Aapnu Gujarat
બ્લોગ

આયુષ્માન ભારત હેલ્થકેર યોજના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના ૭૨મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પરથી કરેલા દેશવ્યાપી સંબોધનમાં ઘણી મહત્ત્વની જાહેરાતો કરી. એમાંની એક છે આયુષ્માન ભારત હેલ્થકેર યોજના. પ્રધાનમંત્રી જન સ્વાસ્થ્ય યોજના કે આયુષ્માન ભારત હેલ્થકેર સ્કીમ આવતી ૨૫ સપ્ટેંબરથી શરૂ કરવામાં આવનાર છે. આ યોજનામાં પ્રત્યેક ધારક પરિવારને રૂ. પાંચ લાખનું વાર્ષિક મેડિકલ કવર પૂરું પાડવામાં આવનાર છે. આ યોજના હેઠળ દેશભરમાં ૧૦ કરોડથી વધુ ગરીબ પરિવારોને આવરી લેવાનો સરકારનો લક્ષ્યાંક છે.લાભાર્થી પરિવારોની પસંદગી સામાજિક-આર્થિક જાતિ વસ્તી ગણતરીના ડેટાબેઝના આધારે કરવામાં આવશે.તમામ લાભાર્થીઓને દેશભરમાં તમામ પેનલ પર યાદીબદ્ધ કરાયેલી હોસ્પિટલોમાં સારવાર દરમિયાન કેશલેસ મેડિકલ કવર પૂરું પાડવામાં આવશે.આયુષ્માન ભારત કે નેશનલ હેલ્થ પ્રોટેક્શન સ્કીમને ૨૫ સપ્ટેંબરે ભાજપના આદર્શવાદી નેતા દીનદયાળ ઉપાધ્યાયની જન્મતિથિએ શરૂ કરવામાં આવશે.વડા પ્રધાને કહ્યું છે કે ગરીબીને કારણે જ તેઓ આરોગ્યની કાળજી લઈ શકતા નથી.આ યોજના અમલમાં મૂકાશે ત્યારબાદ એ વિશ્વમાં સૌથી મોટી હેલ્થકેર સ્કીમ બનશે.આયુષ્માન ભારત અંતર્ગત વીમા કવચમાં હોસ્પિટલમાં દાખલ થવા પૂર્વે તથા ત્યારપછીના ખર્ચનો સમાવેશ કરવામાં આવશે.આયુષ્માન યોજનાને શરૂઆતમાં ગરીબ લોકો સીમિત રાખ્યા બાદ ભવિષ્યમાં એનો વ્યાપ વધારીને એમાં લોઅર મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસના લોકોને પણ આવરી લેવામાં આવશે.આયુષ્માન ભારત હેલ્થકેર યોજનાનો ખર્ચ કેન્દ્ર અને રાજ્ય સરકારો મોટા ભાગના રાજ્યોમાં ૬૦ઃ૪૦ના રેશિયોમાં વહેંચી લેશે.ઈશાન ભારત તથા હિમાલય પર્વતમાળામાં આવેલા રાજ્યો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે. ઈશાન ભારતના રાજ્યો તેમજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કશ્મીર રાજ્યો માટે કેન્દ્ર સરકાર ૯૦ ટકા ખર્ચ ભોગવશે.જે કેન્દ્રશાસિત પ્રદેશોમાં એમની પોતાની વિધાનસભા નથી ત્યાં કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત માટેનો પૂરેપૂરો, ૧૦૦ ખર્ચ ભોગવશે.આ યોજના શરૂ થયા બાદ દરેક રાજ્યમાં એમની પોતપોતાની હેલ્થ-પ્રોટેક્શન યોજનાઓ ચાલુ રાખવામાં દેવામાં આવશે.