Aapnu Gujarat
બ્લોગ

એનપીએ બની મુસીબતનું મુખ્ય કારણ

બેંકોએ સરેરાશ ૯.૮૫ ટકા લોન ફસાયેલી હોવાનું કારણ ભારત એવા દેશોના સમૂહમાં જોડાઈ ગયું છે કે જે દેશોના નોન-પરફોર્મિંગ એસેટ્‌સ ખૂબ વધારે છે. માત્ર યૂરોપિયન યૂનિયનના ચાર દેશ જ આ મોર્ચે ભારતથી આગળ છે. આ લિસ્ટમાં સમાવિષ્ટ, પોર્ટુગલ, ઈટાલી, આયરર્લેંડ, ગ્રીસ અને સ્પેનને પિગ્સ પણ કહેવામાં આવે છે.રેટિંગ્સ એજંસી કેરના એક શોધપત્ર અનુસાર ભારતનો એનપીએ રેશિયો હાઈ એનપીએ વાળા દેશોમાં સૌથી વધારે છે. ભારતના એનપીએમાં રીસ્ટ્રક્ચર્ડ એસેટ્‌સ પણ સમાવિષ્ટ નથી જે એનપીએથી આશરે ૨ ટકા વધારે છે. પિગ્સ દેશોમાં સ્પેનની બેડ લોનનો રેશિયો ભારતથી ઓછો છે.
કેરના મુખ્ય અર્થશાસ્ત્રી મદન સબનૈવિસે રિપોર્ટમાં જણાવ્યું કે એનપીએની સમસ્યાની ગંભીરતાને આખા તંત્રમાં ફસાયેલા એસેટ્‌સના સંપૂર્ણ સ્તરના રૂપમાં જોઈ શકાય છે. ૨૦૧૫માં જ્યારે રિઝર્વ બેંક ઓફ ઈંડિયાએ એસેટ્‌સ ક્વોલિટી રેકગ્નિશનની વાત કહી ત્યારથી આ એસેટ્‌સની ઓળખ કરવાની ગતીમાં વધારો નોંધાયો છે. યૂરોપીય રાષ્ટ્રોમાં બેડ લોન્સની સમસ્યા ખૂબ જૂની છે જ્યારે આપણા ત્યાં માત્ર બે વર્ષ પહેલા જ આની ઓળખ થઈ શકી છે.બેંકોની ફસાયેલી લોનની વસૂલાત અને ડિફોલ્ટરો સામે કાર્યવાહી કરવાની દિશામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના પ્રયાસ ઝડપી કરી દીધા છે. આરબીઆઈએ જારી સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે, તેની આંતરિક સલાહકાર સમિતિએ સૌથી વધુ એનપીએવાળા ૫૦૦ ખાતાને અલગ તારવ્યા છે, જેની સામે ઈનસોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ અંતર્ગત કાર્યવાહી કરવાની ભલામણ કરવામાં આવશે. એટલું જ નહીં, મીટિંગ દરમિયાન એક ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો કે, ૧૨ ખાતાધારકો પાસેથી જ કુલ એનપીએના ૨૫ ટકા ભાગ વસૂલવાનો થાય છે. એટલે કે ૧૨ ખાતાધારકો જ કુલ બેડ લોનનો એક ચતુર્થાંશ ભાગ દબાવી રાખ્યો છે. આરબીઆઈ મુજબ ૮ લાખ કરોડ રૂપિયામાંથી ૬ લાખ કરોડ રૂપિયા સાર્વજનિક બેંકોના છે.આરબીઆઈની સમિતિએ આ લોકોની સામે તાત્કાલિક પ્રભાવથી દેવાળિયાપણાથી નિપટવા માટે બનેલા કાયદા અંતર્ગત કાર્યવાહી કરવાની ભલામણ કરી. આરબીઆઈએ કહ્યું કે, બેંકોને અન્ય ડિફોલ્ટર્સ સામે કાર્યવાહી કરવા માટે છ મહિનાની અંદર પ્લાન તૈયાર કરવા કહેવાયું છે. કેન્દ્રિય બેંકે કહ્યું કે, સમિતિની ભલામણોના આધાર પર ડિફોલ્ટર્સ તરીકે ઓળખ કરાયેલા ખાતાધારકો સામે ઈનસોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ અંતર્ગત કાર્યવાહી માટે કહેવામાં આવશે.પ્રાથમિકતાથી ચલાવાશે કેસોઆ કેસોને નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલમાં પ્રાથમિકતાની સાથે ચલાવવામાં આવશે. કેન્દ્રિય બેંકે કહ્યું કે, આવનારા દિવસોમાં આવા ડિફોલ્ટર્સની સામે કાર્યવાહીનું સમગ્ર ફ્રેમવર્ક જારી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, રિઝર્વ બેંક મોટા ડિફોલ્ટરોની યાદી તૈયાર કરવામાં લાગેલું છે અને તેની સામે ઈનસોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે.રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને બેંકોના એનપીએ માટે બેંકર્સ અને આર્થિક મંદી સાથે નિર્ણય લેવામાં યુપીએ અને એનડીએ સરકારની સુસ્તીને જવાબદાર ગણાવી છે. રઘુરામ રાજને સંસદીય સમિતિને આપેલા જવાબમાં જણાવ્યું કે સૌથી વધારે બેડ લોન ૨૦૦૬-૨૦૦૮ વચ્ચે આપવામાં આવી. ઉલ્લેખનીય છે કે એનપીએ સમસ્યા પર સરકાર અને વિપક્ષ વચ્ચે જંગ જામેલી છે. વડાપ્રધાન મોદીએ એનપીએ માટે યુપીએ સરકારને જવાબદાર ગણાવી તો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોદી સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.એસ્ટિમેટ કમિટીના ચેરમેન મુરલી મનોહર જોષીને મોકલવામાં આવેલી નોટમાં રઘુરામ રાજને જણાવ્યું કે કોલસાની ખાણોની વહેંચણી સાથે તપાસની આશંકા સાથે જોડાયેલી વિભિન્ન સમસ્યાઓના કારણે યુપીએ અને ત્યારબાદ એનડીએ સરકારમાં નિર્ણય લેવામાં મોડુ થયું. તેમણે જણાવ્યું કે આનાથી રોકાયેલી પરિયોજનાઓનો ખર્ચ વધ્યો.રાજને જણાવ્યું કે સૌથી વધારે બેડ લોન ૨૦૦૬-૨૦૦૮ વચ્ચે આપવામાં આવી જ્યારે આર્થિક વિકાસ મજબૂત હતો અને પાવર પ્લાંટ્‌સ જેવા ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્‌સ સમય પર પોતાના બજેટની અંદર જ પૂર્ણ થઈ ગયા હતા. રાજને જણાવ્યું કે આ દરમિયાન બેંકોએ પણ ઘણી ભૂલ કરી. રાજને જણાવ્યું કે તેમણે પૂર્વ વિકાસ અને ભવિષ્યના પ્રદર્શન અને ખોટી ગણતરી કરી. તેઓ પ્રોજેક્ટમાં વધારે ભાગ લેવા ઈચ્છતા હતા. હકીકતમાં ઘણીવાર તેમણે પ્રમોટર્સના રોકાણ બેંકોના પ્રોજેક્ટ્‌સ રિપોર્ટના આધાર પર જ કોઈપણ તપાસ કર્યા વગર જ સાઈન કરી દીધા.રાજને એક ઉદાહરણ આપતા જણાવ્યું કે એક પ્રમોટરે મને જણાવ્યું કે કેવી રીતે બેંકોએ તેની સામે ચેકબુક આપતા જણાવ્યું હતું કે તેઓ એ જણાવે કે તેમને કેટલું ઉધાર જોઈએ છીએ. રાજને જણાવ્યું કે આ પ્રકારના ફેઝમાં દુનિયાભરના ઘણા દેશોમાં આવી ભૂલ થઈ.રાજને આ મામલે વધુ વાત કરતા જણાવ્યું કે દુર્ભાગ્યવશ વિકાસ હંમેશા અનુમાન અને અપેક્ષાઓ અનુસાર નથી થતો. મજબૂત વૈશ્વિક વિકાસ બાદ આર્થિક મંદી આવી અને આની અસર ભારત પર પણ પડી. રાજને જણાવ્યું કે ઘણા પ્રોજેક્ટ્‌સ માટે મજબૂત ડિમાંડ પ્રોજેક્શન અવ્યવહારિક હતી કારણ કે સ્થાનિક માંગણીઓમાં ઘટાડો થયો હતો.રાજને જણાવ્યું કે નિશ્ચિતરુપે બેંક અધિકારી અતિ આત્મવિશ્વાસુ બની ગયા હતા અને તેમણે સંભવતઃ આમાંથી કેટલીક લોન આપવા મામલે ખાસ્સી ઓછી તપાસ કરી હતી. ઘણી બેંકોએ સ્વતંત્ર રુપે આંકલન ન કર્યું અને એસબીઆઈ કેપ્સ અને આઈડીબીઆઈને તપાસની જવાબદારી સોંપાઈ. આ પ્રકારના આંકલનની આઉટસોર્સિંગ પ્રણાલીની કમજોરી છે.