Aapnu Gujarat
બ્લોગ

મહાત્મા ગાંધીજી : ઈતિહાસ પુરુષ

ભારતના સ્વતંત્રતા આંદોલન માટે વગર કોઇ હથિયારે બ્રિટીશ સરકારને બહાર કાઢવા બાબતે ગાંધીજીનું નામ ભારતના ઇતિહાસમાં બનેલું રહેશે. ગુજરાતની ધરતી પર જન્મ લીધેલાં આ મહાપુરૂષે ’અહિંસા’ પર સૌથી વધુ ધ્યાન આપતાં તે સમયે તમામ ઠેકાણે ચાલી રહ્યાં આંદોલનો અને સત્યાગ્રહોને આગળ વધારવામાં સારો ફાળો આપ્યો હતો અને પૂરા વિશ્વમાં તેમની ચર્ચા થઇ હતી.તેમનો જન્મ પોરબંદરમાં ૨ ઓક્ટોબર, ૧૮૬૯ ના દિવસે થયો હતો, જ્યારે તેમની માતાનું નામ પુતળીબાઇ અને તેમના પિતાનું નામ કરમચંદ ગાંધી હતુ. ગાંધીજી એક વૈષ્ણવ કુટુંબમાં જન્મ લીધો હતો અને વકીલાતના અભિયાસ માટે તેઓ ઇંગ્લેંડ ગયા હતા. તેઓ ૧૯૧૫ માં ભારત પાછાં આવ્યા હતા. ત્યાર બાદ એમણે ૧૯૧૫માં ૨૫ મેના દિવસે અમદાવાદમાં આવેલાં કોચરબમાં ’સત્યાગ્રહ આશ્રમ’ની સ્થાપના કરી હતી. આ દરમિયાન વીરમગામના લોકોથી લેવાતી ’જકાત’ બાબતે એમણે બ્રિટીશ સરકારના વૉઇસરાય ચેમ્સફર્ડને પત્ર લખતાં જાણ કરી હતી અને પાછળથી તે જકાતને રદ્દ કરવામાં આવી હતી.પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત થયાં પછી બધે ઠેકાણે વસ્તુઓ મોંઘી થઇ હતી. તે દરમિયાન અમદાવાદમાં કામ કરનાર મજૂરો તરફથી પણ એમણે ઉપવાસ રાખેલાં, જેથી અંતે ત્યાંની કાપડ મિલોના માલીકોએ બધી માંગણીઓને સ્વીકારતાં મજૂરોના પગારમાં વધારો કર્યો હતો અને વર્ષ ૧૯૨૦માં આની સામે પ્રેરણા લેતાં અમદાવાદમાં મજૂર મહાજનની સ્થાપના કરવામાં આવી હતી.વર્ષ ૧૯૧૭માં ખેડા જીલ્લામાં વધુ પડતો વરસાદ થવાના લીધે બધો પાક ધોવાઇ ગયો હતો, છતાં ત્યાંના સરકારી અધિકારીઓએ ખેડૂતોને મહેસૂલ સામે કોઇ છૂટ આપી નહોતી. તે પછી વલ્લભભાઇ પટેલ સાથે મળીને ગાંધીજીએ આ ગામોમાં તપાસ કરી અને છેવટે “સુખી ખેડૂતો મહેસૂલ ભરશે, જ્યારે ગરીબ ખેડૂતોને તેથી છૂટ આપવામાં આવે”- એવી શરતે તેનું સમાધાન કરવામાં આવ્યું હતુ. આ પ્રમાણે ખેડૂતોમાં નીડરતા સાથે વિશ્વાસ કાયમ થયો અને વલ્લ્ભભાઇ પટેલ જેવા એક મહાન નેતા ભારતને મળ્યા.