હેલ્થકેર ક્ષેત્રમાં ભારતનો રેકોર્ડ ખુબ જ ખરાબ છે. ભારત પોતાની જીડીપીનો ફક્ત ૧% જ ભાગ સ્વાસ્થ્ય સેવાઓ પર ખર્ચ કરી રહ્યો છે. જે વિશ્વના અન્ય દેશ કરતા ઓછો છે. ખરાબ સ્વાસ્થ્ય અને મોંધી સારવારનાં લીધે ત્રણ થી પાંચ ટકા લોકો ગરીબી રેખાથી નીચે જિંદગી જીવવા મજબુર છે. ગ્રામીણ વિસ્તારનાં લોકો હેલ્થ પર ખર્ચ કરનાર એક ચતુર્થાંસ પૈસા ઉધાર લે છે અથવા સંપતિ વેંચીને કરે છે. ઊભરતાં અર્થતંત્રોની તુલનામાં, ભારતમાં રોગોનું ભારણ વધુ છે. ખાસ કરીને ગરીબોની વચ્ચે. ભારતમાં પ્રાઇવેટ સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે ઘણીબધી અનિયમિત, અપારદાર્શી અને ભ્રષ્ટ છે. એ સિવાય ત્યાં કોઇપણ જાતની રોક-ટોક વગર વધુ પૈસા વસુલવામાં આવે છે. જેનાથી દર્દીઓ અને હોસ્પિટલ સંચાલકો વચ્ચે વિવાદ પણ સર્જાયા હોય તેવા અહેવાલ મળતા હોય છે. એ ઉપરાંત ઉચ્ચ ગુણવત્તાવાળા ખાનગી હોસ્પિટલો મોટા શહેરોમાં અથવા નગરોમાં જોવા મળે છે. પણ ભારતમાં દૂરના વિસ્તારોમાં રહેતા ગરીબ લોકો, આ નવી વીમા યોજના હેઠળ આવી હોસ્પિટલોમાં સારવાર કેવી રીતે મેળવી શકશે તે જોવાનું રહ્યું.જો કે આ યોજનાને યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો પબ્લિક હેલ્થકેર સેક્ટરમાં ક્રાંતિકારી પરિવર્તન આવી શકે તેમ છે અને ગરીબોની સેહતમાં સુધારો થઇ શકે છે.પીએમ મોદીનું ડ્રીમ આયુષ્માન ભારત અને ન્યૂ ઈન્ડિયાનો કન્સેપ્ટ છે. આ મહત્ત્વાકાંક્ષી આયુષ્માન યોજના દ્વારા દેશના કરોડો નાગરિકો અને મતદારોને આકર્ષીને ૨૦૧૯ નો ચૂંટણીજંગ જીતી જવા પીએમ મોદી મક્કમ છે.મોદી પાસે રોજગારી અને ગરીબી નાબૂદીનું મોટું શસ્ત્ર છે. એ ઉપરાંત તેમણે સૌના માટે આરોગ્યનો મંત્ર સ્વીકાર્યો છે જેના કારણ પીએમ મોદી આ વૈતરણી પાર ઉતરી શકે છે. કોંગ્રેસ કે અન્ય પાર્ટીઓ શું કરે છે તેની પીએમ મોદીને ચિંતા નથી કારણ કે તેમની પાસે એક ટ્રમ્પકાર્ડ છે જે આગામી દિવસોમાં વધારે પાવરફુલ બની શકે છે.આયુષ્માન યોજના એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હુકમનું પાનું છે. વડાપ્રધાન મોદી અને ભાજપ આયુષ્માનના સહારે પોતાની સરકારનું આયુષ્ય વધુ પાંચ વર્ષ લંબાવવા કૃતનિશ્ચય છે અને આયુષ્માનની નૌકા દ્વારા ચૂંટણીની વૈતરણી પાર કરવાનો તખતો મોટા પાયે ગોઠવી દીધો છે અને આ માટે યુદ્ધના ધોરણે તૈયારીઓ આરંભી દેવાઈ છે સરકાર દિલ્હીમાં આ માટે ૨૪૦૦ કોલ સેન્ટર ચલાવશે અને આ હેલ્પલાઈન ઉપર મેડિકલ ઈન્સ્યોરન્સ સ્કીમ સાથે સંકળાયેલા લોકોની ફરિયાદો સાંભળવામાં આવશે અને પ્રશ્નોના જવાબો પણ આપવામાં આવશે.

Related posts

ગુજરાતમાં મોદીનો પ્રભાવ રાહુલની અસર

aapnugujarat

तिरंगे का घोर अवमान के लिए एनडीए विधायक के खिलाफ कारवाई होंगी..? ना जी ना..!

aapnugujarat

અઠવાડિયે પાંચ વખત ચોકલેટ ખાવાથી હાર્ટ એટેકનું જોખમ અટકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1