Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દિલ્હીમાં ૧૦૦ કરોડનું હેરોઈન જપ્ત

દિલ્હી પોલીસના સ્પેશીયલ સેલે નશાનો કારોબાર કરનારા મોટો રેકેટનો પર્દાફાશ થયો છે. સ્પેશીયલ ટીમે બે ડ્રગ તસ્કરોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી એકસો કરોડનું હેરોઈન જપ્ત કર્યું છે. આ દાણચોરો ગૌહાટીથી ડ્રગ્સ લાવ્યા હતા અને દેશના અલગ-અલગ રાજ્યોમાં નશીલા પદાર્થો પહોંચાડતા હતા.
આસામથી બંને દાણચોરો ચ્હાની પત્તી સાથે ડ્રગ્સ પણ લાવતા હતા. આ પહેલા પોલીસે ૧૩મી ઓક્ટોબરે સંજય ગાંધી ટ્રાન્સપોર્ટ નગરમાં શાહિદ નામના દાણચોરની ધરપકડ કરી હતી. શાહિદ ગૌહાટીથી ચ્હાની પત્તીમાં હેરોઈન છૂપાવીને દિલ્હી લાવતો હતો. આ ડ્રગ્સની ખેપ મનસોરના સપ્લાયર ઘનશ્યામને આપવાની હતી. પોલીસે ઘનશ્યામની પણ ધરપકડ કરી છે.
દિલ્હી પોલીસને સ્પેશીયલ સેલનું કહેવું છે કે શાહિદ ઘણાં સમયથી ગૌહાટી અને ઈમ્ફાલ જતો હતો. અહીંથી ડ્રગ્સ લઈને દિલ્હી-એનસીઆર, મધ્યપ્રદેશ અને પંજાબમાં સપ્લાય કરતો હતો. દિલ્હી પોલીસ સ્પેશીયલ સેલનું કહેવું છે કે ઘનશ્યામ નાણાંનો જુગાડ કરતો હતો. તેના દ્વારા ડ્રગ્સ ખરીદવામાં આવતું હતું.
સ્પેશીયલ સેલ હવે ઝડપાયેલા બંને ડ્રગ્સ વેચતા તસ્કરો દ્વારા નશીલા પદાર્થ જેમને પહોંચાડવામાં આવતા હતા. તેવા દાણચોરોની શોધખોળ કરી રહ્યુ છે. તાજેતરમાં સ્પેશીયલ સેલે ૨૦ કિલોગ્રામ હેરોઈન પણ દિલ્હીમાંથી જપ્ત કર્યું હતું અને હવે ૨૫ કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે મ્યાંમારથી ડ્રગ્સ લાવવામાં આવતું હતું. સ્પેશીયલ સેલ હવે નશીલા પદાર્થની તસ્કરી કરતા ઈમ્ફાલના દાણચોરનું પગેરું દબાવવાની પણ કોશિશ કરી રહ્યું છે.

Related posts

સેંસેક્સ ૬૬૫ પોેઈન્ટ ઉછળી બંધ રહ્યો

aapnugujarat

સરકારની નીતિથી કૃષિ ઉત્પાદનમાં સુધાર થયો : જેટલી

aapnugujarat

વ્યાજદર વધશે કે કેમ તેને લઇને આજે નિર્ણય

aapnugujarat

Leave a Comment

UA-96247877-1