Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સરકાર ખેડૂતો માટે કેસીસી સાથે પાક વીમાને જોડશે

કેન્દ્ર સરકારે ખેડૂતોને પાક બગડી જવાથી થતા નુક્સાનથી બચવા તેમજ તેમને બેન્કિંગ વ્યવસ્થાથી જોડવા માટે ખેડૂત ક્રેડિટ કાર્ડ (KCC) ને પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે એક ઉપકરણના રૂપમાં વાપરવાની યોજના બનાવી છે. હકીકતમાં, જે ખેડૂતો પાસે આ કાર્ડ છે, તેમના પાકનો વીમો તો સ્વચાલિત માધ્યમોથી થઈ જાય છે, જ્યારે કાર્ડ વગરના ખેડૂત પાક વિમો લેવામાં ઓછી રૂચી દેખાડે છે. કૃષી મંત્રાલયની નજર હેઠળ ચાલી રહેલી ફસલ બીમા યોજનામાં એ પણ સામે આવ્યુ છે કે કંપનીઓ કાર્ડ વગરના ખેડૂતોનો સંપર્ક સાધવામાં લાપરવાહી વર્તે છે તેનું કારણ એ છે કે એવા ખેડૂતોને બીમા યોજના પૂરી પાડવામાં કંપનીઓને અતિરિક્ત ખર્ચ ઉઠાવવો પડે છે. KCCમાં ખેડૂતોને નિર્ધારિત રાશિ સુધી ઉધાર મળે છે અને બેન્ક તેના પર ઓછુ વ્યાજ લે છે.
સરકારના આંકડા પ્રમાણે, ખેડૂતોને ૪.૫૬ કરોડથી પણ વધારે કાર્ડ આપવામાં આવ્યા છે. તેમાં લગભગ ૩.૩૫ કરોડ કાર્ડ સહકારી બેન્કો અને ૧.૨૨ કરોડ કાર્ડ ક્ષેત્રીય બેન્કો દ્વારા આપવામાં આવ્યા છે. વર્તમાનમાં લગભગ ૨.૩૫ કરોડ ક્રેડિટ કાર્ડ જ ચાલુ હાલતમાં છે. બંધ અવસ્થામાં એ જ કાર્ડ છે, જેમાં ઋણની રશિ વધારે હોવા પર લેણદેણ રોકી દેવામાં આવ્યુ હોય. આ બંધ કાર્ડને ચાલુ કરાવવા માટે કૃષિ મંત્રાલય રૂપરેખા તૈયાર કરી રહ્યુ છે. કૃષિ મંત્રાલયના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, ગયા નાણાકિય વર્ષના અંત સુધીમાં ઉત્તર પ્રદેશમાં સર્વાધિક ૪૨.૨૫ લાખ ખેડૂતોએ દ્ભઝ્રઝ્ર અપનાવ્યુ છે અને તે ક્રિયાશીલ છે, જ્યારે બીજા નંબર પર મહારાષ્ટ્ર (૨૨ લાખથી વધારે) અને ત્રીજા નંબર પર આંધ્ર પ્રદેશ (૧૮ લાખથી વધારે) છે. મંત્રાલય નો ઈરાદો તમામ કાર્ડને ચાલૂ હાલતમાં લાવવું અને આગલા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા ૭૫ ટકા ખેડૂતોને તેની સાથે જોડવું છે.

Related posts

અકસ્માત થતા રસ્તા પર ઘાયલ પડ્યો હતો વ્યક્તિ, યોગીના મંત્રીએ બચાવ્યો જીવ

aapnugujarat

પૂર્વ સાંસદ રતિલાલ વર્મા દિલ્હી ખાતે વાજપેયીજીની પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યાં

aapnugujarat

૧ જાન્યુઆરીથી સ્ટેટ બેંક ઓફ ઇંડિયાના ખાતાધારકો માટે નવા નિયમ લાગૂ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1