Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મનાલીમાં રશિયન મહિલા પર ગેંગરેપ

હિમાચલ પ્રદેશ વધુ એક વખત વિદેશી મહિલા સાથે બળાત્કારની ઘટનાને લઇ શર્મશાર થયો છે. કુલ્લૂ જિલ્લાના મનાલીમાં એક ૩૩ વર્ષિય રૂસી મહિલા સાથે કથિત રીતે ગેંગરેપની ખબર છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રશિયન મહિલા સાથે ગેંગરેપની ફરીયાદ થઇ ગઇ છે અને તપાસ શરૂ થઇ ગઇ છે.રશિયન મહિલા સાથે થયેલ કથિત ગેંગરેપની તપાસ મનાલીના એસએચઓ અનીલ કુમાર કરી રહ્યા છે. કુલ્લૂના પોલીસ અધિક્ષક શાલિની અગ્નિહોત્રીએ મામલાને લઇ મીડિયાને જણાવ્યું કે, મનાલી પોલીસ સ્ટેશનમાં રશિયન મહિલાએ પોતાની સાથે થયેલા ગેંગરેપની ફરીયાદ નોંધાવી છે. અને તેના નિવેદનનાં આધારે પોલીસે કલમ ૩૪૧, ૩૨૩, ૫૦૪, અને ૩૭૬-ડી અંતર્ગત મામલો નોંધી લીધો છે.
પોલીસ અધિક્ષકે જણાવ્યું કે, પીડિતાની ફરીયાદ મુંજબ તે ગુરૂવારે (૨૫ ઓક્ટોબર)ની સાંજે ડિનર કર્યા બાદ તે પોતાના રૂમ તરફ પરત ફરી રહી હતી ત્યારે જ રસ્તામાં બે લોકોએ તેને પકડીને તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો.
પીડિતાએ પોતાની ફરીયાદમાં જણાવ્યું છે કે, તે આરોપીઓને ઓળખતી નથી. પોલીસે પીડિતાની ફરીયાદને ગંભીરતાથી લેતા ટીમો બનાવી આરોપીઓની શોધ શરૂ કરી છે. પોલીસ પીડિતા દ્વારા બતાવવામાં આવેલ સ્થાન અને તેની આસપાસના તમામ સીસીટીવી કેમેરાની ફુટેજો શોધી રહી છે. તમને જણાવી દઇએ કે, આ પહેલા પણ આવા પ્રકારના મામલાઓ સામે આવી ચૂક્યા છે. જ્યારે વિદેશી પર્યટકો સાથે આવી ઘટનાઓ બની હોય.

Related posts

આરએસએસ-ભાજપા સામે મુકાબલો કરવા હાલ ઉપનિષદ-ગીતા વાંચી રહ્યો છુંઃ રાહુલ ગાંધી

aapnugujarat

ચોકીદાર જે કહે તે કરીને બતાવે છે : નરેન્દ્ર મોદી

aapnugujarat

પેટ્રોલના ભાવથી લોકો પરેશાન છે પણ તેનો ઉપાય પણ છે : ગડકરી

editor

Leave a Comment

UA-96247877-1