Aapnu Gujarat
ગુજરાત

સરદાર સાહેબની પ્રતિમાના દર્શન કરવા રૂપાણીનું સૂચન

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છાણીના સરદાર ચોક ખાતેથી શહેરના સમા, છાણી અને ઉત્તર વિસ્તાર માટેની એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવતા જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વની સર્વાધિક ઉંચી અને વિરાટ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અંજલિ આપી છે. પ્રધાનમંત્રી અને આ પ્રતિમાના પ્રેરક નરેન્દ્ર મોદી સરદાર જયંતિ તા.૩૧મી ઓકટોબરના રોજ આ પ્રતિમાનું રાષ્ટ્રાર્પણ કરશે એવી જાણકારી જનસમુદાયને આપતાં તેમણે વડોદરાવાસીઓને સમય ફાળવીને કેવડીયા કોલોનીની મુલાકાત લેવા, સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન અને સરદાર સાહેબની વંદના કરવાનો ભાવપૂર્ણ અનુરોધ કર્યો હતો. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી સરદાર વંદના અને એકતાયાત્રામાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ છાણીના સરદાર ચોકમાં સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાજંલિ આપી હતી અને લોકોને એકતા અને અખંડિતતાના સપથ લેવડાવ્યા હતા. તેમણે એક જ પરિવારકેન્દ્રી નહીં પણ સરદાર સાહેબ સહિતના સહુ મહાનુભાવોના યોગદાનને ઉજાગર કરે એવો પ્રેરણાપ્રદ ઇતિહાસ ભાવિ પેઢી સમક્ષ મૂકવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૧૮૨ મીટર ઉંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ઉંચા માણસની સર્વાધિક ઉંચી પ્રતિમા છે. પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવીને સરદાર પટેલ સાહેબને શ્રેષ્ઠઓમાં શ્રેષ્ઠ અંજલિ આપી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી રાષ્ટ્રીય એકતાનું એવું પ્રતિક છે જેની સાથે દેશના સાડા પાંચ લાખ જેટલા ગામડાંઓનું યોગદાન જોડાયેલું છે. સરદાર સાહેબે સન ૧૯૩૯માં છાણીમાં સભા કરી હતી એ વાતની યાદ અપાવતા મુખ્યમંત્રીએ જણાવ્યુું કે દિક્ષાની ખાણ ગણાતા છાણીએ ૧૦૦ જેટલા જૈન દિક્ષાર્થીઓની ભેટ આપી છે. કેવડીયાને એક ભારત, શ્રેષ્ઠા ભારતનું પ્રેરણાધામ બનાવવાનો સંકલ્પ વ્યકત કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રથમ તબકકામાં એકતા રથયાત્રા દ્વારા રાજયમાં ૫ હજાર ગામોમાં સરદાર સાહેબનો સંદેશ પહોંચાડયો છે. સવાસો કરોડ ભારતવાસીઓ સરદાર સાહેબના આર્શિવાદ સાથે રાષ્ટ્રીય એકતાના પ્રહરી બન્યા છે.

Related posts

સિનિયર સિટિજન મહિલાને પુરતુ વળતર આપવા આદેશ : શહેર ગ્રાહક તકરાર નિવારણ ફોરમનો ચુકાદો

aapnugujarat

વડોદરા શહેર/જિલ્લામાં સઘન મતદાર જાગૃતિ અભિયાન : નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીઓએ સ્કીટ, ડીબેટ અને નાટક દ્વારા આપ્યો સો ટકા મતદાનનો સંદેશ

aapnugujarat

રાજ્ય સરકાર દ્વારા અછત સ્થિતિ ન રહેતા અછત ઉઠાવવાનો નિર્ણય લેવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1