તો એનપીએમાં ફરીથી વૃદ્ધિ રોકવા માટે જરુરી પગલાઓને લઈને રઘુરામ રાજને સલાહ આપી કે સરકારી બેંકોમાં પ્રશાસન અને પ્રોજેક્ટ્‌સના આંકલન અને દેખરેખની પ્રક્રિયામાં સુધારો લાવવાની જરુરિયાત છે. તેમણે રિકવરી પ્રક્રિયાને મજબૂત બનાવવાના પક્ષમાં પણ વાત કરી.દેશની મોટા ભાગની કંપનીઓ ફંડની પોતાની જરૃરિયાત પૂરી કરવા માટે બેંકો પર જ નિર્ભર છે, પરંતુ બેડ લોનનો વધતો આંકડો બેંકોના નફા પર અસર કરી રહ્યો છે. આ લોનના કારણે નાના કારોબારીઓને પણ લોન લેવામાં મુશ્કેલી થઈ રહી છે. આ સ્થિતિ એવા સમયે ઉભી થઈ છે જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા ખરાબ સમયમાંથી પસાર થઈ રહી છે.મોદી સરકાર સામે નવી નોકરીઓ ઉભી કરવાનો પડકાર ઉભો થયો છે.બેંકો માટે સ્થિતિ આગળ વધારે બગડી શકે છે.
આરટીઆઈ દ્વારા મળેલી જાણકારી અનુસાર ભારતીય બેંકોની બેડ લોન વધારે પડતી સ્ટીલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની છે. સમીક્ષકોએ નાના કારોબારીની વધતી બેડ લોનને લઈને પણ ચેતવણી આપી છે. તેમના અનુસાર મોટા કારોબારીઓ જેમ જો નાના કારોબારીઓની પણ બેડ લોન વધે છે તો તેનાથી અર્થવ્યવસ્થાના વિકાસ દરની વૃદ્ધિ વધારે ધીમી પડી શકે છે. બેડન લોન એવી લોનને કહેવામાં આવે છે જ્યાં હપ્તાની ચૂકવણી કરવામાં આવતી બંધ થઈ ગઈ હોય. કોઈ લોનને ત્યારે બેડ લોનની શ્રેણીમાં મૂકવામાં આવે છે જ્યારે તે લોનની ચૂકવણીની સંભાવનાઓ ન દેખાતી હોય.
જાહેર ક્ષેત્રની બેંકોની એનપીએની સમસ્યા વધી રહી છે તેવા અહેવાલો વચ્ચે એક સકારાત્મક બાબત બહાર આવી છે. એક આરટીઆઈના જવાબમાં માલૂમ પડ્યું છે કે ૨૦૧૭-૧૮માં પીએસયુ બેંકોએ ડિફોલ્ટરો પાસેથી વાસ્તવિક રીકવરી કરીને એનપીએમાં ૬૪,૧૦૬ કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જોકે તેમ છતાં કુલ એનપીએ ૮,૯૫,૬૦૧ કરોડ રૂપિયા રહી છે. રિઝર્વ બેંકે ૨૪ ઓગસ્ટે આપેલા આંકડા મુજબ ૨૦૧૬-૧૭માં એનપીએમાં ૫૩,૨૫૦ કરોડનો ઘટાડો કરાયો હતો અને ૨૦૧૫-૧૬માં ૪૦,૯૦૩ કરોડ રૂપિયાની એનપીએ ઘટાડાઈ હતી.રિઝર્વ બેંકે તેના વાર્ષિક રિપોર્ટમાં કહ્યું છે કે ભારત વિદેશી સીધા રોકાણ માટે પસંદગીનું ડેસ્ટિનેશન બની રહ્યું છે, કારણ કે સ્થાનિક કન્ઝમ્પ્શનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં હવે મોમેન્ટમ જોવા મળી રહ્યું. સર્વિસીઝ અને કૃષિ ક્ષેત્રે પણ આગેકૂચ જોવા મળી રહી છે. આ બધાને કારણે કન્ઝમ્પ્શન માંગ મજબૂત છે. ૨૦૧૭-૧૮માં ભારતમાં ૩૭.૩ અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું. તેના અગાઉના વર્ષમાં ૩૬.૩ અબજ ડોલરનું એફડીઆઈ આવ્યું હતું. ભારત એફડીઆઈના મામલે આકર્ષક ડેસ્ટિનેશન બની રહ્યું છે. એફડીઆઈ આકર્ષવાના મામલે ૨૦૧૭માં ભારત ૧૦મા ક્રમે રહ્યું છે. ગ્રીનફિલ્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ મામલે તે અમેરિકા અને ચીન કરતાં પણ આગળના ક્રમે રહ્યું છે.
