Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ટોળાં દ્વારા થતી હત્યામાં સામેલ લોકો પોતાને રાષ્ટ્રવાદી કહી ના શકે : ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ નાયડુએ કહ્યું કે ધૃણા અને ટોળાં દ્વારા થતી હત્યામાં પકડાતા લોકો પોતાને રાષ્ટ્રવાદી કહી શકે નહીં. સાથે જ તેમણે કહ્યું કે આવી ઘટનાઓને રોકવા માટે ફક્ત કાયદો જરૂરી નથી, પરંતુ સામાજિક વ્યવહારમાં પણ પરિવર્તન લાવવુ ખૂબ જ આવશ્યક છે. ઉપરાષ્ટ્રપતિએ ટોળાં દ્વારા થતી હત્યાની ઘટનાઓ પર થતી રાજનીતિની નિંદા કરતાં કહ્યું કે આવી ઘટનાઓને રાજકીય પાર્ટીઓ સાથે ના જોડવી જોઈએ.તેમણે કહ્યું, ‘સામાજિક પરિવર્તનની જરૂર છે. આ ટોળાં દ્વારા થતી હત્યા પાર્ટીના કારણે થતી નથી. તમે જેવુ આ પાર્ટી સાથે જોડો છો એટલે આ મુદ્દો ખત્મ થઈ જાય છે. હું ખૂબ જ સ્પષ્ટતાપૂર્વક જણાવુ છુ કે આવુ જ થઈ રહ્યું છે.’નાયડુએ કહ્યું, ‘ટોળાં દ્વારા થતી હત્યાને રોકવા માટે સામાજિક વ્યવહારમાં પરિવર્તન લાવવુ પડશે. જ્યારે તમે બીજી વ્યક્તિની હત્યા કરી રહ્યાં છો તો તમે પોતાને કેવી રીતે રાષ્ટ્રવાદી કહી શકો છો. ધર્મ, જાતિ, રંગ અને લિંગના આધારે તમે ભેદભાવ કરો છો. રાષ્ટ્રવાદ, ભારત માતાની જયનો અર્થ વધારે વ્યાપક છે.’ તેમણે કહ્યું કે જેમાં કેટલીક વસ્તુને ફક્ત કાયદા દ્વારા લડી શકાય છે. જેની પર રોક લગાવવા સામાજિક પરિવર્તન જરૂરી છે.છેલ્લા થોડાક વર્ષથી દેશના અલગ-અલગ શહેરોમાં ટોળાં દ્વારા થતી હત્યાની ઘટનાઓને લઈને સરકાર કોંગ્રેસ સહિત તમામ વિરોધી પાર્ટીઓના નિશાને છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા ૧ વર્ષમાં નવ રાજ્યમાં થયેલી ટોળાં દ્વારા થતી હત્યાની ઘટનાઓમાં ૪૦ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.નાયડૂએ કહ્યું, ‘જ્યારે નિર્ભયા ઘટના સામે આવી હતી, ચોતરફ નિર્ભયા કાયદાની માંગને લઈને લોકોનો અવાજ બુલંદ બન્યો હતો. નિર્ભયા કાયદો બની ગયો, પરંતુ શું તેઓ રોકાયા? હું રાજનીતિમાં પડવા માંગતો નથી. આ બધી ઘટનાઓને સામે લાવવાની રાજકીય પાર્ટીઓની પોતાની એક પદ્ધતિ છે. મારું કહેવુ છે કે ટોળાં દ્વારા થતી હત્યાને રોકવા માટે એક બિલ અથવા કાયદાની જરૂર નથી, તેના માટે રાજકીય ઈચ્છાશક્તિ, વહીવટી કુશળતાની જરૂર છે અને ત્યારે જ સામાજિક બુરાઈને ખત્મ કરી શકાય. મેં સંસદમાં આ કહ્યું હતું.ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, ‘મારા મત મુજબ રાષ્ટ્રવાદ અથવા ભારત માતાની જયનો અર્થ ૧૩૦ કરોડ લોકોની જય છે. જાતિ, સંપ્રદાય, લિંગ, ધર્મ અથવા ક્ષેત્રના આધારે કોઈ પણ ભેદભાવ રાષ્ટ્રવાદની વિરુદ્ધ છે.

Related posts

તંગદિલીની વચ્ચે નાથુલા રસ્તેથી કૈલાશ માનસરોવર યાત્રા રદ થઇ

aapnugujarat

શંકરાચાર્યના પદે સ્વામી સ્વરૂપાનંદ અને વાસુદેવાનંદ અવૈધઃ અલ્હાબાદ હાઇકોર્ટ

aapnugujarat

નવાદા બેઠક ઉપરથી જ ચૂંટણી લડીશ : ગિરિરાજ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1