Aapnu Gujarat
ગુજરાતતાજા સમાચાર

ગાંધી જ્યંતિની ગુજરાતમાં શાનદાર ઉજવણી

રાષ્ટપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિ નિમિત્તે આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જ્યંતિની અમદાવાદ સહિત રાજ્યભરમાં ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મસ્થળ પોરબંદરમાં પણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વિશ્વ વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે પોરબંદર તેમના જન્મસ્થળ કિર્તીમંદિરમાં યોજાયેલ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહભાગી થઇ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીનું જીવન એજ તેમનો સંદેશો હતો તેમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આજે પણ બધી જ સમસ્યાઓનું નિવારણ સમાધાન ગાંધી વિચારોમાં છે. ગાંધીજીના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. સત્ય, અહિંસાનો આગ્રહ અને સ્વચ્છતા એજ ગાંધીજીને આજના દિવસ સાચી શ્રદ્ધાંજલિ છે, તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ગુજરાત હંમેશા ગાંધી ચિંધ્યા રાહે આગળ વધ્યું છે, તેમ જણાવીને ઉમેર્યું હું કે, ગાંધીજીએ સ્વરાજથી સુરાજ્યની ભિાવના પ્રસ્તાપિત કરી આપણા માટે હંમેશા પ્રેરણારુપ બન્યા છે. ગાંધીજીની ૧૫૦મી જન્મજ્યંતિ નિમિત્તે સ્વચ્છ ભારત મિશનનો પણ પ્રારં થઇ રહ્યો છે ત્યારે સત્ય, અહિંસા, અસ્પૃશ્યતા, અપરિગૃહના ગાંધીજીના વિચારો મૂલ્યોને સ્વીકારી સ્વચ્છતા અપનાવી એજ પૂજ્ય બાપુને સાચી શ્રદ્ધાંજલિ છે તેમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા મિશન શરૂ કરી ગાંધીજીનો જીવન સંદેશ સ્વચ્છતા ત્યાં પ્રભુતાને ચરિતાર્થ કરવામાં આપણે સૌ સહયોગી બનીએ અને ગાંધીજીના સ્વદેશીના વિચારોને અપનાવા મુખ્યમંત્રીએ જણાયું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ દરિદ્રનારાયણની સેવા, છેવાડાના માનવીની ચિં અને ગાંધીજીના ટ્રસ્ટીપણાના સિદ્ધાંતો સાથે માનવીય મૂલ્યો જીવન મૂલ્યોને સાર્વજનિક જીવનમાં અમલ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું. કિર્તીમંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ અને પોરબંદર જિલ્લા પ્રભારી ઇશ્વિરસિંહ પટેલે સૌનું સ્ગત કરી જણાવ્યું હતું કે, યુગપુરુષ પૂજ્ય ગાંધી બાપુના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. બીજી ઓક્ટોબર વિશ્વ માનવ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિની ઉજવણી અંતર્ગ મહામા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં પધારેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કિર્તીમંદિરમાં સર્વધર્મ પ્રાર્થના બાદ ચોપાટી ગ્રાઉન્ડ ખાતે યુવા ભાઈ-બહેનોએ માનવ સાંકળ રચી ગાંધીજીના ચહેરાની પ્રતિકૃતિ રચી તે અદભુત દ્રશ્ય નિહાળ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગાંધીજીના વિચારોમાં દરેક સમસ્યાનું નિરાકરણ છે. પોરબંદરની સંસ્થા રોટરેકટ ક્લબ અને ત્લીઓ કલબે માનવ સાંકળ થકી ગાંધીજીનો ચહેરો નાવી રેકોર્ડ કર્યો છે. આ ચહેરો દેશ-દુનિયાને પ્રેરણા આપતો રહેશે. મુખ્યમંત્રીએ આ તકે વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીજીના વિચારો અને તેમના સપનાને સાકાર કરવા સૌને સાથે રાખીને સૌનો સાથ સૌનો વિકાસ મંત્રીને ચરિતાર્થ કરીને ભગીરથ પ્રયાસો કર્યા છે તેમાં આપણને સફળતા મળી છે. ગુજરાત સરકારે ગાંધી વિચાર ધારાને સાર્થક કરી છે. પોરબંદરમાં યુવા વિદ્યાર્થી ભાઈ-બહેનોએ ગાંધીજીનો ચહેરો માનવ સાંકળ થકી બનાવ્યોએ એક પ્રેરણાદાયી ાબત છે તેમ કહી આયોજક ટીમના સભ્યો હિતેશ કારિયા, ચિરાગ કારિયા, દિવ્યેશ મજેઠિયા, ભરત લાખાણી તેમજ સહભાગી સૌ કોઈને અભિનંદન પાઠવ્યા હતા. પોરબંદર ચોપાટી ખાતે મુખ્યમંત્રી યુવાઓની વચ્ચે આવીને માનવ સાંકળના સહભાગી બન્યા હતા.
પોરબંદર ચોપાટી ખાતે મુખ્યમંત્રી યુવાઓની વચ્ચે આવીને માનવ સાંકળના સહભાગી બન્યા હતા. ડ્રોન કેમેરાથી લેવાયેલી તસ્વીરોમાં ગાંધજીનો ચહેરો સ્પષ્ટરીતે અંકિત થયા સૌએ ધન્યા અનુભવી હતી. આ કાર્યક્રમમાં પ્રબારી મંત્રી ઇશ્વરસિંહ પટેલ, ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ નિલેષભાઈ મોરી, કલેક્ટર મુકેશ પંડ્યા તેમજ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Related posts

Money laundering case: CBI court extends DK Shivakumar’s ED custody till Sept 17

aapnugujarat

કર્ણાટકમાં સુરક્ષાની વચ્ચે આવતીકાલે મતદાન

aapnugujarat

કર્ણાટકમાં સરકાર રચવા ભાજપ, જેડીએસ-કોંગ્રેસ દ્વારા દાવો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1