રિઝર્વ બેંકે કહ્યું હતું કે ચાલુ વર્ષે પ્રવર્તી રહેલી આર્થિક સ્થિતિને કારણે બેંકોની એનપીએ(નોન પરફોર્મિંગ એસેટ્‌સ) કે બેડ લોનમાં હજી વધારો થશે. રિઝર્વ બેંકે કહ્યું હતું કે એનપીએ અને માર્ક-ટુ-માર્કેટ નુકસાન પેટે વધારે જોગવાઈને કારણે બેંકોનો નફો ધોવાઈ રહ્યો છે અને તેમની ખોટ વધી રહી છે. બેંકોને થોડી રાહત આપતા રિઝર્વ બેંકે તેમને એમટીએમ નુકસાન ત્રીજા ક્વાર્ટરથી શરૂ કરીને ચાર ક્વાર્ટર સુધી વિસ્તારવા મંજૂરી આપી છે.રિઝર્વ બેંકે હાથ ધરેલી સ્ટ્રેસ ટેસ્ટમાં માલૂમ પડ્યું છે કે વર્તમાન આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં શિડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકોની ગ્રોસ એનપીએ વધે તેવી શક્યતા છે. શિડ્યૂલ્ડ કોમર્શિયલ બેંકોની ગ્રોસ એનપીએ ૩૧ માર્ચ, ૨૦૧૮ના રોજ ૧૦,૪૫,૫૨૮ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. ત્રણ વર્ષ પહેલાં એનપીએ ૩,૨૩,૪૬૪ કરોડ રૂપિયા હતી. રિઝર્વ બેંકનું રિવાઈઝ્‌ડ પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન ફ્રેમવર્ક એપ્રિલ-૨૦૧૭થી અમલી બન્યું હતું, જે અંતર્ગત જે પીએસયુ બેંકોની બેલેન્સ શીટ ખરાબ છે તેમને તેમનો બિઝનેસ વિસ્તારવા સહિતની પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકી દેવાયો છે. એનપીએ કાબુમાં લેવા રિઝર્વ બેંકે સ્ટ્રેસ્ડ એસેટ્‌સના રેઝોલ્યૂશન(ઉકેલ) માટેની માર્ગદર્શિકામાં પણ ફેરફાર કર્યા છે.
સંસદીય સમિતિએ તાજેતરમાં રિઝર્વ બેંકનો ઉધડો લીધો હતો અને બેડ લોનની સમસ્યા શરૂ થઈ તેના પર તેણે ધ્યાન જ ન આપ્યું તેમ કહ્યું હતું. એસેટ ક્વોલિટી રિવ્યૂ ડિસેમ્બર-૨૦૧૫માં હાથ ધરાયું તે પહેલાં બેડ લોનની સમસ્યા ઉકેલવા રિઝર્વ બેંકે કોઈ પગલાં કેમ ન લીધા તેવો સવાલ સમિતિએ કર્યો હતો. અગાઉ તેણે કેમ પગલાં ન લીધા તે નક્કી કરવું પડશે. સમિતિમાં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ પણ સભ્ય છે. માર્ચ-૨૦૧૫થી માર્ચ-૨૦૧૮ વચ્ચે પીએસયુ બેંકોની એનપીએમાં ૬.૨ લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. તેને કારણે ૫.