Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

કેરળ પુર : જીડીપી ગ્રોથમાં ૧ ટકાનો ઘટાડો થઇ શકે

કેરળમાં અભૂતપૂર્વ પુરના કારણે ભારે નુકસાન થઇ ચુક્યું છે. કેરળમાં અભૂતપૂર્વ નુકસાનના કારણે જીડીપી ગ્રોથમાં એક ટકાનો ઘટાડો થવાની ચિંતા એક રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. કેરળ સરકાર જીએસટી ઉપર ૧૦ ટકા સેસ લાગૂ કરવા અને સ્પેશિયલ લોટરીની શરૂઆત કરવાની યોજના ધરાવે છે. ઇન્સ્યોન્સ ક્લેઇમનો આંકડો ૧૦૦૦ કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે. અયપ્પાના શ્રદ્ધાળુઓને હાલમાં સબરીમાલા મંદિરમાં ન જવા માટે કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી ૨૬૦૦ કરોડ રૂપિયાના ખાસ પેકેજની માંગણી કરવામાં આવી ચુકી છે. નાણામંત્રાલય દ્વારા કસ્ટમ ડ્યુટી-જીએસટીથી કેરળ માટે ચીજવસ્તુઓની રાહત આપવા માટે વિચારી રહી છે. કેરળના મુખ્યમંત્રી કહી ચુક્યા છે કે, ૨૦૦૦૦ કરોડથી વધુનું નુકસાન થઇ ચુક્યું છે. કેરળમાં જનજીવન હવે ફરીવાર પાટા ઉપર આવી રહ્યું છે પરંતુ દેશ વિદેશથી લોકો અને રાજ્યો તરફથી મદદનો સિલસિલો જારી રહ્યો છે. જુદી જુદી રાજ્ય સરકારો દ્વારા મદદની અપીલ કરવામાં આવી છે. ઝારખંડના મુખ્યમંત્રી દ્વારા કેરળના પુરપીડિતોને મદદ કરવા માટે સૂચના આપવામાં આવી છે. વરસાદ સંપૂર્ણપણે રોકાઈ ગયો છે ત્યારે હવે પુનઃનિર્માણ અને પુનઃવસવાટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. મોટી સંખ્યામાં લોકો પોતાના આવાસ પર પરત ફરી રહ્યા છે.
નેશનલ ક્રાઇસીસ મેનેજમેન્ટ કમિટિ દ્વારા નિવેદનો જારી કરવામાં આવી રહ્યા છે. ઓપરેશન મદદ નામથી સહાયરુપે મોટુ ઓપરેશન ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના ભાજપના સભ્યો દ્વારા તેમના પગાર ડોનેટ કરવાની જાહેરાત કરી છે. સુપ્રીમના જજ પણ કેરળ પુર રાહત ફંડમાં યોગદાન આપવાની જાહેરાત કરી ચુક્યા છે.

Related posts

रिलायंस इंडस्ट्री बना दुनिया का दूसरा सबसे बड़ा ब्रांड

editor

ગુજરાતમાં આ મંદિરમાં ભગવાનને વસ્ત્રો ધરાવવા માટે ઓનલાઇન બુકિંગ શરૂ કરવામાં આવ્યું

editor

પેટ્રોલ-ડીઝલમાં ફરી વધારો : શિવસેનાનાં આકરા પ્રહારો જારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1