Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સીએનજી,પીએનજી,વીજળીના ભાવમાં વધારો થશે

સરકાર ઘરેલુ નેચરલ ગેસના ભાવમાં ઓક્ટોબરથી ૧૪ ટકાનો વધારો કરી શકે છે જેના લીધે સીએનજીના ભાવ વધી શકે છે અને વીજળી અને યુરિયા ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થઇ શકે છે. મોટા ભાગના નેચરલ ગેસના ઘરેલુ ઉત્પાદકોને ચૂકવવામાં આવતી કિંમતમાં મિલીયન બ્રિટીશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ) દીઠ પહેલી ઓક્ટોબરથી ૩.૫ ડોલર સુધીનો વધારો કરાય તેવી શક્યતા છે, જે હાલમાં ૩.૦૬ ડોલર છે એમ આ ઘટનાથી જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. અમેરિકા, રશીયા અને કેનેડામાં ગેસ સરપ્લસમાં સરેરાશ દરને આધારે નેચરલ ગેસના ભાવ દર છ મહિને નિર્ધારિત કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભાવ વધારાના ૨૮ સપ્ટેમ્બરના રોજ જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ભારત ઘરેલું દરથી બમણા ભાવે અર્ધાથી ઉપરના ગેસની આયાત કરે છે.
નેચરલ ગેસનો ભાવ એમએમબીટીયુદીઠ ૩.૫૦નો ભાવ પહેલી ઓક્ટોબરથી શરૂ થતા છ મહિના સુધી નિર્ધારિત કરવામાં આવશે અને ઓક્ટોબર ૨૦૧૫થી માર્ચ ૨૦૧૬થી અત્યાર સુધીમાં સૌથી વધુ હશે જ્યારે ઘરેલુ ઉત્પાદકોને એમએમબીટીયુદીઠ ૩.૮૨ ડોલરનો ભાવ ચૂકવવામાં આવતો હતો.
કિંમતમાં કરાયેલો વધારો ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પ (ઓએનજીસી) અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા ઉત્પાદકોની કમાણીમાં વધારો કરશે પરંતુ તેનાથી સીએનજીના ભાવમાં પણ વધારો થશે, જે નેચરલ ગેસનો કાચા માલ તરીકે ઉપયોગ કરે છે. તેનાથી યુરિયા અને વીજળીના ખર્ચમાં વધારો થશે. ગેસના ભાવ એપ્રિલ-સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાનમાં એમએમબીટીયુદીઠ ૩.૦૬ ડોલર હતા, જે અગાઉના છ મહિનામાં ૨.૮૯ ડોલરના સ્તરે હતા. તે ત્રણ વર્ષમાં ફક્ત બીજો વધારો હતો. સરકાર પણ ડીપસિ જેવા મુશ્કેલ વિસ્તારમાં મળી આવતા અવિકસિત ગેસ માટે વૈકલ્પિક ઇંધણ પર નિયંત્રિત ભાવમાં વધારો કરે તેવી શક્યતા છે, જેને પ્રવર્તમાન પ્રાઇસિંગ ફોર્મ્યુલા અનુસાર વિકાસ કરવો આથક રીતે પોસાય તેમ નથી એમ સૂત્રોએ જણાવ્યું હતું.

Related posts

देश में टुकड़े-टुकड़े गैंग का समर्थन करने वाली कांग्रेस : सीतारमण

aapnugujarat

દેશમાં કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં ૧.૬૦ લાખથી વધુ કેસ નોંધાયા

editor

दिल्ली में आज भी जहरीली हवा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1