૧ લાખ કરોડ રૂપિયાની નોંધપાત્ર જોગવાઈ કરવી પડી છે.૩૧ માર્ચ ૨૦૧૮ના અંતે પ્રાઈવેટ અને સરકાર હસ્તકની બેંકોએ ૨૦૦૭થી રૂા. ૪,૯૫,૯૧૫ કરોડની લોન માફ કરી છે. જે ૪૧૭૫ ટકાનો વધારો દર્શાવે છે.૨૦૦૭મા આવી લોન કે જે માફ કરવામાં આવી હતી તે રૂા. ૧૧૬૦૦ કરોડની હતી. રેટીંગ એજન્સી આઈસીઆરએ એ પોતાના એક રીપોર્ટમાં જણાવાયુ છે. જાહેર ક્ષેત્રની બેંકોએ ૨૦૧૭-૧૮માં રૂા. ૧,૨૦,૧૬૫ કરોડની લોન માફ કરી છે. જે લોન ડાઉટફુલ રીકવરી કેટેગરીમા હોય તેની બેંકો સામાન્ય રીતે રાઈટ ઓફ કરી દેતી હોય છે. કોર્પોરેશન બેંકના પૂર્વ ચેરમેન અને એમડી પ્રદીપ રામનાથે જણાવ્યુ છે કે, આ એક ટેકનીકલ સ્વરૂપની બાબત છે. આ એક બુક એડજસ્ટમેન્ટ પણ કહી શકાય. જ્યારે પણ બેડ લોન રાઈટ ઓફ કરી દેવામાં આવે છે તો તે બેંકના ચોપડામાંથી દૂર થઈ જાય છે.બેંકને ટેક્ષના લાભ પણ મળે છે. જો કે લોન માફ કરી દીધા પછી પણ બેંક રીકવરીના પગલાઓ ભરવાનું ચાલુ જ રાખતી હોય છે. ગત નાણાકીય વર્ષ જાહેર ક્ષેત્રની બેંકો માટે અત્યંત મુશ્કેલ ભર્યુ રહ્યુ હતું. સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ ૨૦૧૭-૧૮માં રૂા. ૪૦,૨૮૧ કરોડની લોનનુ નાહી નાખ્યુ હતું. જ્યારે કૌભાંડગ્રસ્ત પંજાબ નેશનલ બેંકે ૭૪૦૭ કરોડની લોન રાઈટ ઓફ કરી હતી. જ્યારે ઈન્ડીયન ઓવરસીઝ બેંકે રૂા. ૧૦,૩૦૭ કરોડ માંડવાળ કર્યા હતા. છેલ્લા ૧૨ વર્ષમાં સ્ટેટ બેંકે રૂા. ૧,૨૯,૫૮૪ કરોડની લોન માંડવાળ કરી છે.
જ્યારે બેંક ઓફ ઈન્ડીયાએ રૂા. ૨૮,૯૫૫ કરોડ તો કેનેડા બેંકે રૂા. ૨૬,૬૭૨ કરોડની લોન માંડવાળ કરી છે.૧૨ વર્ષમાં પંજાબ નેશનલ બેંકે રૂા. ૨૬,૪૩૨ કરોડની લોનનું નાહી નાખ્યુ છે. માર્ચ ૧૮ના અંતે પ્રાઈવેટ બેંકોએ રૂા. ૨૩,૯૨૮ કરોડની લોન માંડવાળ કરી છે.
અગાઉના વર્ષે રૂા. ૧૩,૧૧૯ કરોડ માંડવાળ કર્યા હતા. છેલ્લા ૧૨ વર્ષમા પ્રાઈવેટ બેંકોએ રૂા. ૮૦,૫૯૧ કરોડની લોન માંડવાળ કરી છે. માર્ચ ૨૦૧૮ના અંતે એકસીઝ બેંકે રૂા. ૧૧,૬૮૮ કરોડ તો આઈસીઆઈસીઆઈ બેંકે રૂા. ૯૧૧૦ કરોડ માફ કર્યા છે. બેંકોનું કહેવુ છે કે, માંડવાળ કરેલ લોનની રીકવરી અત્યંત ખરાબ હોય છે. જે લોનની રીકવરી થઈ શકતી નથી તેને બેંક માંડવાળ કરતી હોય છે.
