Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ચીનની બેલ્ટરોડ યોજનાથી મલેશિયા બહાર નીકળ્યું

ચીનના પ્રમુખ શી જિંગપિંગની અતિમહત્વકાંક્ષી બેલ્ટરોડ યોજનાને મોટો ફટકો પડ્યો છે. કારણ કે, મલેશિયાએ પણ તેમાથી બહાર નીકળી જવાનો નિર્ણય કર્યો છે. પોતાની ચીનની યાત્રામાં છેલ્લા દિવસે આ અંગેની માહિતી આપવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, ભારત સહિત દુનિયાના અનેક દેશોને ચીનના આ પ્રોજેક્ટને લઇને વાંધો છે. ભારત ગિલગિટ અને બાલકિસ્તાન તથા પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર વિવાદાસ્પદ ક્ષેત્રમાંથી પસાર થનાર ચીનની આ યોજનાને લઇને તમામ દેશોને અને ખાસ કરીને ભારતે જોરદાર વાંધો ઉઠાવ્યો છે. અખંડતાની સામે આ વિરુદ્ધમાં હોવાની વાત પણ કરવામાં આવી રહી છે. એવી શંકા વ્યક્ત કરવામાં આવી રી છે કે, ચીન આ યોજનાને ચલાવવા માટે આપવામાં આવતી જંગી રકમને લોન ટ્રેકની જેમ ઉપયોગ કરવામાં માને છે. મલેશિયન વડાપ્રધાન માહિતર મોહમ્મદે પૈસાનો મામલો રજૂ કરીને યોજનાને રદ કરી દેવાની જાહેરાત કરી છે. મહાતિરે કહ્યું છે કે, ચીનના પ્રમુખ અને વડાપ્રધાન બંને સાથે આ મુદ્દે વાતચીત કરવામાં આવી ચુકી છે અને તેમના નિર્ણયને સ્વીકારી પણ લેવામાં આવ્યો છે. આ પહેલા ચીન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, મૂડીરોકાણ બંને દેશો માટે ખુબ ફાયદાકારક રહેશે. આ પ્રોજેક્ટમાં ૨૦ અબજ ડોલરના ઇસ્ટ-કોસ્ટ રેલ લિંક અને ૨.૩ અબજ ડોલરની બે એનર્જી પાઇપલાઈન બનનાર છે. જે પહેલાથી જ અડચણરુપ છે. મહાતિરનું કહેવું છે કે, આમા ખુબ વધારે પડતા પૈસા ખર્ચ થનાર છે જેથી અમે આ ખર્ચ ઉપાડવાની સ્થિતિમાં નથી. આજ કારણસર મલેશિયા આ પ્રોજેક્ટમાં હાલ સામેલ થશે નહીં. બીજી બાજુ આ પ્રોજેક્ટને લઇને અન્ય દેશોમાં વાંધો ઉઠાવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Related posts

ઇઝરાયેલે તેના સૈન્ય માટે એક જાસૂસ સેટેલાઇટ લોન્ચ કર્યો

editor

उ. कोरिया का दावा, नए मल्टीपल रॉकेट लॉन्चर का परीक्षण किया

aapnugujarat

ઈસ્લામનો થઈ રહ્યો છે ખોટો ઉપયોગ : ઈમરાન

editor

Leave a Comment

UA-96247877-1