લોકોને સત્યાગ્રહ બાબતે તાલીમ આપવા માટે ગાંધીજીએ બે સાપ્તાહિક પત્રો પણ રજૂ કર્યાં હતા- જે ’યંગ ઇંડિયા’ અને ’નવજીવન’ના નામે પ્રકાશિત થયેલાં. ૧૯૨૦માં જ ’ગુજરાત વિદ્યાપીઠ’ની સ્થાપના થઇ, જ્યારે કોંગ્રેસની સભા દરમિયાન અસહકાર માટેનો ઠરાવ મંજૂર થયો. સભામાં સરકારી શિક્ષણ, નોકરીઓ, ખિતાબો અને તેમજ વિદેશી વસ્તુઓ સામે બહિષ્કાર કરવામાં આવ્યો હતો; જ્યારે ખાદી અને રેંટિયાનો ઉપયોગ કરતાં સ્વદેશી વસ્તુઓને વાપરવાનું કહેવાયું હતુ. થોડાં દિવસો પછી અમદાવાદ સિવાય આણંદ, ભરૂચ, સૂરત, ગોધરા, વડોદરા, રાજકોટ, ભાવનગર, વઢવાણ અને બીજાં ઘણાં રાજ્યોમાં સરકારી મદદ સામે વિરોધ કરતાં સ્કૂલો અને કોલેજોને બંધ રાખવામાં આવી હતી. આ સાથે જ ગાંધીજીએ પણ બ્રિટીશ સરકારના વૉઇસરાયને “કૈસર-એ-હિંદ”નો સુવર્ણપદક ખિતાબ પાછો કર્યો હતો.વર્ષ ૧૯૨૧ દરમિયાન ગાંધીજીના કહ્યાં મુજબ વિદેશી કાપડોની હોળી કરવામાં આવી હતી અને એક જ વર્ષમાં ’સ્વરાજ મેળવવા’ નો નાદ બધે ઠેકાણે ફૈલાયો હતો. ડિસેમ્બર ૧૯૨૧માં કોંગ્રેસના અધિવેશન માટે સરદાર પટેલને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, જેમાં ’સવિનય કાનૂન-ભંગ’ નો ઠરાવ થયો અને આ સમયે ઢસાના દરબાર ગોપાળદાસ અંબાઇદાસ દેસાઇએ ગાદીનો ત્યાગ કરતાં દેશભક્તિની એક મિસાલ આપી હતી. સૂરતના દયાળજીભાઇ, કલ્યાણજી મહેતા, પરાગજીભાઇ સાથે ભરૂચના ડો. ચંદુલાલ દેસાઇએ પણ પોતાની બધી જ મિલકત દેશ માટે આપી દીધી, જે ’છોટે સરદાર’ના નામે ઓળખાતા હતા.ખાદીનો પ્રચાર કરવા માટે ધર્મગુરૂઓ, સાધુસંતો અને જ્ઞાતિપંચો સિવાય સ્ત્રીઓએ પણ ભાગ લીધો હતો. હિંદુ-મુસ્લિમ એકતા બાબતે ઘણી પ્રગતિ થઇ અને અસ્પૃશ્યતા સામે પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ૧૩ એપ્રિલ, ૧૯૨૩ના દિવસે નાગપુરમાં વલ્લભભાઇ પટેલ સાથે ઝંડા સત્યાગ્રહ કરવામાં આવ્યો, જેમાં ગુજરાતના સત્યાગ્રહીઓમાં મોહનલાલ પંડ્યા, પરીક્ષિતલાલ મજુમદાર, ડો. ઘિયા અને ડો. ચંદુલાલ દેસાઇએ પણ જેલવાસ ભોગવ્યો હતો.બારડોલી તાલુકામાં સરકારે વર્ષ ૧૯૨૮માં મહેસૂલમાં ૨૫ ટકાનો વધારો કરતાં ઉપલા વર્ગમાં ૨૩ ગામોને રાખ્યા હતા. ત્યારે તાલુકાના આગેવાનો કલ્યાણજી મહેતા અને કુંવરજીભાઇની વિનંતી સામે વલ્લભભાઇ પટેલે સત્યાગ્રહની સરદારી સંભાળી લીધી. પોતાના જુસ્સેદાર સંબોધનો અને ભાષણૉના લીધે વલ્લભભાઇ પટેલે પૂરાં દેશમાં બારડોલીના ખેડૂતો પ્રત્યે સંવેદનાઓ જગાડતાં ભારત ભરના ખેડૂતોની મારફત વિરોધ દર્શાવ્યો હતો. આ ઘટનાને બારડોલી દિવસ તરીકે જાણવવામાં આવે છે, જેના કારણે વલ્લભભાઇ પટેલને લોકોએ ’સરદાર’ નો ખિતાબ આપ્યો. વર્ષ ૧૯૨૯માં લાહોરમાં કોંગ્રેસનું અધિવેશન