Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ ડિલમાં જે દિવસે તપાસ થશે મોદી જેલમાં જશે : રાહુલ

કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં પોતાના ચૂંટણી પ્રચારના બીજા દિવસે રાફેલ ડિલને લઇને ભ્રષ્ટાચારના પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જો મામલાની તપાસ થાય છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેલ જશે. તેમણે કહ્યું હતું કે જે દિવસે પણ આ મામલામાં તપાસને આગળ વધારવામાં આવશે મોદીને તકલીફ ઉભી થશે. ઇન્દોરમાં પત્રકારોની સાથે બેઠકમાં પ્રશ્નોના જવાબ આપતા તેમણે આ મુજબની વાત કરી હતી. રાહુલે વારંવાર જનતાની વચ્ચે ચોકીદાર ચોર છે. કહેવાના પ્રશ્ન પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મોદીને ભ્રષ્ટ માત્ર કહેવામાં જ આવી રહ્યા નથી બલ્કે તેઓ હકીકતમાં ભ્રષ્ટ છે. આને લઇને કોઇ દુવિધા હોવી જોઇએ નહીં. રાહુલે કહ્યું હતું કે, રાફેલ કેસ એક ખુલ્લો મામલો છે. જે દિવસે પણ તપાસ શરૂ થશે મોદીને જેલ ભેગા કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, રાફેલ મામલામાં તપાસ ફ્રાંસમાં શરૂ થવા જઇ રહી છે. મોદીને અનિલઅંબાણીને લાભ પહોંચાડવા માટે દરેક પ્રક્રિયા અને કાયદાકીય બાબતોને તોડી પાડી છે. અહીં એવા કેટલાક મામલા છે અને આ મામલા રાફેલ કરતા પણ મોટા રહેલા છે. સબરીમાલા વિવાદ ઉપર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર પ્રતિક્રિયા આપતા રાહુલે કહ્યું હતું કે, તેઓ વ્યક્તિગતરીતે માને છે કે, મહિલાઓ પુરુષોની સમકક્ષ છે જેથી તેમને પણ કોઇપણ જગ્યાએ જવાની મંજુરી હોવી જોઇએ. કેરળમાં તેમની પાર્ટીની આજ મામલા પર પ્રતિક્રિયા છે કે, ત્યાંની મહિલાઓ અને પુરુષો માટે આ મામલો ભાવનાત્મકરીતે જોડાયેલો છે. મહિલાઓ આ વિચારને સમર્થન આપી રહી છે. રાહુલે કહ્યું હતું કે, આ મામલામાં તેમના અને તેમની પાર્ટીના વિચાર જુદા જુદા છે પરંતુ તેમની પાર્ટી કેરળમાં ત્યાના લોકોનું પ્રતિનિધિત્વ કરે છે જેથી તેમની ઇચ્છાઓને રજૂ કરવા તેઓ બંધાયેલા છે. રાહુલ ગાંધી દ્વારા રામ મંદિરના મુદ્દા ઉપર ભાજપ દ્વારા વટહુકમ લાવવાની શક્યતા અંગે કહ્યું હતું કે, માત્ર આવી એક ચીજ છે જે ભાજપ કરી શકે છે. અન્ય કોઇ બાબતો અને વિકલ્પ રહ્યા નથી. રાહુલે ભાજપના ફેન્સીડ્રેસ હિન્દુવાદના આરોપ ઉપર પોતાને રાષ્ટ્રવ્યાપી નેતા તરીકે ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, મંદિર જવા માટે ભાજપના પ્રમાણપત્રની જરૂર નથી. જો કે, તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, તેઓ દરેક ધર્મ અને વર્ગના નેતા છે. મોદી અને અમિત શાહ કોઇ મંદિરમાં દર્શનના સમયે સંબંધિત દેવસ્થાનની પરંપરા મુજબ વસ્ત્રો પહેરે છે ત્યારે ભાજપ આને લઇને મૌન રહે છે પરંતુ જ્યારે તેઓ, કમલનાથ અને જ્યોતિરાદિત્ય કોઇ મંદિરમાં ત્યાની પરંપરા મુજબ વસ્ત્રો પહેરે છે ત્યારે અમને ફેન્સીડ્રેસ હિન્દુવાદ તરીકે ગણવામાં આવે છે. રાહુલે કહ્યું હતું કે, જે પણ મંદિરમાં દર્શન કરવાની ઇચ્છા થશે તે મંદિરમાં જશે. મંદિરમાં જવા માટે ભાજપના પ્રમાણપત્રની જરૂર નથી. હિન્દુ ધર્મને ભાજપ કરતા વધારે સારીરીતે સમજે છે. રાહુલે કહ્યું હતું કે જ્યારે તેઓ મંદિર જાય છે ત્યારે ભાજપના લોકો હેરાન થઇ જાય છે. જ્યારે તેઓ મંદિર પહોંચે છે ત્યારે આની સામે વાંધોઉઠાવવામાં આવે છે.

Related posts

RBIની પોલિસી સમીક્ષામાં વ્યાજદર વધે તેવી સંભાવના

aapnugujarat

દરેક ગરીબ વ્યકિતને આવકની ગેરેંટી મળશે : રાહુલ

aapnugujarat

મમતા બેનર્જી એ નંદીગ્રામથી ઉમદેવારી પત્રક ભર્યું

editor

Leave a Comment

UA-96247877-1