Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચારધામની યાત્રા : શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં પહોંચ્યા છે

ચારધામની યાત્રા ફરી એકવાર ગતિ પકડી રહી છે. મોનસુનની શરૂઆત બાદ જુન બાદ તેની ગતિ ધીમી પડી ગઇ હતી. ઓછા શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા હતા. જો કે હવે ફરી એકવાર શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળી રહ્યો છે. બદરીનાથ અને હેમકુન્ડ સાહિબની આસપાસ વરસાદ હજુ જારી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં ચોક્કસપણે ઠંડક છે. જો કે મોનસુનની તીવ્રતા ઘટી ગયા બાદ હવે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નજરે પડી રહ્યા છે. બદરીનાથ ધામમાં ગુરૂવારના દિસે ૨૬૪૫ જેટલા શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા. હજુ સુધી ૮૭૪૫૧૩ શ્રદ્ધાળુઓદ્વારા ભગવાન બદરીનાથના દર્શન કર્યા છે. માતા મુર્તિ મેળા માટે ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા એકાએક વધી ગઇ છે. દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. ગોપેશ્વરની સાથે નંદપ્રયાગમાં પણ વરસાદ થયો છે. હાલમાં ભારે વરસાદના કારણે ગંગોત્રી અને યમનોત્રી માર્ગ પર ભેખડો ઘસી પડવાના બનાવો બન્યા હતા. જો કે હવે સ્થિતીમાં સુધારો થયો છે. ગંગોત્રીમાં ૧૯મી સપ્ટેમ્બરના દિવસે ૧૭૯૯ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. હાઇવે પર વાહનોની અવર જર ફરી શરૂ કરી દેવામાં આવી છે. યમનોત્રી ધામમાં ૧૯મી સપ્ટેમ્બરના દિસે ૧૬૨૮ શ્રદ્ધાળુઓ નોંધાયા હતા. હજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ભારતના શ્રદ્ધાળુઓ માટે ચાર ધામની યાત્રા ખાસ મહત્વ રાખે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાુઓ પહોંચે છે. ગોપેશ્વરની સાથે સાથે પિપલકોટી, પોખરી, ઘાટ, જોશીમઠ ક્ષેત્રમાં ભારે વરસાદ થઇ રહ્યો છે. રુદ્રપ્રયાગમાં પણ ભારે વરસાદ થયો છે જેના પરિણામ સ્વરુપે ઘણી જગ્યાએ કરા પણ પડ્યા છે. કેદારનાથમાં પણ વરસાદના પરિણામ સ્વરુપે ઠંડીમાં એકાએક વધારો થયો છે. અહીં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. જો કે, બુધવારના દિવસે ૩૦૦૦૦થી પણ વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. મોનસુનની સિઝનમાં એકાએક શ્રદ્ધાળુઓમાં ઘટાડો થયો હતો જેના લીધે દરરોજ ૫૦૦થી પણ ઓછા શ્રદ્ધાળુ પહોંચી રહ્યા હતા. હવે મોનસુનમાં વરસાદ ઘટી જતાં એકાએક શ્રદ્ધાળુની સંખ્યા વધી રહી છે. યમનોત્રી હાઈવે માટે ચિંતાજનક બની ગયેલા ડબરકોટમાં ભેખડો ધસી પડવાના કારણે હાલત કફોડી બની છે.

Related posts

मोदी-योगी का शासन प्रजातंत्र के लिए घातक, सांत्वना देने वालों के साथ हो रही मारपीट : सीएम बघेल

editor

રાજ્યસભામાં ભાજપની બેઠકો પર અસર દેખાશે

aapnugujarat

સોનાલી ફોગાટના પીએ સાંગવાને ગુનો કબૂલ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1