યોજવવામાં આવ્યું, જેમાં ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસે પૂરા ભારતમાં ’સ્વાતંત્ર્ય દિવસ’ ઉજવવાનું કહેવાયું હતું. ત્યાર પછી તરત જ ૧૨ માર્ચ, ૧૯૩૦ના દિવસે ગાંધીજીએ તેમના ૭૮ સાથીઓ જોડે સાબરમતી આશ્રમથી ’દાંડીકૂચ’ કરી. દરરોજ સાંજે જુદા-જુદા ગામે ભરાતી સભાઓમાં ગાંધીજીએ દારૂબંધી, અસ્પૃશ્યતા અને સરકારી નોકરીનો ત્યાગ કરવાનું કહેતાં હતા. ૬ એપ્રિલ ૧૯૩૦ના દિવસે તેમણે દાંડી મુકામે ચપટી મીઠું ઉપાડી મીઠાનો કાયદો તોડ્યો હતો. આ રીતે ’સવિનય કાનૂનભંગ’ ની શરૂઆત થઇ અને ૫ મે ૧૯૩૦ના દિવસે ગાંધીજીની ધરપકડ થઇ.સૂરત જીલ્લામાં આવેલાં ધરાસણામાં ઇમામસાહેબના નેતૃત્વમાં ગયેલાં નમક સત્યાગ્રહીઓ પર નિર્દયતાથી લાઠીઓથી માર માર્યો. અને બારડોલી તાલુકામાં ચાર હજારથી વધુ ખેડૂતોના કુટુંબીઓએ પાંચ મહીના સુધી હિજરત કરી હતી. તે સમયે ગુજરાતના હજારો સત્યાગ્રહીઓ જેલમાં ગયા, છતાં બધે ઠેકાણે લોકોએ ચળવળ ચાલુ રાખી અને તે સરકારના દમનનો ભોગ બન્યા. ઓગસ્ટ ૧૯૩૨માં કોમી ચુકાદાની જાહેરાત થયાં પછી ગાંધીજીએ તેના વિરોધમાં અને હરિજનોને હિંદુઓથી અલગ ગણાવતાં આખા દેશમાં અછૂતોના ઉદ્ધાર માટે ઉપવાસ કર્યાં.વર્ષ ૧૯૩૮ અને ૧૯૩૯ દરમિયાન ગુજરાતનાં દેશી રાજ્યોમાં પ્રજામંડળો સ્થાપિત થયાં. ઉત્તર ગુજરાતના માણસા રાજ્યમાં દરબારે ખેડૂતો પર જમીન પરના હક નાબૂદ કરતાં જુલમ કર્યાં અને તેથી ગુસ્સે થઇને ખેડૂતોએ મહેસૂલ ન ભરતાં સત્યાગ્રહ શરૂ કર્યો. લોકોએ દરબારનો બહિષ્કાર કર્યો અને છેવટે સરદાર પટેલે માણસાના દીવાન સાથે બન્ને પક્ષને ન્યાય થાય- એવું સમાધાન કરાવ્યું. સરદાર સાથે થયાં આ સમાધાનનો વીરાવાળાએ ભંગ કરતાં ગાંધીજીએ ૩ માર્ચ, ૧૯૩૯ના દિવસથી તે સામે ઉપવાસ કર્યાં હતા.ભારતના લોકોની સમ્મતિ વિના સરકારે બીજાં વિશ્વયુદ્ધમાં જોડાવવાના નિર્ણય સામે પણ કોંગ્રેસી પ્રધાનોએ રાજીનામાં આપ્યાં અને રામગઢ કોંગ્રેસના ઠરાવ મુજબ યુદ્ધના વિરોધનો પ્રચાર કરવા માટે ગાંધીજીએ પ્રથમ સત્યાગ્રહી તરીકે આચાર્ય વિનોબા ભાવેને પસંદ કર્યા હતા. તેમણે ૧૭ ઓક્ટોબર, ૧૯૪૦ના દિવસે યુદ્ધ સામે પ્રવચન આપતાં સત્યાગ્રહ શરૂં કર્યો હતો.ગુજરાતમાં સરદાર પટેલ, મોરારજી દેસાઇ, ચંદુલાલ દેસાઇ અને કન્હૈયાલા દેસાઇને સત્યાગ્રહ શરૂ કરતાં પહેલાં જ પકડવામાં આવ્યા અને માર્ચ ૧૯૪૧ સુધીમાં લગભગ ૩૦૦ સત્યાગ્રહીઓને પકડી લેવામાં આવ્યા હતા. આના વિરોધમાં લોકોએ ભારે સંખ્યામાં વિરોધ કરતાં બજારો, નિશાળો અને બધી રીતે કામકાજ બંધ રાખવામાં આવ્યા હતા.