Aapnu Gujarat
Uncategorized

સુત્રાપાડા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં નાસતાં-ફરતાં આરોપીને પકડી પાડતી જૂનાગઢ પેરોલ ફર્લો સ્ક્વોડ

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબે પેરોલ-ફર્લો હેડના તથા નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી બાબતે પેરોલ ફર્લો સ્ક્વોડને સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.સબ ઇન્સ.શ્રી આર.જે.રામ તથા પેરોલ ફર્લો સ્ટાફ વિસાવદર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં એ દરમિયાન બાતમી આધારે સુત્રાપાડા પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુ.ર.નં :- ૩૮/૧૮ આઈ.પી.સી.કલમ ૩૬૩,૩૬૬ વિ. ના કામના નાસતા ફરતા આરોપી મહિપતસિંહ પરબતજી પરમાર ઉ.વ.૨૩ રહે. સુત્રાપાડા જી. ગીર સોમનાથ વાળાને વેકારીયા (તા.વિસાવદર) ગામની સીમ માંથી પકડી આરોપીને તથા ભોગ બનનારને વિસાવદર પો.સ્ટે.ખાતે સોંપી આપેલ અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે સુત્રાપાડા પોલીસ સ્ટેશન જાણ કરેલ છે. આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડ પો.સબ.ઇન્સ.શ્રી આર.જે.રામ તથા ASI નરેન્દ્રભાઈ ડાંગર, HC પ્રદીપભાઈ ગોહિલ અને જયપાલસિંહ ગોહિલ,અને PC સંજયભાઈ વઘેરાનાઓએ કરેલ હતી..

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

દક્ષિણ, સૌરાષ્ટ્રમાં અવિરત વરસાદ

aapnugujarat

અમદાવાદમાં ફરી એકવાર ટેસ્ટિંગ ડામ શરૂ કરાયા

editor

આટકોટની પાસે કાર પલટી ખાતા પના થયેલા કરૂણ મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1