Aapnu Gujarat
ગુજરાત

વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે : ડો.ચિંતન દેસાઇ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ તથા જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા અમદાવાદના સંયુક્ત ઉપક્રમે વિરમગામ ખાતે આરોગ્ય કર્મચારીઓ તથા અન્ય સ્ટોક હોલ્ડર્સ માટે ઓરીએન્ટેશન તાલીમ વર્કશોપ રાખવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં ઉપસ્થિત લોકોએ તમાકુ વ્યસન મુક્તિ પ્રતિજ્ઞા લીધી હતી. વર્કશોપમાં અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરો, આયુષ મેડિકલ ઓફિસરો, આરબીએસકે મેડીકલ ઓફિસરો, સીડીપીઓ, મુખ્યસેવીકા, બીઆરસી, સીઆરસી, એસટી વિભાગ સહિત મોટી સંખ્યામાં અધિકારી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઇએ જણાવ્યુ હતુ કે, વિશ્વમાં દર છ સેકન્ડે ૧ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ થાય છે. વિશ્વમાં દર મીનીટે ૧૦ વ્યક્તિનું તમાકુના સેવનના કારણે મૃત્યુ પામે છે. તમાકુના સેવનથી દેશમાં દર વર્ષે ૧૦ લાખ લોકો મૃત્યુ પામે છે. પ્રત્યેક સિગારેટ એક વ્યક્તિના ૧૧ મિનિટ જેટલા જીવનનો ઘટાડો કરે છે.આશરે ૧૮ ટકા હાઇરફિલ્ડના વિદ્યાર્થીઓ સિગારેટ અને તમાકુનું સેવન કરે છે. દસમાંથી નવ ફેફસાના કેન્સર માટે તમાકુ જવાબદાર હોય છે. તમાકુનું સિગારેટ,બીડી,ગુટખા અને હુક્કા જેવા ઘણા બધા સ્વરૂપોમાં સેવન કરવામાં આવે છે. તમાકુમાં નિકોટીન નામનો એક અત્યંત નશાવાળો પદાર્થ હોય છે. નિકોટીન થોડા સમય માટે ખુબ આનંદ આપે છે પરંતુ લાંબા સમયે તે હદય, ફેફસાં, પેટ અને જ્ઞાનતંતુઓ પર વિપરીત અસર કરે છે. વ્યક્તિને શારીરિક અને ભાવનાત્મક રૂપે નિકોટીન નું વ્યસન થઇ જાય છે અને તેના કારણે ઘણી બધી સ્વાસ્થ્યની ગંભીર અસર ઘેરી વળે છે. તમાંકુના સેવનથી ઉધરસ સાથે ગળામાં બળતરાની શરૂઆત થવી,શ્વાસમાંથી ગંધ આવવી અને કપડાંમાંથી ગંધ આવવી,ચામડી કરચલીવાળી થવી, કેન્સર, દાંતો પીળાં થઈ જવા,ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ જેમ કે હદયની બિમારી,શ્વાસનળીમાં સોજો આવવો, ન્યુમોનિયા, આંચકા આવવાં જેવી તમાકુની ખરાબ અસરો થઇ શકે છે.
તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, તમાકુંની આદત છોડવી મુશ્કેલ બાબત નથી. તેમાં નિકોટીન એક મજબુત ઝેરી વ્યસન છે. કોઇ પણ વ્યક્તિ યોગ્ય ઉપચારો અને અભિગમપૂર્વક વળગીને વ્યસનને છોડાવવા માટે ધૈર્યની સાથે ઈચ્છાશક્તિ રાખે તો તમાકુનુ વ્યશન છોડી શકે છે.

તસવીરઃ- વંદના નીલકંઠ વાસુકિયા

Related posts

શાળા પ્રવેશ અને કન્યા કેળવણી મહોત્સવે વિદ્યાર્થીઓને શિક્ષણના હાર્દમાં પ્રસ્થાપિત કરવાનું કામ કર્યુ  : શિક્ષણ મંત્રી

aapnugujarat

આ વર્ષે મે માસમાં તાપમાન ૪ ડિગ્રી વધ્યું

aapnugujarat

इस वर्ष ३१ लाख टन मूंगफली के उत्पादन का अनुमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1