં પ્રતિએકલાખ બાળકોમાં મોતનો દર ૫૦.૮ ટકા છે.એમાં છોકરીઓની સંખ્યા છોકરાઓની તુલનાએ વધારે છે.વર્ષ ૨૦૧૬માં આ પ્રદુષણને કારણે પાંચથી ચૌદ વર્ષની વચ્ચેનાં ૪૩૬૦ બાળકોનાં મોત થયા હતા.આ જ વર્ષે પ્રદુષણને કારણે એક લાખ કરતા વધારે બાળકો મોતનાં ખપ્પરમાં હોમાઇ ગયા હતા.એર પોલ્યુશન એન્ડ ચાઇલ્ડ હેલ્થ પ્રિસ્ક્રાઇબિંગ ક્લીન એર શિર્ષક હેઠળનાં આ અહેવાલમાં કહેવાયું છે કે હવામાં પ્રદુષણનાં વધતા સ્તરને કારણે જ્યાં વિવિધ બિમારીઓમાં ઝડપથી વધારો થયો છે ત્યાં તેનાથી થનાર મોતની સંખ્યામાં પણ ભારે વધારો થયો છે.પીએમ ૨.૫ હવામાં એ સુક્ષ્મ કણને કહેવાય છે જે આરોગ્ય માટે નુકસાનકારક છે.આ કણ શ્વાસ સાથે વ્યક્તિનાં શરીરમાં પ્રવેશી જાય છે.સંગઠનનાં જણાવ્યાનુસાર ભારતમાં વીસ લાખ લોકો પ્રદુષણને કારણે મોતને ઘાટ ઉતરે છે.આ પ્રદુષણનો શિકાર બાળકો અને ગર્ભવતી મહિલાઓ વધારે થાય છે.ગર્ભવતી મહિલાઓમાં પ્રિમેચ્યોર ડિલિવરીનાં કેસોમાં વધારો થાય છે અને કુપોષણની સમસ્યા પણ તેના કારણે જ વધી જતી હોય છે.રાજધાની દિલ્હીમાં તો વાયુ પ્રદુષણની સ્થિતિ દિન પ્રતિદિન ચિંતાજનક બનતી જાય છે.દિલ્હીમાં પ્રદુષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે.આ પ્રદુષણને કારણે જ પહેલી થી દસમી નવેમ્બર સુધીમાં નિર્માણકાર્યો પર પ્રતિબંધ મુકાયો છે.આ પ્રદુષણની અસર મહિલાઓ, બાળકો અને ડાયાબિટીઝનાં દર્દીઓને વધારે થાય છે.ગત વર્ષે અમેરિકન નિષ્ણાંતનાં અધ્યયનનાં આધારે લેન્સેટ આરોગ્ય મેગેઝિનમાં પ્રકાશિત એક લેખમાં કહેવાયું હતું કે પીએમ ૨.૫ની પ્રતિકુળ અસર ડાયાબિટીઝનાં દર્દીઓ પર પડતી હોય છે.વર્ષ ૨૦૧૭માં દેશમાં ડાયાબિટીઝનાં દર્દીઓની સંખ્યા ૭.૨૦ કરોડની હોવાનું અનુમાન હતું.વર્ષ ૨૦૨૫ સુધી આ સંખ્યા બમણી થવાનો અંદેશો વ્યકત કરાયો છે.ગર્ભમાં રહેલા બાળકો પર પણ વાયુ પ્રદુષણની પ્રતિકુળ અસર પડતી હોય છે.અનુમાન અનુસાર દેશમાં પેદા થતા લગભગ ચોથા ભાગનાં બાળકો હાલમાં સમય કરતા પહેલા જન્મ લે છે જેનુ કારણ વાયુ પ્રદુષણ જ છે.નિષ્ણાંતોનાં જણાવ્યાનુસાર વાયુ પ્રદુષણ માટે અનેક પરિબળો જવાબદાર છે જેમાં વાહનોમાંથી નિકળતા ધુમાડા ઉપરાંત ઉદ્યોગો દ્વારા કચરા અને પ્રદુષણ નિયંત્રણનાં યોગ્ય ઉપાયો ન કરવા જેવા કારણો જવાબદાર છે.ભારતમાં પણ ઔદ્યોગિક ક્રાંતિએ લાંબા સમયથી પગરણ માંડયા હતા અને ત્યારથી જ આ સમસ્યાઓનો પણ જન્મ થયો છે પણ કોઇ સરકાર કે એજન્સીએ આ અંગે કોઇ વિચાર જ કર્યો ન હતો તેના પરિણામો આજે જણાઇ રહ્યાં છે.આ સમસ્યા પર અંકુશ લગાવવા માટે લોકોમાં જાગૃતિ ઉપરાંત એકીકૃત યોજના બનાવીને તેને અમલી કરવાની જરૂરિયાત છે.નિષ્ણાંતોનાં જણાવ્યા અનુસાર વાયુ પ્રદુષણ એક સાઇલન્ટ કિલર છે તે એક રાષ્ટ્રીય સમસ્યા છે જેની સામે નક્કર પગલા લેવાની તાતી જરૂરિયાત છે.