૮ ઓગસ્ટ, ૧૯૪૨ના દિવસે કોંગેસની મહાસમિતિએ ’ભારત છોડો’ માટેનો પ્રસ્તાવ પારિત કરતો છેલ્લો નિર્ણય લીધો અને આખાં દેશમાં અંગ્રેજો સામે ભારત છોડો આંદોલન ગાજી ઊઠયું. આ દરમિયાન સૂરતની કાપડ મિલોમાં પણ ૧૦૫ દિવસો માટેની લાંબી હડતાલ ચાલી; જ્યારે અમદાવાદમાં બજારો, કોલેજો અને બીજાં સસ્થાનો પણ બંધ રાખવામાં આવ્યાં હતા. ગુજરાત સિવાય ભારતના બીજાં રાજ્યોમાં પણ અંગ્રેજોને બહાર કાઢવા માટેની ગૂંજ બધે ઠેકાણે થયાં પછી અંગ્રેજોએ વધુ જુલમ કર્યા હતા. બીજા વિશ્વયુદ્ધ સમાપ્ત થયાં પછી કેબિનેટ મિશનની યોજના મુજબ ૧૯૪૬માં વચગાળાની સરકાર બનાવવામાં આવી હતી. તે સમયે લૉર્ડ માઉંટબેટનને ગવર્નર-જનરલ તરીકે ભારત મોકલવામાં આવ્યા અને તેમની ૩ જૂન, ૧૯૪૭ની યોજના મુજબ દેશનું વિભાજન કરવાનું નક્કી થયું- જે અંતે ભારત અને પાકિસ્તાન, એમ બે રાષ્ટ્રોની રચના થઇ. આઝાદી મેળવ્યાં બાદ ૩૦ જન્યુઆરીના દિવસે દિલ્હીમાં આવેલાં સ્થળ રાજઘાટ પર નથૂરામ ગોડશે નામના એક વ્યક્તિએ ગાંધીજીના ભાષણ દરમિયાન ગુસ્સે થતાં તેમને ગોળી મારી દીધેલી અને અંતે ’હે રામ’ કહેતાં આ મહાપુરૂષે સંસારથી વિદાઇ લીધી. તે પછી એ જગ્યાએ જ ગાંધીજીની સમાધી બનાવવામાં આવી હતી.
ગાંધીજીએ પોતાના અંતિમ જન્મદિને લેડી માઉન્ટબેટનને કહેલું કે,લાંબુ જીવવાની હવે મને ઇચ્છા નથી.ગાંધીજી તેમનાં જન્મ દિવસે પણ સતત પ્રવૃત્તિશીલ રહેતા હતા, જન્મદિવસની ઉજવણી માટે તેમણે કોઈ ઉત્સવ કે પાર્ટીનું ક્યારેય આયોજન કર્યું ન હતું. કસ્તુરબા એ તેમના એક જન્મદિવસે ઘીનો દીવો પ્રગટાવતાં બાપુએ તેમ કરવાની ના કહી હતી.આજે ૨ જી ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. જે દેશ અને દુનિયામાં ભારે ઉત્સાહ અને ઉમંગપૂર્વક તેમજ સરકારી રાહે, ચીલાચાલુ રીતે ઉજવાશે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઉજવણી પાછળ હજારો રૂપિયા ખરચાશે, પરંતુ ગાંધીજી જયારે હયાત હતા ત્યારે તેમનો જન્મ દિવસ કઈ રીતે ઉજવાતો હતો તે જાણવું વધારે રસપ્રદ બની રહેશે.