Aapnu Gujarat
મનોરંજન

હુમા કુરેશી વેબ સીરીઝમાં જોવા મળશે

ફિલ્મો અને ટીવી સિરિયલોની સાથે સાથે હવે વેબ સીરીઝની બોલબાલા વધારે દેખાઇ રહી છે. ચાહકો પણ ડિજિટલ પ્લેટફોર્મ પર ખુબ સક્રિય થઇને આગળ આવી રહ્યા છે. સાથે સાથે રસ લઇ રહ્યા છે. આવી સ્થિતીમાં અનેક કલાકારો પણ ભારે રસ સાથે વેબ સીરીઝમાં એન્ટ્રી કરી રહ્યા છે. ભારતમાં હાલના દિવસોમાં નેટફ્લિક્સ અને અમેજન ડિજિટલ ખુબ લોકપ્રિય થઇ રહ્યા છે. મનોરંજન ઇન્ડસ્ટ્રીઝના મોટા સ્ટાર પણ વેબ સીરીઝમાં કામ કરી રહ્યા છે. હવે આ યાદીમાં હુમા કુરેશી પણ સામેલ થઇ ગઇ છે. રિપોર્ટમાં કહેવા મુજબ હુમા કુરેશી નેટફ્લીક્સની સાથે પોતાના આગામી પ્રોજેક્ટને લીલીઝંડી આપી ચુકી છે. જેને દિપા મહેતા દ્વારા નિર્દેશિત કરવામાં આવનાર છે. જો કે હજુ સુધી આ પ્રોજેક્ટને લઇને કોઇ પણ પ્રકારની વિગત જાહેર કરવામાં આવી નથી. હુમા કુરેશી બોલિવુડમાં હવે એક આશાસ્પદ સ્ટાર તરીકે ઉભરી રહી છે. હુમા કુરેશીના પ્રોજેક્ટ પર વાત કરવામાં આવે તો જાણી શકાય છે કે તે કેટલીક નવી ફિલ્મમાં કામ કરી રહી છે. છેલ્લે હુમા કુરેશી દોબારા નામની ફિલ્મમાં નજરે પડી હતી. હુમા કુરેશી આશાસ્પદ સ્ટાર તરીકે રહી છે. હુમા કુરેશી બોલિવુડમાં લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહી છે. તેની પ્રથમ ફિલ્મ મારફતે જ તે લોકપ્રિય થઇ ગઇ હતી.
હવે તે જુદી જુદી ભાષાની ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. તે હાલમાં ટીવીના કેટલાક શોમા ંપણ ભાગ લઇ રહી છે. બોલિવુડમાં તમામ મોટા સ્ટાર પણ તેની એક્ટિગથી પ્રભાવિત રહ્યા છે. અક્ષય કુમારની સાથે જોલી એલએલબીમાં તે જોરદાર રીતે રોલ કરી ગઇ હતી. તેની પ્રશંસા પણ થઇ હતી. હવે વેબ સીરીઝમાં કામ કરવા ઇચ્છુક છે.

Related posts

સત્તે પે સત્તાની રિમેકમાં કેટરિના-શાહરુખ ચમકશે..!!?

aapnugujarat

મોહનિષ બહેલની પુત્રી પ્રનુતનની એન્ટ્રી થશે

aapnugujarat

अनुष्का के बाद सोनम करेंगी शादी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1