વિકાસની આડપેદાશ સમુ પ્રદુષણ હવે જીવ માટે વધુને વધુ ખતરો બની રહ્યુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના તાજેતરના રિપોર્ટના આંકડા ચોંકાવનારા છે. ખાસ કરીને ભારત માટે ખતરાની ઘંટડી વાગી ચૂકી છે. આ રિપોર્ટ પ્રમાણે દક્ષિણ એશિયામાં દર વરસે ૮ લાખ લોકોના વાયુ પ્રદુષણના કારણે મોત થાય છે. આ ૮ લાખમાંથી ૭૫ ટકા એટલે કે ૬ લાખ ભારતીયોના મોત થાય છે. પ્રદુષણનો સૌથી વધુ ભોગ ગરીબ અને વિકાસશીલ દેશો બની રહ્યા છે.વાયુ પ્રદુષણથી થનારી મોતના ૯૦ ટકા લોકો ગરીબ અથવા તો મધ્ય આવક ધરાવતા દેશોના છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એબિંઅટ એર પોલ્યુશનના આંકડા એલાર્મ સમાન છે. પ્રદુષીત હવાને કારણે હૃદય, ફેફસાં અને ધમની સંબંધી રોગ ઉપરાંત કેન્સરથી લોકો મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે.આ અહેવાલમાં ભારતમાં વાયુ પ્રદુષણથી થયેલા મોતનો આંકડો પણ અપાયો છે. જેમાં દક્ષિણ એશિયામાં ૮ લાખમાંથી ૬,૨૧,૧૩૮ જણાના ભારતમાં મોત થયા છે.જો કે શહેરોમાં જ વાયુ પ્રદુષણ છે તે માનવુ પણ હવે ભૂલભર્યુ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા પ્રમાણે શહેરમાં તો પ્રદુષણ ગંભીર સમસ્યા છે જ પણ હવે ગામડાઓની હવા પણ શ્વાસ લેવા લાયક નથી રહી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આને સ્વાસ્થ્ય માટે ઇમરજન્સી સમાન ગણાવી છે.જો કે માત્ર વાહનો અને બહારનુ જ વાયુ પ્રદુષણ ઘાતક છે તે માન્યતાનુ પણ આ રિપોર્ટ છેદ ઉડાવી રહ્યુ છે કેમ કે ઘરમાં રસોઇ દરમિયાન થતા પ્રદુષણથી પણ લોકોના જીવ જઇ રહ્યા છે.ઘરમાં થતુ પ્રદુષણ પણ હવે ધીરે ધીરે ઘાતક બની રહ્યુ છે. ખાસ કરીને ગરીબો કે જેઓ ચૂલા કે પછી કોલસાના ઉપયોગથી રાંધે છે. આ ઘરોમાં પ્રદુષણ વધી રહ્યુ છે. આ રિપોર્ટમાં ઘરની અંદર અને બહારના વાયુ પ્રદુષણનો અભ્યાસ કરાયો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં ૩ હજારથી વધુ સ્થળોના આંકડા લેવાયા છે. દુનિયાભરના ૧૦૩ શહેરોમાં વર્ષ ૨૦૦૮ થી ૨૦૧૫ સુધી આ સર્વે કરાયો છે. આ રિપોર્ટમાં કહેવાયુ છે કે દુનિયાની ૯૨ ટકા વસતી એવી જગ્યાએ રહે છે જ્યાં હવાની ગુણવત્તા વ્હૂના માપદંડોથી ઉતરતી છે.આ રિપોર્ટમાં ૨.૫ માઇક્રોમીટરથી ઓછા વ્યાસ ધરાવતા કણોને આધાર બનાવાયા છે. આ આધાર પ્રમાણે હવામાં સલ્ફેટ આને બ્લેક કાર્બન જેવા ટોક્સિક પણ સામેલ છે. સલ્ફેટ અને બ્લેક કાર્બનના આ ટોક્સિક ફેફસાંને ગંભીર નુકસાન પહોંચાડે છે.વ્હૂએ આ રિપોર્ટ તૈયાર કરવામાં સેટેલાઇટ ડેટાનો પણ ઉપયોગ કર્યો છે. આવા સંજોગોમાં પ્રદુષણ નાથવુ પણ જરૂરી બન્યુ છે. જે માટે સડકો પર વાહનોની સંખ્યા ઘટાડવી. કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા અને રસોઇમાં સ્વચ્છ ઇંધણના ઉપયોગ પર ભાર મૂકાયો છે.વાયુ પ્રદુષણ ન માત્ર શ્વસન તંત્ર પરંતુ દિમાગ પર પણ અસર કરે છે. તાજેતરના સંશોધનમાં વાયુ પ્રદુષણથી આ નવુ જોખમ પણ સામે આવ્યુ છે.અત્યાર સુધી મનાતુ હતુ કે વાયુ પ્રદુષણને કારણે શ્વાસ કે પછી હાર્ટના રોગો થાય છે. પરંતુ તાજેતરના સંશોધને સૌને ચોકાવી દીધા છે. લેંકેસ્ટર યુનિર્વસિટીના પ્રોફેસર અને તેમની રિસર્ચ ટીમે કરેલા સંશોધનથી નવો ખુલાસો થયો છે. તેમને સંશોધન દરમિયાન દિમાગના નમૂનામાં વાયુ પ્રદુષકોના લાખો કણો મળી આવ્યા હતા. એક મિલિગ્રામ દિમાગ ટિશ્યૂમાં લાખો મેગ્નેટિક પ્રદુષક કણ મળ્યા હતા. આ મેગ્નેટીક પ્રદુષક કણો દિમાગને ક્ષતિ પહોંચાડી શકે છે.