Aapnu Gujarat
ગુજરાત

કેલનપુરમાં યોજાયુ વિરાટ અભયમ મહિલા સંમેલન

વડોદરા જિલ્લામાં ૮૩૪૭ મહિલાઓને અભયમ ટીમે મદદ કરી

રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા પ્રશાસન વડોદરાના સંયુક્ત ઉપક્રમે દાદા ભગવાન સત સ્થાનક કેલનપુર ખાતે માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાનના અધ્યક્ષશ્રી દલસુખભાઇ પ્રજાપતિના અધ્યક્ષસ્થાને વિરાટ અભયમ મહિલા સંમેલન યોજાયું હતું.

માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થાનના અધ્યક્ષશ્રી દલસુખભાઇ પ્રજાપતિએ જણાવ્યું કે, મહિલા સુરક્ષા અને મહિલાઓના સશક્તિકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. રાજ્ય સરકારે મહિલાઓની સુરક્ષા માટે ૧૮૧ અભયમ હેલ્પલાઇન ઉપરાંત ટેકનોલોજીના વિનિયોગથી ૧૮૧ અભયમ મોબાઇલ એપ લોન્ચ કરી છે જે મહિલાઓ માટે મુશ્કેલીની પરિસ્થિતિમાં ઉપયોગી નીવડશે.

શ્રી પ્રજાપતિએ મહિલાઓ ઘેરબેઠા સ્વરોજગાર કરી આર્થિક રીતે પગભર થાય તે માટે ૧૬૪ પ્રકારના ધંધા-રોજગાર માટે ગ્રામ્ય ટેકનોલોજી સંસ્થાન દ્વારા કુશળ તાલીમ આપવામાં આવે છે તેનો સવિશેષ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, આ તાલીમ મેળવવા માટે ગામડાઓમાં ૩૦ મહિલાઓના જુથને કૌશલ્યલક્ષી તાલીમ દ્વારા સ્વરોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇનને જુલાઇ-૧૮ સુધીમાં ૪૦.૮૩ લાખ કોલ મળ્યા છે. જે પૈકી ૪,૨૧,૧૮૪ મહિલાઓને અભયમ ટીમે સેવા આપી ૮૫૨૩૦ કેસોમાં મદદ કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં અભયમ ટીમને ૩૮૪૪૩ કોલ મળ્યા હતા જે પૈકી ૮૩૪૭ મહિલાઓને સ્થળ પર અભયમ ટીમ દ્વારા મદદ કરવામાં આવી છે.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પન્નાબેન ભટ્ટે મહિલાઓને સ્વબચાવ માટે ૧૮૧ અભયમ હેલ્પલાઇન અને ૧૮૧ અભયમ મોબાઇલ એપનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

રાજ્ય સરકારે સમગ્ર દેશમાં એક પહેલ તરીકે મહિલા સુરક્ષા માટે ૧૮૧ અભયમ હેલ્પલાઇનની સેવા ઉપરાંત ૧૮૧ અભયમ મોબાઇલ એપ લોન્ચ કરી છે એવી જાણકારી આપતાં કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે જણાવ્યું કે, આ એપ મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાં મદદરૂપ થશે. કલેકટરશ્રીએ મહિલાઓ માટે સુરક્ષા યોજનાઓ ઉપરાંત રાજ્ય સરકારે મહિલાઓ માટે અમલમાં મુકેલ સામાજિક શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી આપી હતી.

આ અવસરે ઉપસ્થિત મહિલાઓને ૧૮૧ અભયમ મોબાઇલ એપ અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ પ્રસંગે મહિલા રમતવીરો સહિત મહિલા સુરક્ષા ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરેલ મહિલાઓ, મહિલાઓને મદદરૂપ સંસ્થાઓનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવા સાથે સખીમંડળોને ચેક વિતરણ તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને ગેસ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું મહિલાલક્ષી યોજનાકીય પ્રદર્શન સહિત સ્વબચાવ-રક્ષણ માટે કરાટે તેમજ મહિલા પોલીસ દ્વારા સ્વરક્ષણના નિદર્શનો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિતોએ પોષણ અભિયાન હેઠળ કુપોષણમુક્ત ગુજરાત માટે સંકલ્પ લીધા હતા.

પ્રારંભમાં સૌનો આવકાર કરતાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી કીરણ ઝવેરીએ જણાવ્યું કે, મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં અગ્રેસર છે. અભયમ મહિલા હેલ્પલાઇન અને અભયમ એપ મહિલાઓને મુશ્કેલ પરિસ્થિતિમાંથી ઉગારવામાં મદદરૂપ થશે.

આ અવસરે જિલ્લા પંચાયતની વિવિધ સમિતિના અધ્યક્ષો, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિરાટ સંખ્યામાં નારી શક્તિ ઉમટી પડી હતી.

Related posts

રામ મંદિર અયોધ્યામાં બનવું જોઇએ : રામદેવ

aapnugujarat

આજવા સરોવરની આસપાસની ખુલ્લી જમીનો ખાનગી કંપનીને પધરાવી દીધી

aapnugujarat

राजपुत समाज के संमेलन में एक लाख लोग उपस्थित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1