Aapnu Gujarat
મનોરંજન

હુમાને તેના ચાહક કબાબ રોયલ્ટી કહે છે

બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી હુમા કુરેશીનુ કહેવુ છે કે તેના ચાહકો તેને કબાબ રોયલ્ટી તરીકે બોલાવે છે. તેને કબાબ ખુબ પસંદ હોવાના કારણે તેના ચાહકો આ નામથી જ બોલાવવા લાગી ગયા છે. હુમાએ કહ્યુ છે કે તે વાણિજ્ય પાટનગર મુંબઇને ખુબ જ પસંદ કરે છે પરંતુ અહીં તે કેટલીક બાબતને લઇને નિરાશ છે. અહીં ખાવા પીવાની કેટલીક ચીજોને લઇને તે નિરાશ છે. દિલ્હીમાં હુમા એક રેસ્ટોરન્ટ પણ ધરાવે છે. બોલિવુડની સૌથી આશાસ્પદ સ્ટાર પૈકી એક તરીકે રહેલી હુમા કુરેશીનુ કહેવુ છે કે ચાહકો તેને ખાસ નામથી બોલાવે છે. તેને મુંબઇ પસંદ છે પરંતુ જ્યારે ખાવા પીવાની વાત આવે છે ત્યારે તેને થોડીક નિરાશા હાથ લાગે છે. અહીં ટિક્કા તેમના ઘર જેવા નથી.આ શહેરને થોડાક ફેરફાર કરવાની જરૂર છે. મલિકા દુઆની યજમાનીવાળા શોમાં ભાગ લેવા માટે પહોંચેલી હુમાએ પોતાની પસંદગીની ખાવા પીવાની ચીજ અંગે વિસ્તારપૂર્વક વાત કરી હતી. મુંબઇમાં કબાબ મળવા મામલે હુમાએ કહ્યુ હતુ કે તેના શહેરમાં એક વેચાણકાર છે. જે ખુબ શાનદાર ચીજ વેચે છે. જેથી કેટલીક વખત તેના ત્યાંથી ખરીદી કરી લઇએ છીએ. તેનુ કહેવુ છે કે દિલ્હીમાં અલગ મજા રહેલી છે. પોતાના ભાઇ અને અભિનેતા સાકીબ અંગે વા કરતા હુમાએ કહ્યુ છે કે તે અને તેના ભાઇ સાકીબ વચ્ચે ખુબ સારી કેમિસ્ટ્રી રહેલી છે. અમે એકબીજાની ખુબ નજીક છીએ. અમે એકબીજાની સાથે અમારા સંબંધ અને જીવનના મામલે વાત કરતા રહીએ છીએ. તેનુ કહેવુ છે કે તે ખુબ આદર્શ છે પરંતુ જ્યારે ઘરના કામની વાત આવે છે ત્યારે તે બિલકુલ કામ કરતો નથી. ેનુ કહેવુ છે કે અમે સાથે રહીએ છીએ. પરંતુ તે ક્યારેય ભોજન બનાવતો નથી. તેના રૂમમાં તમામ ચીજો જેમ તેમ પડેલી હોય છે. હુમાએ કહ્યુ છે કે તે સાફ સપાઇને વધારે પ્રાથમિકતા આપે છે. જ્યારે સાકીબની તમામ ચીજો જેમ તેમ પડેલી હોય છે. તે સાફ સફાઇને લઇને આનંદની લાગણી અનુભવ કરે છે. તેનુ કહેવુ છે કે તેની સાથે કોઇ છે જેનુ તેને ધ્યાન રાખવાનુ છે. હુમા બોલિવુડમાં પ્રવેશી ગયા બાદથી જ એક પછી એક સફળતા હાંસલ કરી ચુકી છે. તે તમામ પ્રકારની કુશળતા ધરાવે છે. દરેક પ્રકારની મુશ્કેલ રોલ અને કોમેડી રોલ પણ તે કરી ચુકી છે. અક્ષય કુમારની સાથે જોલી એલએલબી-૨માં પણ તે ખુબ શાનદાર રોલ કરીને ગઇ હતી. ગેંગ્સ ઓફ વાસેપુરમાં તેની યાદગાર ભૂમિકા હતી. હુમા કુરેશી હિન્દી ફિલ્મોની સાથે સાથે સાઉથની ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. તે ભારતના સૌથી મોટા સ્ટારમાં સ્થાન ધરાવતા રજનિકાંત અને મમુટી સાથે પણ ફિલ્મ કરી ચુકી છે. હાલમાં પણ તે ફિલ્મોની સાથે સાથે કેટલાક અન્ય પ્રોજેક્ટ ધરાવે છે. તે સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક છે. તેનો ભાઇ સાકીબ પણ રેસ-૩ ફિલ્મમાં નજરે પડ્યો હતો. તેના રોલની ભારે પ્રશંસા થઇ હતી. પોતાની કેરિયરને આગળ વધારી દેવા માટે તે ઉત્સુક છે.

Related posts

સંજયલીલાની નવી ફિલ્મમાં દિપિકા અને અભિષેક રહેશે

aapnugujarat

ऋतिक – आदित्य पंचोली को कंगना ने कहा ‘काइंड सोल’

editor

हॉस्पिटल से डिस्चार्ज हुईं हेमा मालिनी की बेटी ईशा, पापा की गोद में दिखीं न्यू बेबी गर्ल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1