Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પેટ્રોલ-ડીઝલમાં ફરી વધારો : શિવસેનાનાં આકરા પ્રહારો જારી

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં આજે પણ ભાવ વધારાનો દોર જારી રહ્યો હતો. ભાવ વધારાની બાબત હવે સામાન્ય બની ગઈ છે. આજે પણ કોઇ રાહત મળી ન હતી. દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૮૦.૫૦ રૂપિયા પ્રતિલીટર થઇ ગઈ હતી જ્યારે ડીઝલની કિંમત ૭૨.૬૧ રૂપિયા થઇ ગઇ છે. શનિવારના દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમત ક્રમશઃ ૮૦.૩૮ અને ૭૨.૫૧ રૂપિયા રહી હતી. આવી જ રીતે મુંબઈમાં પેટ્રોલની કિંમત ૮૭.૮૯ રૂપિયા થઇ ગઇ છે જ્યારે ડીઝલની કિંમત ૭૭.૦૯ રૂપિયા થઇ છે. એક દિવસ પહેલા પેટ્રોલની કિંમત ૮૭.૭૭ અને ડીઝલની કિંમત ૭૬.૯૮ રૂપિયા રહી હતી. કોલકાતા અને ચેન્નાઈમાં પણ આવી સ્થિતિ સર્જાયેલી છે. રાજસ્થાનના પાટનગર જયપુરમાં પણ કિંમતોમાં વધારો થયો છે. અહીં પેટ્રોલ ડીઝલની કિંમત ક્રમશઃ ૮૩.૫૪ અને ૭૭.૪૩ થઇ છે. અમદાવાદમાં પેટ્રોલ ડીઝલની નવી કિંમતો ક્રમશઃ ૭૯.૬૪ અને ૭૭.૯૨ રૂપિયા થઇ છે. ફ્યુઅલની કિંમતમાં નવેસરનો વધારો હવે આંતરરાષ્ટ્રીય ક્રૂડની કિંમતમાં તીવ્ર વધારાના સંબંધમાં છે.પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધારો એવા સમય પર કરવામાં આવી રહ્યો છે જ્યારે લોકસભા અને કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં આની સીધી અસર થઇ શકે છે. ભાજપ સરકાર આને લઇને સાવધાન રહે તે જરૂરી છે. ક્રુડ ઓઇલની કિંમત પણ વધી રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થતા હાલત કફોડી બની રહી છે. સામાન્ય ચૂંટણી નજીક છે ત્યારે કિંમતોમાં વધારો મોદી સરકારની ગણતરી ઉંઘી વાળી શકે છે. કારણ કે લોકો પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધતા ભાવના કારણે પરેશાન છે. આંતરરાષ્ટ્રીય પરિબળો આના માટે મુખ્યરીતે જવાબદાર છે પરંતુ ભાવમાં વધારાને કાબુમાં લેવા માટે સરકારને પગલા લેવાની જરૂર દેખા રહી છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં અવિરત વધારો કરવામાં આવી રહ્યો છે. કિંમતોમાં વધારો થવા માટે આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. સાથે સાથે ડોલરની સરખામણીમાં રૂપિયામાં પણ ઘટાડો થઇ રહ્યો છેપેટ્રોલિયમ કંપનીઓને વધારે નાણાં ખર્ચ કરીને ઓઇલ ખરીદવાની ફરજ પડી રહી છે. રૂપિયામાં ઘટાડાના પરિણામ સ્વરુપે તેલ કંપનીઓને ક્રૂડ માટે ડોલરમાં ચુકવણી કરવા માટે વધારે નાણા ખર્ચ કરવા પડી રહ્યા છે. ઇરાનની તેલ નિકાસ ઘટી છે જેના પરિણામ સ્વરુપે ઉછાળો આવી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ ઉપર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી લાગૂ કરે છે જ્યારે રાજ્ય સરકારો વેટ અને અન્ય સેસ લાગૂ કરે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો નવી ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે ત્યારે સરકારે પેટ્રોલ અને ડીઝલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં કાપ મુકવા માટે કોઇ સંકેત આપ્યો નથી. વર્તમાનમાં પેટ્રોલ ઉપર એક્સાઇઝ ડ્યુટીમાં લેવીનો આંકડો ૧૯.