Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં કૂટણખાનુ ઝડપાયું

થોડા સમય પહેલાં જ રાજકોટ અને અરવલ્લી જીલ્લામાંથી સેક્સ રેકેટ ચાલતું હોવાનું પર્દાફાશ થયું હતું જેમાં રાજકોટમાં ૪૦ સ્પા સહિતમાં દરોડા પાડીને ૪૫ વિદેશી યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ અરવલ્લીના મોડાસામાં પણ કુટણખાનું ચાલતું હોવાનું સામે આવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા દરોડા પાડતા એક યુવક અને ગ્રાહક ઝડપાયા હતા તો બીજી તરફ અમદાવાદમાં પણ સીટીએમ વિસ્તાર ખાતેથી કુટણખાનું પકડાયું છે. જેમાં ૧૦ રૂપલલનાઓની પોલીસે અટકાયત કરી છે. ત્યારે આ કુટણખાનાથી સ્થાનિક લોકો તથા વિધાર્થીઓ પરેશાન બન્યા હતા. હાલ પોલીસે તમામ યુવતીઓની અટકાયત કરીને આગળની તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે, એનએસયુઆઇના દેખાવ અને પ્રશ્નો બાદ જ પોલીસ હરકતમાં આવી છે. એક તરફ રાજ્યની સરકાર મહિલાઓ માટે મોટા દાવા કરી રહી છે ત્યારે બીજી તરફ આવી ઘટનાઓ શરમજનક સ્થિતિ ઉભી કરે છે.

Related posts

વડોદરામાં બ્રાન્ડેડના નામે નકલી પાવર બેંક વેચતા ચારની ધરપકડ

aapnugujarat

વિજાપુરમાં 75 માં સ્વાતંત્ર્ય દિનના રાષ્ટ્રીય પર્વની ઉજવણી

editor

દક્ષિણ, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં ૯ ઇંચ સુધી વરસાદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1