Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

આસામમાં ઉલ્ફા બળવાખોરોએ પાંચ લોકોની ક્રુર હત્યા કરી

આસામના તિનસુકિયા જિલ્લામાં દેશને હચમચાવી મુકે તેવી ઘટના સપાટી પર આવી છે. અહીં ઢોલા-સાદિયા પુલની નજીક પાંચ લોકોની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે. પાંચેય લોકોને લાઇનમાં ઉભા રાખીને તેમના પર અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉલ્ફા બળવાખોરો દ્વારા આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. સાક્ષીઓની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો કેટલાક સશસ્ત્ર બળવાખોરોએ આ હત્યાકાંડને અંજામ આપ્યો હતો. તિનસુકિયાથી ૩૦ કિલોમીટરના અંતરે સ્થિત વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. તે પહેલા પણ ૧૩મી ઓક્ટોબરના દિવસે ફેન્સી બજારમાં ઉલ્ફા બળવાખોરોએ બોંબ બ્લાસ્ટ કર્યો હતો જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે પાંચેય લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા જે ઘાયલ છે તેમને તિનસુકિયાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અમે હત્યારાઓની શોધખોળ કરી રહ્યા છીએ. પોલીસને શંકા છે કે ઉલ્ફા બળવાખોરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો.પોલીસે માહિતી આપતા કહ્યુ છે કે માર્યા ગયેલા પાંચ લોકો પૈકી ત્રણ એક જ પરિવારના સભ્યો હોવાનુ જાણવા મળ્યુ છે. આધુનિક હથિયારો સાથે સજ્જ રહેલા બળવાખોરો ઢોલા-સાદિયા પુલની નજીક પહોંચી ગયા હતા. આ લોકોએ રાત્રે આઠ વાગ્યાની આસપાસ પાંચથી છ લોકોને ઘરની બહાર બોલાવ્યા હતા. ત્યારબાદ તેમના પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો. પાંચની હત્યા કર્યા બાદ આ બળવાખોરો અંધારોનો લાભ લઇને ફરાર થઇ ગયા હતા. ઉલ્ફા બળવાખોરો હોવાન બાતમી મળી રહી છે. તેમના પર અંકુશ મુકવાના ફરી પ્રયાસો હાથ ધરવાની જરૂર છે. કારણ કે બળવાખોરો ફરી સક્રિય દેખાઇ રહ્યા છે. ઓક્ટોબર મહિનામાં બે વખત હુમલા કરવામાં આવી ચુક્યા છે. કેન્દ્રિય ગૃહ પ્રધાન રાજનાથ સિંહે આ ઘટના અંગે દુખની લાગણી વ્યક્ત કરી છે. રાજનાથ સિંહે કહ્ય છે કે ઘટના અંગે તેઓએ આસામના મુખ્યપ્રધાન સર્બાનંદ સોનોવાલની સાથે વાતચીત કરી છે. સાથે સાથે જઘન્ય અપરાધમાં સામેલ રહેલા લોકોની સામે કાર્યવાહી કરવાની વાત કરી છે. બીજી બાજુ મુખ્યપ્રધાન સોનોવાલે પણ ઘટનાની નિંદા કરી છે. રાજ્યના જળ સંશાધન પ્રધાન કેશવ મહંતા અને ઉર્જા પ્રધાન તપન ગોગોઇને ઘટનાસ્થળ પર મોકલી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે કાવતરામાં સામેલ રહેલા લોકોની સામે આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. આવી હરકતને કોઇ પણ કિંમતે ચલાવી લેવાશે નહીં. પૂર્વ મુખ્યપ્રધાન તરણ ગોગોઇ, વિપ૭ી પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ દ્વારા પણ હત્યાકાંડની નિંદા કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ ટિ્‌વટ કરીને કહ્યુ છે કે આ હુમલાના કનેક્શન એનઆરસી સાથે સંબંધિત હોઇ શકે છે. મમતાએ ઘટનાની ટિકા કરી છે. સાથે સાથે શોકાકુલ પરિવારના પ્રત્યે સાહનુભુતિ પ્રગટ કરી છે.આસામના કેટલાક ભાગોમાં વર્ષોથી ઉલ્ફા બળવાખોરો સક્રિય થયેલા છે. આ લોકો તક મળતાની સાથે હુમલા કરે છે. વિતેલા વર્ષોમાં તેમને મુખ્યપ્રવાહમાં સામેલ કરવા માટે અનેક પ્રયાસ કરવામાં આવ્યા છે.

Related posts

દેશની જનતા ૧૦૦ દિવસમાં મોદી સરકારના ત્રાસમાંથી સ્વતંત્ર થઈ જશે : રાહુલ ગાંધી

aapnugujarat

२००६ के बाद बाघों की संख्या दोगुनी होकर ३००० के करीब : प्रधानमंत्री मोदी

aapnugujarat

દિલ્હીમાં રામ મંદિર માટે ૯ ડિસેમ્બરે રેલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1