Aapnu Gujarat
Uncategorized

જસદણમાં જીઆઈડીસી બનાવીશું : બાવળીયા

રાજ્યના પાણી પુરવઠા, પશુ પાલન અને ગ્રામ ગૃહ નિર્માણમંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ જણાવ્યું હતું કે જસદણ અને વિંછીંયા તાલુકાઓમાં સિંચાઈ અને પીવાના પાણીની મુશ્કેલી ના પડે તે માટે લાંબાગાળાનું આયોજન કરાયું છે. આ માટે સિંચાઈ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓનું અમલીકરણ કરાશે. આ ઉપરાંત, આ વિસ્તારના લોકોને રોજગારી મળી રહી તે માટે ય્ૈંડ્ઢઝ્ર (ગુજરાત ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન) પણ બનાવવામાં આવશે. જસદણ-વિંછીંયા વિસ્તારના લોકોને આરોગ્ય વિષયક સુવિધાઓ મળી રહે તેમાટે ૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને ૪ પેટા આરોગ્ય કેન્દ્રો મંજુર થયા છે જેના કાર્યો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થશે.એક મહિનાના ટૂંકા સમયગાળામાં ૫૫ કરોડના પાણી પુરવઠાના કામો આ વિસ્તારમાં મંજૂર કરવામાં આવ્યા. છે. વિજ્ઞાનના શિક્ષણ માટે જસદણ વિંછીયાને સાયન્સની સરકારી કોલેજ મળે તે માટે પણ પ્રયાસો ચાલુ છે.
કુંવરજી બાવળીયાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં મૂંગા પશુધનને તાત્કાલિક પશુ સારવાર મળે તે માટે ટૂંક સમયમાં ટોલ ફ્રી નંબર શરુ કરાશે.પશુઓને સારવાર માટે પશુ ડોક્ટરની સુવિધા સાથે એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ કરાશે. જે અન્વયે જસદણ વિંછીયામાં આ પશુ સારવાર ઉપલબ્ધ કરાશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જસદણ વિંછીયા ખાતે નવા પશુપાલન દવાખાનાના મકાનો બાંધવામાં આવશે
તેમણે જણાવ્યું કેઆ વિસ્તારનો લઘુ ઉદ્યોગ અને સ્વરોજગારી ક્ષેત્રે વિકાસ થાય તે માટે જસદણ વિંછીયા વચ્ચે ઔદ્યોગિક વસાહત જી.આઈ.ડી.સી. ઉભી કરવાનું આયોજન છે. જેથી સ્થાનિક યુવાનોને રોજગારી મળી રહે.

Related posts

विरोध प्रदर्शनों के दौरान हिंसा से लोकतंत्र कमजोर होता है : राष्ट्रपति

aapnugujarat

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજીમાં આજરોજ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માં બહુચરને ધજા ચડાવવામાં આવી

aapnugujarat

રાજકોટની જીવાદોરી સમાન આજી ડેમ ઓવરફ્લો, મુખ્યમંત્રીએ કર્યાં નવા નીરના વધામણા

editor

Leave a Comment

UA-96247877-1