Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ચૂંટણી બાદ દેશમાં એનઆરસી લાગુ થશે : ઓમ માથુર

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમ માથુરે જાહેરાત કરી છે કે દેશને અમે ધર્મશાળા બનવા દેશું નહીં અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ દેશભરમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆસી) લાગુ કરી દેવામાં આવશે. રાજસ્થાનમાં પ્રવાસ દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતી વખતે ઓમ માથુરે આ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. એમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા હવે બહુ મોટો પડકાર બની ગઈ છે. દેશનું એક પણ શહેર જે કોઈ ગામ એવું નથી કે ત્યાં ઘુસણખોરો રહેતા ન હોય. આવી સ્થિતિમાં દેશને ધર્મશાળા બનવા દેવામાં આવશે નહીં અને ચૂંટણી બાદ એનઆરસીને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. એમણે કોંગ્રેસના પ્રમુખ રાહલ ગાંધી પર નિશાનો તાકીને કહ્યું હતું કે, યુપીએના ૧૦ વર્ષના શાસનમાં કોંગ્રેસ એનઆરસી લાગુ કરવાનું સાહસ કરી શકી નથી. જ્યારે સૌપ્રથમ ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે તેની શઆત કરી હતી. રાજીવ ગાંધીએ પણ આ પગલું લીધું હતું.એમણે કહ્યું કે, એનઆરસીને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આસામમાં લાગુ કરવામાં આવ્યું છે. ૨૦૧૯માં ફરી ભાજપ્ની સરકાર કેન્દ્રમાં બનવાની છે અને ત્યારબાદ સમગ્ર દેશમાં એનઆરસીને લાગુ કરી દેવામાં આવશે. ભાજપ્ના ઉપાધ્યક્ષમાં આ નિવેદનને પગલે દેશમાં ફરી એક રાજકીય ધમાસાણ શ થઈ જવાનો ભય છે.

Related posts

સેંસેક્સ ૧૯૬ પોઇન્ટ ઉછળીને બંધ રહ્યો

aapnugujarat

૬૮ એનઆરઆઇ ભારતનાં ૬૮ ગામોને સસ્ટેનેબલ સ્માર્ટગામ બનાવશે

aapnugujarat

पीएम मोदी ने की मन की बात, कहा – पर्व और पर्यावरण में गहरा नाता

editor

Leave a Comment

UA-96247877-1