Aapnu Gujarat
ગુજરાત

સિંહના મોત બાદ સફાળી જાગી સરકાર,વનરક્ષકોની ભરતીના અપાયા નિર્દેશ

ગીરના જંગલમાં સિંહોના મોત બાદ હવે રાજ્ય સરકાર સફાળી જાગી છે. રાજ્ય સરકારે વન રક્ષકોની જગ્યા ત્વરિત ભરવા માટે આદેશ કર્યો છે. સામાન્ય રીતે વન રક્ષકોની ભરતી ગૌણ સેવા કરે છે. જોકે હવે રાજ્ય સરકારના આદેશ બાદ વન વિભાગ વન રક્ષકોની સીધી ભરતી કરશે. રાજ્યની ૩૩૪ જગ્યા પર સીધી ભરતી કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે ૬ સભ્યની સમિતિ પણ બનાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ગીરમાં વીસ દિવસમાં ૨૩ સિંહના મોત થતા અનેક સવાલો ઉભા થયા છે. સિંહના મોત પાછળ ઈનફાઈટ અને વાયરસ જવાબદાર હોવાનું પણ બહાર આવ્યું હતું. પરંતુ આ ઘટનામાં સત્યાર્થતા કેટલી છે તે એક તપાસનો વિષય છે. જેના પગલે સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર પાસે સિંહના મોતના મામલે જવાબ માગ્યો છે. આપને જણાવી દઇએ કે,મોટી સંખ્યમાં સિંહના મોત થતાં રાજ્ય સરકાર સફાળી જાગી છે અને વનરક્ષકોની જગ્યા તાત્કાલિક અસરથી ભરવા માટેના આદેશ પણ આપ્યા છે. આ મુદ્દે રાજ્યનો વન વિભાગ ૩૩૪ વન રક્ષકોની સીધી ભરતી કરશે. આ ભરતી માટે ૬ સભ્યોની સમિતી પણ રચવામાં આવી છે.

Related posts

કારગીલ વિજયના ૨૨ વર્ષ પૂર્ણ,શહીદોને શત શત સલામ

editor

ભુપેન્દ્ર યાદવની ઉપસ્થિતિમાં રૂપાણીના આવાસે બેઠક થઇ

aapnugujarat

गुजरात : 6 नगर निगम का कार्यकाल खत्म

editor

Leave a Comment

UA-96247877-1