Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પી નોટ્‌સમાં રોકાણ આંકડો વધીને ૮૪૬ અબજ રૂપિયા

પી-નોટ્‌સમાં મૂડીરોકાણમાં ઉલ્લેખનીય વધારો થયો છે. પી-નોટ્‌સમાં મૂડીરોકાણ ઓગસ્ટના અંત સુધી ૮૦૩.૪૧ અબજ રૂપિયાથી વધીને ૮૪૬.૪૭ અબજ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ઇક્વિટીમાં પી નોટ્‌સમાં વધારો થઇ રહ્યો છે. ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં પણ આશાસ્પદ સ્થિતિ દેખાઈ રહી છે. પાર્ટીસિપેટરી નોટ મારફતે ભારતીય મૂીડી માર્કેટમાં મૂડીરોકાણનો આંકડો ઓગસ્ટના અંત સુધી વધીને ૮૪૬.૪૭ અબજ રૂપિયા સુધી પહંચી ગયો છે. ૧૦ મહિનાના ગાળામાં આવા જંગી નાણાં પ્રથમ વખત ઠાલવવામાં આવ્યા છે. પાર્ટીસિપેટરી નોટ સીધીરીતે પોતાને નોંધણી કરાવ્યા વગર ભારતી શેરબજારમાં પ્રવેશ કરવા ઇચ્છુક લોકો દ્વારા કરવામાં આવે છે. વિદેશી માર્કેટમાં ફોરેન પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા પી નોટ્‌સ જારી કરવામાં આવે છે. સેબીના આંકડા દર્શાવે છે કે, ભારતીય માર્કેટમાં પી નોટ્‌સનો કુલ રોકાણનો આંકડો ૮૪૬.૪૭ અબજ સુધી પહોંચી ગયો છે. ભારતીય માર્કેટમાં ઇક્વિટી, ડેબ્ટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટનો સમાવેશ થાય છે. જુલાઈના અંત સુધીમાં આ આંકડો ૮૦૩.૪૧ અબજ રૂપિયા સુધીનો હતો. આ પહેલા ઓક્ટોબર ૨૦૧૭માં મૂડીરોકાણમાં વધારો જોવા મળ્યો હતો. તે વખતે આવા ફંડ દ્વારા સપ્ટેમ્બરના અંત સુધીમાં જંગી નાણાં ઠાલવવામાં આવ્યા હતા અને આંકડો વધીને ૧.૩૧૦૦૬ અબજ રૂપિયા સુધી પહોંચી ગયો હતો. છેલ્લા મહિનામાં કુલ મૂડીરોકાણ પૈકી ઇક્વિટીમાં પી નોટ્‌સનો આંકડો ૬૬૬.૩૪ અબજ રૂપિયા રહ્યો હતો જ્યારે બાકીની રકમ ડેબ્ટ માર્કેટ અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં રહી હતી. ઉપરાંત પી નોટ્‌સ મારફતે એફપીઆઈ રોકાણનું કદ સમીક્ષા હેઠળના ગાળા દરમિાયન ૨.૫ ટકા સુધી વધી ગયો હતો. આ વધારા પહેલા પી નોટ્‌સ રોકાણમાં ગયા વર્ષે જૂન મહિના બાદથી ઘટાડો થયો હતો. સપ્ટેમ્બર મહિનામાં આઠ મહિનાની નીચી સપાટી જોવા મળી હતી. જો કે, આ રોકાણનો આંકડો ઓક્ટોબર મહિનામાં વધી ગયો હતો પરંતુ નવેમ્બર મહિનામાં ફરી ઘટી ગયો હતો. આ વર્ષે જુલાઈ મહિના સુધી આ પ્રકારની સ્થિતિ જારી રહી હતી. આ વર્ષે જુલાઈ મહિનામાં મૂડીરોકાણનો આંકડો એપ્રિલ ૨૦૦૯ બાદથી સૌથી નીચી સપાટીએ પહોંચી ગયો હતો. તે વખતે આંકડો ૭૨૩.૧૪ અબજ રૂપિયા સુધી રહ્યો હતો. જુલાઈ ૨૦૧૭માં સેબીએ કેટલાક કઠોર ધારાધોરણો અમલી કર્યા હતા.

Related posts

अभद्र पर्चा विवाद : महिला आयोग पहुंची आतिशी मार्लेना

aapnugujarat

વિડિયોકોન કેસ : FIRમાં ચંદા, દિપક કોચરના નામ

aapnugujarat

PM Modi addresses Kisan Kalyan Rally in Shahjahanpur

aapnugujarat

Leave a Comment

UA-96247877-1