Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

શંકરાચાર્યના પદે સ્વામી સ્વરૂપાનંદ અને વાસુદેવાનંદ અવૈધઃ અલ્હાબાદ હાઇકોર્ટ

અલ્હાબાદ હાઈકોર્ટે શંકરાચાર્યની પંસદગીમાં મોટો નિર્દેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્યોતિષપીઠ બદ્રિકાશ્રમના શંકરાચાર્ય પદ પર ત્રણ માસમાં પસંદગી કરવાનો નિર્દેશ આપ્યો છે.અલ્હાબાદ હાઈકોર્ટની જસ્ટિસ સુધીર અગ્રવાલ અને જસ્ટિસ કે. જે. ઠાકુરની ખંડપીઠે સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીની અપીલનો આંશિકપણે સ્વીકાર કરતા નિર્દેશ આપ્યો છે. અલ્હાબાદ હાઈકોર્ટે જ્યોતિષ પીઠના શંકરાચાર્ય પદ માટે સ્વામી વાસુદેવાનંદ સરસ્વતી અને સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીની પસંદગીને કાયદેસરની માની નથી. હાઈકોર્ટે તેમની પસંદગીને ગેરકાયદેસર ગણાવી છે.હાઈકોર્ટે ક્હ્યું છે કે, અખિલ ભારત ધર્મ મહામંડળ અને કાશી વિદ્વત પરિષદના યોગ્ય સંન્યાસી બ્રાહ્મણને ત્રણેય પીઠોના શંકરાચાર્યોની મદદથી નવા શંકરાચાર્ય ઘોષિત કરવાનો આદેશ આપ્યો છે.
કોર્ટે કહ્યું છે કે, આમા ૧૯૪૧ની પ્રક્રિયા અપનાવવામાં આવે. કોર્ટે નવા શંકરાચાર્યની નિમણૂક થવા સુધી યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદિ શંકરાચાર્ય દ્વારા ઘોષિત ચાર પીઠોને કાયદેસરની પીઠ માની છે.કોર્ટે સ્વયંઘોષિત શંકરાચાર્યો પર પણ કટાક્ષ કર્યો છે. કોર્ટે સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી અને સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીને જ્યોતિષપીઠના કાયદેસરના શંકરાચાર્ય માન્યા નથી. હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારનો કહ્યું છે કે, તેઓ ભોળીભાળી જનતાને ઠગનારા બનાવટી બાબાઓ પર અંકુશ લગાવે. નકલી શંકરાચાર્યો અને મઠાધીશો પર પણ અંકુશ લગાવે. મઠોની સંપત્તિનું ઓડિટ કરાવવામાં આવે.હાઈકોર્ટે સ્વામી વાસુદેવાનંદ સરસ્વતીને છત્ર ચંવર સિંહાસન ધારણ કરવા પર અધિનસ્થ કોર્ટ તરફથી લગાવાયેલી રોકને ચાલુ રાખી છે. અલ્હાબાદ હાઈકોર્ટે શંકરાચાર્ય પદના મામલે ચુકાદો આપતા કહ્યું છે કે, જ્યાં સુધી ત્રણ માસમાં પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે નહીં, ત્યાં સુધી સ્વામી વાસુદેવાનંદ શંકરાચાર્ય પદે રહેશે.

Related posts

મંત્રી બનવાની કોઈ ઈચ્છા નથી, બીજેપી અધ્યક્ષપદે જ ખુશ છુંઃ અમિત શાહ

aapnugujarat

CCD રેડ : ૬૫૦ કરોડની બિનહિસાબી આવક શોધાઈ

aapnugujarat

अकबरुद्दीन पर केस दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1