તેમના એક જન્મ દિવસ ઉપર કસ્તુરબાએ ઘીનો દીવો પ્રગટાવ્યો. તે જોઈ ગાંધીજીએ તેમને કહ્યું હતું કે,આવો ખર્ચ આપણે ન કરવો જોઈએ કારણ કે દેશના લાખો ગરીબોના ઘરમાં રાતે દીવો નથી થતો માટે આપણને આવો દીવો પ્રગટાવવાનો અધિકાર નથી. સાદાઈ અને ત્યાગની મૂર્તિ સમાન ગાંધીજી પોતાનો જન્મદિવસ સતત પ્રવૃત્તિમાં રહીને ઉજવતા હતા. આજે જન્મદિવસની ઉજવણી એટલે કેક કાપવી, શાનદાર પાર્ટી યોજવી. ભેટ સોગાદો ખડકી દેવો. એવું જોવાં મળે છે પરંતુ ગાંધીજીના જન્મદિવસે ઉજવણીનો આવો કોઈ ધમધમાટ જોવાં મળતો ન હતો. ઉપરનો પ્રસંગ તેઓ આમાં માનતા ન હતા એ વાતની પ્રતીતિ કરાવે છે.ઇ.સ. ૧૯૧૫ ની ૨ જી ઓક્ટોબરે ગાંધીજી અમદાવાદમાં હતા. ૧૯૧૬ માં પણ તેઓ અમદાવાદમાં હતા. જયારે ૧૯૧૭ માં રાંચી હતા. ૧૯૧૮ માં જન્મદિવસે તેમની તબિયત ખરાબ હતી. આગલી રાતે તબિયત ખૂબ જ બગડી હતી તે સમયે તેઓ અમદાવાદ સાબરમતી આશ્રમમાં હતા.તેમને હૃદય ઉપર અસર થઇ હતી. ધબકારા અનિયમિત થઇ ગયા હતા. એક તબક્કે ગાંધીજીને લાગ્યું કે હવે તેમનો અંતકાળ નજીક આવી ગયો છે તેથી તેમના પુત્રો હરીલાલ અને દેવદાસને બોલાવી લીધેલા. આ જન્મદિવસ તેમણે પથારીમાં જ પસાર કર્યો. માંદગીમાંથી તેઓ ૧૫ દિવસે સજા થયા.૧૯૧૯ માં તેઓ મુંબઈમાં હતા અને તેમણે ૫૦ વર્ષ પૂરા થયાં. આ સુવર્ણ મહોત્સવ પ્રસંગે મુંબઈમાં ભગિની સમાજના આશ્રમે વનીતા વિભાગમાં મહિલાઓની જાહેર સભામાં ગાંધીજીને રૂ.૨૦,૧૦૦/- ની થેલી અર્પણ કરી જે તેમણે પાછળથી એક ટ્રસ્ટની રચના કરીને તેને સોંપી દીધી હતી.૧૯૨૦ ની સાલમાં મુંબઈમાં તેમનાં જન્મદિવસે ઓલ ઈન્ડીયા કોંગ્રેસ સમિતિની બેઠકમાં તેઓ ઉપસ્થિત રહ્યાં જેમાં લોકમાન્ય ટિળક સ્વરાજ ફાળા માટે રૂપિયા એક કરોડ ઉઘરાવવાનું નક્કી કરાયું. ૧૯૨૧ માં પણ તેઓ મુંબઈ હતા. જયારે ૧૯૨૨ અને ૧૯૨૩ માં તેઓ યરવડા જેલમાં અને ૧૯૨૪ માં તેઓ દિલ્હીમાં હિંદુ-મુસ્લિમ એકતા માટે ઉપવાસ પર ઉતરેલા. તેઓ ૧૯૨૫માં ભાગલપુર, ૧૯૨૬માં અમદાવાદમાં અને ૧૯૨૭માં દક્ષિણ ભારતના વિરુધુનગરમાં હતા. ૧૯૨૮માં તેઓ અમદાવાદમાં હતા અને ૧૯૨૯ માં ઉત્તરભારતના ગાજીપુરમાં હતા ત્યારે મ્યુનિ. દ્વારા ગાંધીજીને માનપત્ર અપાયું હતું. ૧૯૩૦ માં તેઓ યરવડા જેલમાં હતા. ૧૯૩૧ માં લંડન ખાતે તેમના જન્મદિવસ નિમિત્તે હિંદીઓ અને વિદેશીઓ દ્વારા તેમનું અભિવાદન કરાયું હતું. એ સમયે તેઓ ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે ગયા હતા. ૧૯૩૨ માં તેઓ યરવડા જેલમાં હતા.૧૯૩૩ માં પૂનામાં અને ૧૯૩૪ તથા ૧૯૩૫ માં તેઓ વર્ધામાં હતા. તા.