લોન લેનારને આ બાબતે જાણ કરવામાં આવતી નથી. જ્યારે પણ લોન માંડવાળ કરવામાં આવે તો તે એનપીએમાં ગણવામાં આવતી નથી. જ્યારે રીકવરી શરૂ થાય તો તે બેંકના નફામાં ઉમેરાય છે તેમ જાહેર ક્ષેત્રની બેંકના એક સીઈઓએ જણાવ્યુ છે. જો કે જે રીતે લોન માંડવાળ કરવામાં આવે છે તે રીતની ઘણી ટીકા થતી હોય છે. ટેકનીકલ રાઈટ ઓફ જેવુ હોતુ નથી. આ એક બીન પારદર્શી અને કોઈ નીતિ વગરની પ્રક્રિયા હોય છે. સામાન્ય રીતે લોકોના નાણા માંડવાળ કરવામાં આવતા હોય છે તેથી ટીકા પણ વ્યાજબી હોય છે. નાણાકીય વર્ષ ૨૦૧૮માં બેંકોનું એનપીએ રૂા. ૧૦.૩ લાખ કરોડ થવા પામ્યુ છે જે કુલ લોનના ૧૧.૨ ટકા છે. અગાઉના વર્ષે એનપીએ ૮ લાખ કરોડ હતુ તે લોનના ૯.૫ ટકા હતું. અત્રે એ નોંધનીય છે કે માર્ચ ૨૦૧૮ના અંતે જાહેર ક્ષેત્રની બેંકોની ખોટ રૂા. ૮૭૦૦૦ કરોડ હતી.ભારતનું બેન્કિંગ સેક્ટર હાલમાં જોખમ વાળા કર્જા(એનપીએ)ની ગંભીર સમસ્યામાંથી પસાર થઇ રહ્યું છે. ગયા ૧૦ નાણાકીય વર્ષોમાં દેશના સરકારી અને ખાનગી ક્ષેત્રની બેંકોને કુલ ૪,૮૦,૦૯૩ કરોડ રૂપિયા બંધ ખાતામાં નાખવામાં આવ્યા છે. આમાં સૌથી વધારે નુકસાન સાર્વજનીક ક્ષેત્રોની બેંકોને થયું છે. સરકારી બેંકોએ આ દરમિયાન ૪,૦૦,૫૮૪ કરોડ રૂપિયાની બેડ લોન આપી હતી. અને રૂપિયા ૭૯,૪૯૦ કર્રોડની બેડ લોન ખાનગી બેંકોએ આપી હતી.
દસ નાણાકીય વર્ષોમાં છ વર્ષ યુપીએ-૨ ની સરકાર હતી જયારે છેલ્લા ચાર નાણાકીય વર્ષથી નરેન્દ્ર મોદી સત્તામાં છે. રેટિંગ એજન્સી આઈસીઆરએના આંકડાઓ જોઈએ તો મોદી સરકારની બેડ લોન આપવાની ઝડપ મનમોહન સરકાર કરતા વધારે છે.વર્ષ ૨૦૦૯ થી ૨૦૧૪ સુધી યુપીએ-૨ની સરકાર હતી અને ડો. મનમોહન સિંહ દેશના પ્રધાનમંત્રી હતા. આઈસીઆરએ દ્વારા મેળવવામાં આવેલા આંકડાઓ મુજબ, મનમોહન સિંહના સમય દરમિયાન સરકારી અને ખાનગી બેંકોએ કુલ ૧,૨૨,૭૫૩ કરોડ રૂપિયાની બેડ લોન આપવામાં આવી હતી. આમાંના લગભગ એક લાખ કરોડની લોન ફક્ત સાર્વજનિક ક્ષેત્રની બેંકોની હતી. આંકડાઓ મુજબ, આ દરમિયાન સરકારી બેંકોને ૯૭,૨૦૯ કરોડ રૂપિયાની લોન બંધ ખાતાઓમાં નાખવામાં આવી હતી. જયારે ખાનગી બેંકોએ ૨૫,૫૪૨ કરોડ રૂપિયાની લોન બંધ ખાતાઓમાં નાખવી પડી હતી.નરેન્દ્ર મોદીએ મે ૨૦૧૪માં દેશો દોરીસંચાર હાથમાં લીધો હતો. આ દરમિયાન એનપીએને બંધ ખાતામાં નાખવાની પ્રક્રિયા તુલનાત્મક રૂપથી ઝડપી થઇ હતી. પીએમ મોદીના અત્યાર સુધીના શાસનકાળમાં ૩,૫૭,૩૪૧ કર્રોડ રૂપિયા બંધ ખાતામાં નંખાઈ ચુક્યા છે. એમાં પણ સરકારી બેંકોની હિસ્સેદારી ખાનગી બેંકો કરતા વધારે છે. આટલા સમય દરમિયાન સરકારી બેંકોએ કુલ ૩,૦૩,૩૯૪ કરોડ રૂપિયા બંધ ખાતાઓમાં નાખવામાં આવ્યા હતા. ખાનગી બેંકોએ આ સમય દરમિયાન કુલ ૫૩,૯૪૭ કરોડ રૂપિયાની લોન બંધ ખાતાઓમાં નાખવી પડી હતી. આટલું કર્યા પછી પણ બેન્કિંગ સેક્ટરમાં એનપીએની સમસ્યા ખતમ થઇ નથી.