Aapnu Gujarat
મનોરંજન

‘ભારત’ના શુટિંગ અર્થે કેટરીના માલ્ટા પહોંચી

યુવરાજ, મેને પ્યાર ક્યુ કિયા, એક થા ટાગર અને ટાઇગર જિન્દા હે જેવી ફિલ્મમાં સલમાન ખાનની સાથે જોરદાર કેમસ્ટ્રી જગાવી ચુકેલી કેટરીના કેફ હવે શુટિંગના ભાગરૂપે માલ્ટા પહોંચી ગઇ છે. જ્યાં સલમાન ખાન અભિનિત ફિલ્મ ભારત ફિલ્મનુ શુટિંગ ચાલી રહ્યુ છે. આ વખતે સલમાન ખાનના હોમ પ્રોડક્શન હેઠળ ફિલ્મ બની રહી છે. અલી અબ્બાસ જફર ફિલ્મ બનાવી રહ્યા છે. ભારતમાં હવે કેટરીના કેફ સલમાનની સાથે મુખ્ય સ્ટાર તરીકે નજરે પડનાર છે. પહેલા આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે પ્રિયંકા ચોપડાને લેવામાં આવી હતી. જો કે પ્રિયંકા ચોપડાને વધારે મોટા હોલિવુડ પ્રોજેક્ટ હાથ લાગી જતા તે ફિલ્મમાંથી નિકળી ગ છે. ઓગષ્ટની શરૂઆતમાં સલમાન ખાને સોશિયલ મિડિયા પર માલ્ટા ખાતેના ફોટો જારી કર્યા હતા. જેમાં કહેવામાં આવ્યુ હતુ કે તે માલ્ટામાં ફિલ્મના શુટિંગને લઇને વ્યસ્ત છે. હવે કેટરીના કેફ પણ શુટિંગના ભાગરૂપે પહોંચી ગઇ છે. કેટરીના કેફ પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર સેલ્ફી શેયર કરી ચુકી છે. જેમાં તે કહી રહી છે કે તે હવે માલ્ટામાં શુટિંગ કરી રહી છે. ભારત એવી છટ્ઠી ફિલ્મ છે જેમાં સલમાન ખાન અને કેટરીના કેફ સાથે કામ કરી રહ્યા છે. અલી અબ્બાસના નિર્દેશનમાં આ જોડી બીજી વખત સાથે કામ કરી રહી છે. તે પહેલા સલમાન ખાન, કેટરીના કેફની જોડી ટાઇગર જિન્દા હેમાં સાથે નજરે પડી હતી. આ ફિલ્મ બોક્સ ઓફસ પર સુપર હિટ સાબિત થઇ હતી. ફિલ્મમાં પહેલા પ્રિયંકા ચોપડા અભિનેત્રી તરીકે હતી.જો કે પ્રિયંકા ચોપડાએ ફિલ્મ છોડી દીધા બાદ કેટરીના કેફની પસંદગી કરવામાં આવી છે. આ ફિલ્મમાં દિશા પટની પણ કામ કરી રહી છે. પ્રિયંકા ચોપડાએ વધારે ફીની માંગ પણ કરી હતી. જો કે હવે વિવાદ રહ્યો નથી.

Related posts

સલમાન અને પ્રિયંકા ચોપડા ફરીથી સાથે દેખાશે : રિપોર્ટ

aapnugujarat

‘थप्पड़’ की ‘कबीर सिंह’ से तुलना बेमानी : तापसी

aapnugujarat

માતા બન્યા બાદ પ્રથમ વખત પાર્ટીમાં જોવા મળી કરીના કપૂર

editor

Leave a Comment

UA-96247877-1