આ સંશોધન મુજબ શ્વાસ દ્વારા શરીરમા પહોંચતા પ્રદુષણના મોટા ભાગના કણો શ્વાસ નળીમાં જાય છે પરંતુ તેમાંનો નાનકડો હિસ્સો સ્નાયુ તંત્ર દ્વારા દીમાગ સુધી પણ પહોંચે છે. દીમાગમાં પહોંચતા આ મેગ્નેટિક પ્રદુષણ કણ દીમાગ સુધી પહોંચતા અવાજ અને સંકેતોને રોકી શકે છે. જેના કારણે અલ્ઝાઇમર જેવી બીમારી પણ થઇ શકે છે. જો કે આ સંશોધન હજુ પ્રાથમિક તબક્કામાં છે. પરંતુ વાયુ પ્રદુષણની દીમાગ પર અસરની શક્યતાની દિશામાં હવે વધુ ચોંકાવનારા તારણો પણ સામે આવી શકે છે.જો કે વાયુ પ્રદુષણ ફેલાવતા અનેક એવા તત્વો છે જે દીમાગને અસર કરે છે. જેમ કે જંતુનાશક શ્વાસ થકી હવામાં જતા પારકિન્સન થવાનો ખતરો વધે છે. તો વળી ગર્ભવતી મહિલાઓ જંતુનાશકના સંસર્ગમાં આવે તો ગર્ભસ્થ શિશુના દીમાગના વિકાસને પણ અસર પહોંચી શકે છે. ફર્નિચર, કપડા સહિત ઘરઉપયોગી ચીજવસ્તુઓમાં ઉપયોગમાં લેવાતુ પીબીડીઇ નામનુ કેમિકલ પણ દીમાગને અસર કરે છે. ચીજવસ્તુઓ પર કોટિંગમાં વપરાતુ આ કેમિકલ હવા મારફતે શ્વાસમાં જાય છે. જ્યાં તે દીમાગ તેમજ નર્વસ સિસ્ટમને નુકસાન કરી શકે છે.તો વળી ગાડીઓમાંથી નીકળતો ધુમાડો, ચુલો, કે સિગરેટની ધુમ્રસેર પણ દીમાગને અસર કરે છે. આ ધુમાડાઓમાં રહેલુ પીએએચ એટલે કે પોલિસાઇક્લીક એરોમેટિક હાઇડ્રોકાર્બન હોય છે. આ પીએએસ શ્વાસમાં જતા આઇક્યૂ લેવલ ઘટવાનુ પણ સંશોધન દરમિયાન સામે આવ્યુ છે.સમગ્ર વિશ્વમાં વાયુ પ્રદુષણએ ઘાતક બની રહ્યુ છે. ત્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની એક રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. જે મુજબ વિશ્વમાં ૧૦ વ્યક્તિમાંથી ૯ વ્યક્તિના ખરાબ ગુણવત્તાવળી હવામાં શ્વાસ લેવાથી મોત નિપજે છે. વાયુ પ્રદુષણથી થનારા ૯૦ ટકા મોત નિમ્ન કે ઓછી આવક વાળા દેશોનો સમાવેશ થાય છે. જેમાં ત્રણમાંથી બે મોત ભારતમાં અને પશ્વિમી પ્રશાંત દેશો સહિત દક્ષિણ પૂર્વી એશિયામાં થાય છે. દક્ષિણ પૂર્વી એશિયા ક્ષેત્રમાં વાયુ પ્રદુષણથી દરવર્ષે લગભગ આઠ લાખ લોકોના મોત થઈ રહ્યા છે. જેમાં ૭૫ ટકાથી વધુ મોત હૃદયરોગ અને ફેફસાના કેન્સરથી થાય છે.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જન સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિભાગના પ્રમુખ મારિયા નિએરાએ જન સ્વાસ્થ્યના કારણે આપાતકાલીન સ્થિતિ હોવાનું કહ્યુ છે. રિપોર્ટમાં આ સાથે જ પરિવહનમાં અપૂરતા સાહનો ઘરમાં વપરતા ઈંધણ, કચરો અને કોલસો સળગાવવા આધારિત વીજળી સયંત્રો, ઔદ્યોગિત ચહલપહેલની સામે કદમ ઉઠાવવા આહ્વાન કર્યુ છે. જે વાયુ પ્રદુષણના મુખ્ય સ્ત્રોત છે.

Related posts

લોકસભા ચુંટણી પહેલા મિઝોરમમાં નવા સમીકરણો રચાયા

aapnugujarat

रेलवे का विद्यार्थियों हेतु तोहफा

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1