Aapnu Gujarat
રાષ્ટ્રીય

ચીનની પાવર ટ્રાન્સ. કંપનીઓ પર ભારતમાં પ્રતિબંધની શક્યતા

ઝડપભેર વૃદ્ધિ કરી રહેલા ભારતીય અર્થતંત્રના અબજો ડોલરના માર્કેટમાં પ્રવેશવા માટે થનગનતી વિદેશી કંપનીઓ માટે નવી શરતો સાથેની નીતિ તૈયાર થઈ રહી છે. આ નીતિ અમલી બનશે તો સિક્યોરિટીનાં કારણોસર ચીનની પાવર કંપનીઓને ભારતમાં પ્રવેશતી અટકાવવામાં આવે તેવી શક્યતા છે. એકાદ મહિનામાં ઔપચારિક મેમોરેન્ડમ ઇશ્યૂ થવાની અપેક્ષા છે.વીજમંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ ઇકોનોમિક ટાઇમ્સને જણાવ્યું હતું કે, જે દેશમાં આપણી કંપનીઓને પ્રવેશતી અટકાવવામાં આવે છે તે દેશોની કંપનીઓને પાવર ટ્રાન્સમિશન સેક્ટરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે. આ મર્યાદા ધીમે ધીમે વીજ ઉત્પાદન અને વિતરણ સેક્ટર્સમાં પણ લાગુ થશે. અધિકારીઓ જણાવે છે કે, આ નવા ’રેસિપ્રોસિટી’ આધારિત અભિગમથી ભારતના વીજળી ટ્રાન્સમિશન સેક્ટરમાં રોકાણ કરવા માંગતી ચાઇનીઝ કંપનીઓ પર અસર પડી શકે છે.ચીન સલામતીનાં કારણોસર તેના ઇલેક્ટ્રિસિટી ગ્રિડમાં વિદેશી રોકાણને મંજૂરી આપતું નથી પરંતુ ભારતમાં વીજ સેક્ટરમાં ૧૦૦ ટકા ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની છૂટ છે. આ હિલચાલથી ભારતને ઘણી રીતે ફાયદો થશે.સાઇબર હુમલા સામે રક્ષણ મળશે કારણ કે, પાવર સેક્ટરમાં ઇન્ટેલિજન્ટ ટેક્‌નોલોજી તથા કન્ટ્રોલ સિસ્ટમ્સને લીધે સોફ્ટવેરનો ઉપયોગ વધી રહ્યો છે એમ ઇન્ડિયન ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચર્સ એસોસિયેશનના ડાયરેક્ટર જનરલ સુનિલ મિશ્રાએ કહ્યું હતું. અમેરિકાની અગ્રણી કંપની જીઇના રિન્યુએબલ એનર્જી પ્રેસિડન્ટ અને સીઇઓ જેરોમ પેક્રેસે ગયા સપ્તાહે જણાવ્યું હતું કે, રેસિપ્રોસિટી (પારસ્પરિક) અભિગમ વાજબી વિચાર છે.અગાઉ ૧૦ મેના રોજ અમને આપેલા ઇન્ટરવ્યૂમાં પાવર, કોલ, રિન્યુએબલ એનર્જી એન્ડ માઇન્સ મંત્રાલયના મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, જે દેશોમાં ભારતીય કંપનીઓ પર પ્રતિબંધ છે તે દેશોની પાવર કંપનીઓને અમે પણ પરવાનગી નહીં આપીએ.
એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વાણિજ્ય મંત્રાલય સાથે મંત્રણાઓ થઈ હતી. ટ્રેડમાં રેસિપ્રોસિટી લાગુ થશે. અન્ય દેશોને ભારતીય માર્કેટનો લાભ લેવા દેવામાં નહીં આવે જો આ દેશો તેમની કંપનીઓને સાચવતી હોય તો આપણે પણ આવું જ કરવું જોઈએ. વીજમંત્રાલયના અન્ય એક અધિકારીએ કહ્યું હતું કે, રાજ્યોની સરકારને પણ રેસિપ્રોસિટી અભિગમથી પરિચિત કરાવવામાં આવશે. અત્યારે મેમોરેન્ડમ તૈયાર થઈ રહ્યો છે અને એકાદ મહિનામાં ઇશ્યૂ કરવામાં આવશે.

Related posts

पेंशन योजनाओं में बडे बदलावों की तैयारी में सरकार

aapnugujarat

મન કી બાત : મેં અને માતાએ બંને ડોઝ લીધા છે તમે પણ લગાવી લો રસી

editor

અયોધ્યા કેસ : વિવાદાસ્પદ જમીન છોડી બાકી પર યથાસ્થિતી દુર કરવાની માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1