Aapnu Gujarat
બ્લોગ

રાત્રે જંકફૂડ ખાવાની આદત મતલબ અનેક બીમારીઓને આમંત્રણ

જો તમને રાત્રે સુતા પહેલા જંક ફૂડ ખાવાની આદત છે તો સાવધાન થઈ જાઓ. આનાથી ના માત્ર તમારી તબીયતને નુકશાન થાય છે, સાથે તમારી ઊંઘ પર પણ તે ફૂડ ખુબ જ અસર કરે છે. આ રીતની લાઈફસ્ટાઈલથી તમને મેદસ્વીતા, ડાયાબિટીસ અને અને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનોર્ સામનો કરવો પડી શકે છે. રાત્રે જંકફૂડ ખાવાથી અનેક પ્રકારની બીમારીઓને તમે આમંત્રણ આપો છો. રાત્રે જંકફૂડ ને અવોઇડ કરવું જોઇએ.આ વિષય પર અમેરિકાના એરિજોના યુનિવર્સિટીમાં મનોચિકિત્સા એક્સપર્ટ માઈકલ એ ગ્રેંડનરે કહ્યું કે, પ્રયોગશાળાના અભ્યાસમાં બહાર આવ્યું છે કે, રાત્રે જંક ફૂડની લાલચના કારણે ઊંઘમાં ઘટાડો થાય છે, જે આગળ જઈને રાત્રે અસ્વાસ્થકર નાસ્તાની આદતમાં બદલાઈ શકે છે અને આનાથી મેદસ્વીતા વધી શકે છે.
ગ્રેંડનરે કહ્યું કે, ખરાબ ઊંઘ, જંક ફૂડની લાલચ અને રાત્રીના સમયે અસ્વાસ્થ્યકર નાસ્તા વચ્ચેનો સંબંધ એક મહત્વપૂર્ણ રીતને પ્રસ્તુત કરી શકે છે, કે ઊંઘ મેટાબોલિઝમની ક્રિયાના નિયમનનમાં મદદ કરે છે. રાત્રીના સમયે જંકફૂડ ખાવાના કારણે તે પાચન ક્રિયા પર ખૂબ ઊંડી અસર કરે છે.અન્ય વિગતો અનુસાર ફોન પર કરવામાં આવેલા આ અભ્યાસને બાલ્ટીમોરમાં એસોસિએટેડ પ્રોફેસનલ સ્લીપ સોસાયટીઝ એલએલસી(એપીએસએસ)ની ૩૨ મી વાર્ષીક બેઠકમાં પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. આમાં ૩,૧૦૫ વયસ્કો પાસેથી લેવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.જો તમે પણ એવું ઈચ્છતા હોવ કે મેદસ્વીતા ન વધે તો રાત્રે જંક ફૂડ ના ખાવું અને રાત્રે હંમેશા ઝડપી પચી શકે તેવો હળવો ખોરાક જ લેવાની આદત પાડો. રાત્રે જંક ફૂડ ખાવાથી વજન વધે છે સાથે સાથે અનેક પ્રકારની સમસ્યાઓ પણ સર્જાય છે.

Related posts

भ्रष्टाचार खत्म ऐसे होगा

aapnugujarat

मंत्री बनाये वो मेरा अन्नदाता, भाड में जाए मतदाता- मै तो चला जिधर चले सत्ता..!

aapnugujarat

ગમ્મત સાથે જ્ઞાન પીરસતા પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ.. : મનીષા વાઘેલા

editor

Leave a Comment

UA-96247877-1