Aapnu Gujarat
રમતગમત

વિન્ડિઝ સામે ત્રણ મેચ માટે ભારતીય ટીમ જાહેર

વેસ્ટઇન્ડિઝ સામે રમાઇ રહેલી વનડે શ્રેણીની બાકીની ત્રણ મેચો માટે ભારતીય ક્રિકેટ ટીમની આજે જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય ટીમમાં ભુવનેશ્વર કુમાર અને બુમરાહની વાપસી થઇ છે. પ્રથમ બે મેચમાં આ બંને રમ્યા ન હતા. બીજી બાજુ મોહમ્મદ સામીને બહાર કરવામાં આવ્યો છે. પ્રથમ બે મેચ માટે ૧૪ સભ્યોની ટીમની પસંદગી કરી લેવામાં આવી છે. સમીને પ્રથમ બે મેચમાં અંતિમ ઇલેવનમાં જગ્યા મળી હતી પરંતુ બાકીની મેચમાં તક આપવામાં આવી ન હતી. બે વનડે મેચો રમાઈ ચુકી છે જે પૈકી ગુવાહાટીમાં રમાયેલી પ્રથમ મેચ ભારતે જીતી હતી પરંતુ ગઇકાલે રાત્રે રમાયેલી વિશાખાપટ્ટનમ વનડે મેચ ટાઈમાં પરિણમી હતી. ત્રણ મેચોની ટ્‌વેન્ટી શ્રેણી પણ વનડે શ્રેણી બાદ રમાનાર છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી વનડે રોમાંચની ચરમસીમા ઉપર પહોંચ્યા બાદ છેલ્લા બોલે ટાઇ પડતા ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. ઉમેશ યાદવે છેલ્લી ઓવરમાં લાઇન લેંથ બગાડતા મેચ ટાઈમાં પરિણમી હતી. છેલ્લી ઓવરમાં વિન્ડિઝને જીતવા માટે ૧૪ રનની જરૂર હતી પરંતુ ઉમેશે આ રન બચાવ્યા ન હતા. છેલ્લા બોલે હોપે ચોગ્ગો ફટકારીને ભારતની જીતની આશા ઉપર પાણી ફેરવ્યું હતું. તે પહેલા ગુવાહાટીમાં રમાયેલી પાંચ વનડે મેચોની શ્રેણીની પ્રથમ મેચમાં ધારણા પ્રમાણે જ ભારતે વેસ્ટઇન્ડિઝને આઠ વિકેટે કચડી નાંખીને ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૩૨૩ રનના લક્ષ્યાંકને પણ ભારતે ૪૭ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ જીત મેળવી લીધી હતી. હાલમાં જ રમાયેલી બે ટેસ્ટ મેચોની શ્રેણીમાં વેસ્ટ ઇન્ડિઝને ૨-૦થી કચડી નાંખવામાં આવ્યા બાદ ટીમ ઇન્ડિયા ધારણા પ્રમાણે જ પ્રથમ મેચમાં જોરદાર દેખાવ કર્યો હતો. વનડે શ્રેણી પહેલા હૈદરાબાદમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ પણ જીતીને ભારતે નવોે ઇતિહાસ સર્જ્યો હતો. ભારતે વેસ્ટઇન્ડિઝ ઉપર હૈદરાબાદ ટેસ્ટમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. યજમાન ટીમને જીતવા માટે માત્ર ૭૨ રનની જરૂર હતી જે ભારતે કોઇ પણ વિકેટ ગુમાવ્યા વિના બનાવી લીધા હતા. તે પહેલા રાજકોટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ ઓસોસિએશન મેદાન ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝને કચડી નાખીને સૌથી મોટી જીત હાંસલ કરી હતી.ભારતે વિન્ડિઝને એક ઈનિંગ્સ અને ૧૭૨ રને હાર આપી હતી. ભારતની ટેસ્ટ મેચમાં ઈનિંગ્સ અને રનના મામલામાં આ સૌથી મોટી જીત હતી.

Related posts

વર્લ્ડ કપ સુધી ટીમમાં કોઇ ફેરફાર કરાશે નહીં : શાસ્ત્રી

aapnugujarat

ભારતીય પસંદગીકારોએ એક મજબૂત ટીમ પસંદ કરી : વીવીએસ લક્ષ્મણ

aapnugujarat

रोहित शर्मा हो सकते हैं वन डे और टी-२० के कप्तान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1