૪૮ રૂપિયા પ્રતિલીટર છે જ્યારે ડીઝલ ઉપર લેવીનો આંકડો પ્રતિલીટર ૧૫.૩૩નો રહ્યો છે. મુંબઈમાં પેટ્રોલ ઉપર સૌથી હાઈએસ્ટ વેટ છે. વેટનો આંકડો ૩૯.૧૨ ટકાનો રહેલો છે. તેલંગાણામાં વેટનો આંકડો ડીઝલ પર ૨૬ ટકાનો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોની સામે એકબાજુ વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર ઉપર તેજાબી પ્રહારો કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ એનડીએના સાથી પક્ષ શિવસેનાએ પણ આકરા પ્રહારો કર્યા છે. સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરીને શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં સરકારની ટિકા કરી છે. શિવસેનાએ હવે મુંબઈના માર્ગો ઉપર કેન્દ્ર સરકારની સામે અનેક જગ્યા ઉપર હોર્ડિંગ લગાવ્યા છે. શિવસેનાએ આ પોસ્ટર અને હોર્ડિંગમાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી કિંમતોનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે સારા દિવસોને લઇને પ્રશ્નો પણ કર્યા છે. શિવસેના તરફથી મુંબઈના અનેક મુખ્ય શહેરોમાં મુકવામાં આવેલા પોસ્ટરમાં યુપીએ સરકારના સમયે પેટ્રોલ અને ડીઝલ તેમજ ગેસના મુદ્દા ઉપર કિંમતોનો ઉલ્લેખ કર્યો છે. શિવસેનાએ ૨૦૧૪ અને ૨૦૧૮માં પેટ્રોલ અને ડીઝલની કિંમતોનો ઉલ્લેખ કરતા સરકાર ઉપર પ્રશ્નો ઉઠાવ્યા છે. શિવસેના અને શિવસેનાની યુવા પાંખ દ્વારા જારી આ પોસ્ટર અને હોર્ડિંગ્સને શહેરના મુખ્ય ચાર રસ્તા પર મુકવામાં આવ્યા છે. જાહેર સ્થળો ઉપર પણ આ પોસ્ટરો મુકવામાં આવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના વધતા જતાં ભાવને લઇને સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે સાથી પક્ષો પણ મેદાનમાં આવી ગયા છે. આજે પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં વધુ વધારો કરવામાં આવ્યો હતો.
મુંબઈમાં પેટ્રોલની કિંમત નવી રેકોર્ડ સપાટી ઉપર પહોંચી ગઈ છે. મુંબઈમાં સૌથી વધુ વધારો થઇ ચુક્યો છે. દેશના વાણિજ્ય પાટનગર ગણાતા મુંબઈમાં લોકો વધતી જતી કિંમતોને લઇને હવે પ્રશ્નો ઉઠાવી રહ્યા હોવાનો આક્ષેપ શિવસેના તરફથી કરવામાં આવ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતની વધતી કિંમતોની સામે વિરોધ પક્ષો કેન્દ્ર સરકાર ઉપર હવે આકરા પ્રહાર કરી રહ્યા છે.

Related posts

નક્સલ ફંડિંગ પર બ્રેક મુકવા કેન્દ્ર સરકાર સજ્જ

aapnugujarat

હું ૨-૩ કરોડ લોકોને દર વર્ષે રોજગાર આપી શકુ છુંઃ યશવંત સિંહા

aapnugujarat

राष्ट्रपति चुनावः नीतीश के रुख से कांग्रेस पार्टी बेचैन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1