૨-૧૦-૧૯૩૫ નાં રોજ ગાંધીજીએ મદ્રાસ ખાતે શ્રીમતી અમ્બુજ્મ્માલ (દક્ષિણ ભારતના જાણીતા કાર્યકર એસ. શ્રીનિવાસ આયન્ગરના પુત્રી)ને વર્ધાથી એક પત્ર લખ્યો હતો. જેમાં તેમણે લખ્યું હતું કે,મારી વર્ષગાંઠ ઉપર તેં મારું દીર્ઘાયુ ઈચ્છયું એ પાછળની તારી ઊંડી લાગણી હું સમજુ છું. માણસ ગમે તેટલો પ્રયત્ન કરે તો યે વિધાતા મને આપેલી આવરદામાં એક મિનિટનો પણ વધારો કરે તેમ નથી. ૧૯૩૬ અને ૧૯૩૭ માં તેઓ સેગાંવ હતા. ૧૯૩૮ માં તેઓ દિલ્હીમાં હતા. જયારે ૧૯૩૯ માં પણ તેઓ દિલ્હીમાં જ હતા જ્યાં બિરલા ભવન ખાતે રાજેન્દ્રબાબુ અને જવાહરલાલ નેહરુ સાથે તેમણે મંત્રણાઓ કરી હતી. ૧૯૪૦ માં વર્ધામાં વર્ષગાંઠ પ્રસંગે આશ્રમની વિદ્યાર્થીનીઓએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. ૧૯૪૧ માં વર્ધામાં તેમણે વિદ્યાર્થીનીઓએ હાથે વણેલી ધોતી ભેટ આપી હતી. તે દિવસે ગાંધીજીએ કાંતણયજ્ઞમાં ભાગ લીધો હતો.૧૯૪૨ માં પુના ખાતે આગાખાન જેલમાં જન્મદિવસ ઉપર જેલરે ૭૪ મી વર્ષગાંઠ નિમિત્તે તેમને હાર પહેરાવી રૂ. ૭૪ ભેટ આપ્યા હતા. ૧૯૪૩ માં પણ તેઓ ત્યાં જ હતા. ૧૯૪૪ માં સેવાગ્રામ ખાતે તેમનાં જન્મદિવસ પ્રસંગે, વિખ્યાત લેખક બર્નાર્ડ શો સહિત ઘણાં લોકોના શુભેચ્છા સંદેશા આવ્યા હતા. કસ્તુરબા સ્મારક નિધિની થેલી તેમને આપવામાં આવી. ૧૯૪૫ માં તેઓ પુનામાં હતા. ૧૯૪૬ અને ૧૯૪૭ માં ગાંધીજી દિલ્હીમાં હતા.૧૯૪૭ માં તેમની હયાતી દરમિયાનના અંતિમ દિવસે દિલ્હીમાં ઘણાં લોકો લેડી માઉન્ટબેટને ગાંધીજીને જન્મદિવસના અભિનંદન આપ્યા હતા. તેમણે લેડીમાઉન્ટબેટનને કહ્યું કે,આને અભિનંદન નહીં, પણ ખરખરો કહેવો વધુ યોગ્ય છે. લાંબુ જીવવા હવે મને ઇચ્છા નથી.પુનાની આગાખાન જેલમાં કસ્તુરબા અને અંગત સચિવ મહાદેવભાઇ દેસાઈનું અવસાન, ઝીણા સાથેની નિષ્ફળ વાટાઘાટો, ભારતના ભાગલા, દેશની સ્વતંત્રતા સમયે થયેલા કોમી તોફાનો, તેમની સમક્ષ આવતી ભ્રષ્ટાચારની ફરિયાદો વગેરેથી ગાંધીજી કદાચ વ્યથિત અને હતાશ થઇ ગયા હતા. ૧૨૦ વર્ષ જીવવાની અગાઉ વાતો કરતા હતા તે મહાત્મા હવે મૃત્યુની વાતો કરતા હતા.

Related posts

BUSY પણ અને BE-EASY પણ રહો

aapnugujarat

सुपरस्टार अक्षय कुमार के सुझाव पर मोदी सरकारका एक और अच्छा फैसला : ……..

aapnugujarat

प्रकृति का तिसरा नियम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1