Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

તંગદિલીની વચ્ચે નાથુલા રસ્તેથી કૈલાશ માનસરોવર યાત્રા રદ થઇ

સિક્કિમમાં નાથુલાના રસ્તાથી કૈલાશ માનસરોવરની યાત્રાને રદ કરી દેવામાં આવી છે. એક અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ભારત અને ચીન વચ્ચે સરહદી વિવાદને લઇને ચાલી રહેલી ખેંચતાણઁ વચ્ચે આ નિર્ણય લેવામા આવ્યો છે. ભારત અને ચીનના સૈનિકો હાલમાં આમને સામને છે. આ નિર્ણયના કારણે શ્રદ્ધાળુઓમાં નિરાશા ફેલાઇ ગઇ છે. નાથુલા માર્ગ મારફતે એક જટિલ અને મુશ્કેલ યાત્રા બાદ ભગવાન શિવાના આવાસ ગણાતા પર્વતીય ક્ષેત્રની યાત્રા કરવાની ઇચ્છા ધરાવતા ૪૦૦થી વધારે શ્રદ્ધાળુઓ માટે નિરાશાજનક બાબત છે. એક સરકારી અધિકારીએ કહ્યુ છે કે આ વર્ષે સિક્કિમમાં નાથુલા મારફતે કેલાશ માનસરોવરની યાત્રા થશે નહી. પરંતુ ઉત્તરાખંડમાં લુપુલેખ મારફતે તીર્થયાત્રા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આગળ વધશે. સિક્કિમ-ભુટાન-તિબેટ ટ્રાઈ જંક્શન ઉપર ભારત અને ચીન વચ્ચે તંગદિલી છે ત્યારે બંને દેશોએ પોતાના દુરગામી વિસ્તારોમાં સૈનિકોનો ખડકલો કરી દીધો છે. ભારતીય સેનાના વડા બિપીન રાવતે ગઇકાલે ગંગટોક સ્થિત ૧૭ માઉન્ટેઇન ડિવિઝન અને કલિમપોંગ સ્થિત ૨૭ માઉન્ટેઇન ડિવિઝનની યાત્રા કરીને સ્થિતિની સમીક્ષા કરી હતી. ભારતીય સેનાએ હાલમાં કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે. જનરલ રાવતે યાત્રા વેળા ૧૭ ડિવિઝનમાં સૈનિકોની તૈનાતી ઉપર ધ્યાન આપ્યું હતું. ૨૦મી જૂનના દિવસે બંને દેશોના કમાન્ડરો વચ્ચે ફ્લેગ મિટિંગ થઇ હતી પરંતુ તે ફ્લોપ રહી હતી.જમ્મુ કાશ્મીરથી અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ભારત ચીન સરહદ આવેલી છે. અરુણાચલમાં દલાઈ લામાની યાત્રાથી પણ બેજિંગ લાલઘૂમ થયું હતું. સિક્કિમ સરહદ પર ચીન અને ભારતીય સૈનિકોની વચ્ચે ખેંચતાણની ઘટના વચ્ચે ચીને ગઇકાલે સરહદ પર તંગદીલી વચ્ચે ધમકી આપી હતી કે જ્યાં સુધી ભારત તેની સેનાને હટાવશે નહી ત્યાં સુધી તેની સાથે વાતચીત કરવામાં આવશે નહી. હચમચી ઉઠેલા ચીને સરહદની નજીક તિબેટમાં એક હળવા વજનાવાળા યુદ્ધ ટેન્કનુ પરિક્ષણ પણ કર્યુ હતું. ચીનના ગઇકાલના નિવેદન બાદ જ માનવામાં આવી રહ્યું હતું કે, કૈલાશ માનસરોવર યાત્રા આગળ વધી શકશે નહીં અને આજે ધારણા પ્રમાણે જ નાથુલા માર્ગ મારફતે કૈલાશ માન સરોવરની યાત્રાને રદ કરવાનો નિર્ણય કરાયો હતો. સિક્કિમમાં ડોંગલોંગમાં બન્ને દેશોની સેના વચ્ચે હાલમાં ધક્કામુક્કી પણ થઇ ચુકી છે. ડોકા લાને ચીન પોતાના વિસ્તાર તરીકે ગણે છે.
ડોકા લામાં ચીન દ્વારા બાનાવવામાં આવી રહેલા માર્ગ પર ભુટાનના વિરોધ બાદ તેની અવગણના કરીને ચીને કહ્યુ હતુ કે આ માર્ગનુ નિર્માણ કાયદાકીય રીતે ચીનની સરહદની અંદર કરવામાં આવી રહ્યુ છે. ડોકા લા ચીન અને ભૂટાનની વચ્ચે પણ એક વિવાદાસ્પદ સ્થળ તરીકે છે. ચીને તિબેટમાં એક ૩૫ ટનના યુદ્ધ ટેન્કનુ પરિક્ષણ કરીને તંગદીલીને વદારી દેવાના પ્રયાસ કર્યા છે. બંને દેશોના સૈનિકો વચ્ચે ધક્કામુક્કીની ઘટના પણ બની છે જેથી સ્થિતિ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. બંને દેશોના આશરે ૩૦૦૦-૩૦૦૦ સૈનિક આમને સામને છે. ભારતની બાજુએ ભારતીય સેનાના એક જુના બંકરને ચીને દૂર કરી દીધું છે. તેની વિનંતીને સ્વિકારવા ભારતીય સેનાએ ઇન્કાર કર્યા બાદ બુલડોઝરનો ઉપયોગ કરીને સિક્કિમમાં ભારત, ચીન અને ભૂટાનના સ્થળે ભારતીય ચોકીના બંકરને દૂર કરી દેવામાં આવ્યો છે.

Related posts

હું અત્યારે માયવતીને પીએમ બનાવવાનાં કામમાં વ્યસ્ત છું : અખિલેશ

aapnugujarat

गांधी परिवार है कश्मीर समस्या के लिए दोषीः स्मृति ईरानी

aapnugujarat

આર્યન ખાનની ડ્ર્રગ્સ કેસમાં ધરપકડ કરનારા સમીર વાનખેડે સામે CBI નોંધી ભષ્ટ્રાચારની ફરિયાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1