Aapnu Gujarat
મનોરંજન

અનિલ કપુર તેમજ સોનમ કપુર એકસાથે નજરે પડશે

ફિલ્મ નિર્માતા વિધુ વિનોદ ચોપડા હવે અનિલ કપુર અને પુત્રી સોનમ કપુરને લઇને ફિલ્મ બનાવી રહ્યા છે. વિદુ વિનોદ ચોપડા અને રાજકુમાર હિરાનીની ફિલ્મ એક લડકી કો દેખા તો એસા લગા નામની ફિલ્મનુ શુટિંગ જોરદાર રીતે ચાલી રહ્યુ છે. આ ફિલ્મ પહેલી ફેબ્રુઆરી ૨૦૧૯ના દિવસે રજૂ કરવામાં આવનાર છે. ફિલ્મમાં અનિલ કપુર અને સોનમ કપુર ઉપરાંત રાજકુમાર રાવ પણ કામ કરી રહ્યો છે. સંજુ બાદ રાજકુમાર હિરાની આ ફિલ્મને લઇને હવે વ્યસ્ત બની ગયા છે. અનિલ કપુર અને સોનમ બંને ફિલ્મને લઇને આશાવાદી છે.
મળેલી માહિતી મુજબ આ ફિલ્મને વિધુની બહેન શૈલી ચોપડા નિર્દેશન કરી રહી છે. આ સંબંધમાં વાત કરતા વિધુ વિનોદ ચોપડાએ વિગત આપતા કહ્યુ છે કે આ એક ખુબ મોટી બાબત છે. તે આને લઇને ખુબ ઉત્સાહિત છે. અનિલ કપુરની સાથે ફિલ્મને લઇને તેઓ પહેલાથી જ આશાવાદી હતા. અનિલ કપુર અને સોનમ એક સાથે કામ કરી રહ્યા છે. અનિલ કપુર તો વિતેલા વર્ષોમાં સુપર સ્ટાર તરીકે હતો. તેની બોલબાલા સમગ્ર ભારતમાં જોવા મળી હતી. તે વિતેલા વર્ષોમાં રામ લખન, કર્મા, ઇશ્વર જેવી અનેક ફિલ્મ કરી ચુક્યો છે.
બીજી બાજુ સોનમ કપુર હાલમાં યુવા પેઢીમાં લોકપ્રિય અભિનેત્રી છે. સંજય દત્તની બાયોપિક ફિલ્મમાં હાલમાં તે નજરે પડી હતી. જે રેકોર્ડ સફળતા હાંસલ કરી ગઇ હતી. સોનમ કપુર બોલિવુડમાં મોડલિંગને લઇને પણ લોકપ્રિય રહી છે. સોનમ કપુરે બોલિવુડ કેરિયરની શરૂઆત સાવરિયા મારફતે કરી હતી. આ ફિલ્મ મારફતે જ રણબીરે પણ પોતાની કેરિયર શરૂ કરી હતી. વિદુ વિનોદ ચોપડાની બહેનને લઇને પણ તે આશાવાદી છે.

Related posts

અમિતાભ વર્ષ ૨૦૧૯માં પણ વ્યસ્ત હશે : અહેવાલ

aapnugujarat

‘તારક મહેતા’માં નહીં થાય દયાબેનની વાપસી

aapnugujarat

સલમાન ‘ટાઈગર ૩’ ડિસેમ્બરમાં રિલીઝ કરવા મક્કમ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1