શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચને વિભિન્ન રાજકીય દળોને એક સમાન અવસર નક્કી કરવા માટે પીએમ નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રીઓને ચૂંટણી રેલી કરવા પર પ્રતિબંધ મુકવાનો અનુરોધ કર્યો છે. પનવેલ નગર નિગમ ચૂંટણીની તૈયારીને લઈને આયોજિત પાર્ટીની એક રેલીમાં ઠાકરેએ કહ્યું કે, ચૂંટણી રેલીઓમાં પીએમ અને સીએમ દરેક પ્રકારની ઘોષણાઓ કરે છે. જયારે સત્તારૂઢ પાર્ટી વાયદા કરે છે ત્યારે અન્ય પાર્ટીઓના નેતાઓ દ્વારા આપવામાં આવેલ આશ્વાસનની સરખામણીમાં સત્તારૂઢ પાર્ટી વાયદાની લોકોના મન પર થોડી વધારે અસર પડે છે.ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કલ્યાણ- ડોંબીવલી નગર નિગમ માટે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પૂર્વ ચૂંટણીમાં ૬૫૦૦ કરોડ રૂપિયા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહાર મારે ૧.૨૫ લાખ કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા કરી હતી પરંતુ ચૂંટણી બાદ હજુ સુધી એક પણ રૂપિયો આપવામાં નથી આવ્યો. તેમણે કહ્યું કે, વડાપ્રધાને પોતાની પાર્ટીને મજબુત કરવાના બદલે દેશને સશક્ત બનાવવા વિષે વિચારવું જોઈએ. તેવી જ રીતે મુખ્યમંત્રીએ દરેક જગ્યાએ જઈને ચૂંટણી રેલી કરવાના બદલે ખેડૂતોની સ્થિતિ અને પ્રદેશની કાનુન-વ્યવસ્થામાં સુધારા વિષે વિચાર કરવો જોઈએ. ઈવીએમને હેક કરવા માટે પાર્ટીઓને પડકાર આપવાને લઈને શિવસેનાએ ચૂંટણી પંચને પણ આડે હાથ લેતા કહ્યું કે, જો પાર્ટીઓ ઈવીએમ હેક કરવામાં સક્ષમ હોત તો તે ચૂંટણી પ્રચાર ન કરત.
પાછલી પોસ્ટ