આર્થિક ગતિવિધિઓને ગતિ આપવા માટે લોનનું ખુબ મહત્વ હોય છે. પરંતુ બેંકો માટે જયારે સંબંધિત લોનને વસુલવાનું મુશ્કેલ થઇ જાય છે ત્યારે લોનને બંધ ખાતામાં નાખી દેવામાં આવે છે. જણાવી દઈએ કે લોન ને બંધ ખાતામાં નાખવાનો મતલબ એવો નથી કે હવે લોનની વસુલી નહિ થઇ શકે, પરંતુ આ એક ટેકનીકલ પગલું હોય છે. આની મદદથી અકાઉન્ટ બુકને વ્યવસ્થિત કરવામાં આવે છે. જયારે કોઈ જોખમ વાળા કર્જાને બંધ ખતમાં નાખવામાં આવે છે ત્યારે એ રકમ અકાઉન્ટ બૂકમાંથી બહાર થઇ જાય છે. આ કારણે બેંકોને ટેક્સમાં રાહત મળે છે.ગુજરાતમાં ગ્રોસ નોનરુપફોૅમિંગ એસેટસ (એનપીએ)નું પ્રમાણ ગત વષેૅ વઘ્યું છે. સ્ટેટ લેબલ બેંકસૅ કમીટી(એસએલબીસી)ના રિપોટૅ મુજબ જુનના અંતે પુરા થયેલા ર૦૧૮રુ૧૯ના નાણાકીય વષૅના પ્રથમ કવાટૅરમાં ગ્રોસ એનપીએ રૂા. ૩૭,૩૪ર કરોડ હતી. ર૦૧૭રુ૧૮ના સમાંતર ગાળાની તુલનામાં બેડ લોન આ રીતે રૂા. ર,૦૦૦ કરોડ વધી હતી. ર૦૧૮રુ૧૯ના પ્રથમ કવાટૅરમાં રાજયમાં બેંકોએ રૂા.પ.૪૬ કરોડનું ધીરાણ આપ્યું હતું. ર૦૧૭રુ૧૮ના પ્રથમ કવાટૅસમાં ધીરાણ રૂા. ૪.૭૭ લાખ કરોડ હતું. એક વષૅના ગાળામાં ગ્રોસ એનપીએ આંકડામાં વઘ્યું હતું, પણ બાકી ધીરાણ સામે નોનરુ પફોૅમિંગ એસેટની ટકાવારી ર૦૧૮રુ૧૯માં આગલા વષેૅ ૭.૪%થી ઘટી ૬.૯% થઈ હતી. જૂન ર૦૧૮માં કવાટૅરમાં બેડ લોન માચૅ ર૦૧૮એ પુરા થયેલા કવાટૅરની સરખામણીએ રૂા. ર,૧રર કરોડ વધી, માચૅ ર૦૧૮મા રૂા. પ.૩૯ લાખ કરોડના ધીરાણ સામે નોન પફોૅમિંગ એસેટ રૂા. ૩પ,રપ૦ કરોડ હતી. માચૅ ર૦૧૯એ પુરા થયેલા કવાટૅરમાં ૬.પ૩% સામે ર૦૧૮રુ૧૯ના પ્રથમ કવાટૅરના અંતે બાકી ધીરાણ સામે એનપીએની ટકાવારી સીમાંત વધી હતી. બેંકરોના જણાવ્યા મુજબ એકાઉન્ટ બુકસ ચોખ્ખી કરવા તેમના પર દબાણ છે. મોટાભાગના ક્ષેત્રો જીએસટીની અસરમાંથી બેઠા થયા છે, પણ કેટલાક ક્ષેત્રો હજુ પણ છે. ખાસ કરીને માઈક્રો સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઈઝીઝ હજુ પુરી રીતે બેઠા થયા નથી.

Related posts

MORNING TWEET

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

આસિયાન પર ભારતનો પ્રભાવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1