Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશમાં દુષ્કર્મના કેસમાં ૬૧ ટકાનો વધારો

જ્યાં એક તરફ મુઝફ્ફરપુર અને દેવરિયા જેવી ઘટનાઓએ સમગ્ર દેશને શર્મસાર કર્યો છે. જ્યારે હવે એક એવો રિપોર્ટ સામે આવ્યો છે જેને જાણીને દરેક વ્યક્તિ હેરાન છે. જણાવી દઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં ૬૧ ટકા દુષ્કર્મ વધ્યા છે. શરમની વાત તો એ છે કે તેમાં સગીરો સાથે જોડાયેલા મામલાઓમાં ૧૩૩ ટકાનો વધારો થયો છે. દરરોજ ૪૬ સગીર બાળકીઓ દુષ્કર્મનો શિકાર બની રહી છે.
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના એક રિપોર્ટ પ્રમાણે ૨૦૧૧ બાદ પાંચ વર્ષોમાં દુષ્કર્મના કુલ કેસોમાં ૬૧ ટકાનો વધારો થયો છે. ૨૦૧૧માં સગીરો સાથે દુષ્કર્મના ૭૨૨૮ કેસો સામે આવ્યા હતા, જ્યારે ૨૦૧૬માં એવા ૧૬૮૬૩ કેસો નોંધાયા હતા. જેનાથી ખબર પડે છે કે દેશમાં રોજ સરેરાશ ૪૬થી વધારે સગીર દુષ્કર્મનો શિકાર બની રહી છે. થોડા સમય પહેલા મુઝફ્ફરપુરની ઘટના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટેના જજ મદન બી લોકુરે કહ્યુ કે દુષ્કર્મની સૌથી વધારે ઘટનાઓ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં થઈ રહી છે જ્યારે ફક્ત સગીરો સાથે દુષ્કર્મના કેસો જોઈએ તો બીજા સ્થાન પર મહારાષ્ટ્ર આવે છે. એટલું જ નહીં ૧૨ વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ સાથે દુષ્કર્મના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જ જોવા મળી રહ્યા છે. જો કે નાની બાળકીઓ માટે સૌથી અસુરક્ષિત રાજ્યમાં કેરળ પણ મુખ્ય પાંચમાં શામેલ છે. દેશની વિભિન્ન અદાલતોમાં ૨૦૧૬માં દુષ્કર્મના જે કેસોની સુનાવણી થઈ, તેમાંથી ૧૮.૯ ટકા કેસોમાં જ આરોપીઓને સજા થઈ.
બીજા સ્થાન પર ૩૨૭ કેસ સાથે ઉત્તરપ્રદેશ, ત્રીજા સ્થાન પર ૧૯૨ કેસ સાથે મધ્યપ્રદેશ, ચોથા સ્થાન પર કેરળ અને પાંચમાં સ્થાન પર દિલ્હી છે. કેરળમાં ૨૦૧૬માં ૧૮૮ તેમજ દિલ્હીમાં ૧૭૧ કેસ નોંધવામાં આવ્યા હતા. આમ તમામ વર્ગ ઉંમરની મહિલાઓ દ્વારા નોંધાવાયેલા દુષ્કર્મના કેસોને જોડીને જોઈએ તો કેરળનું સ્થાન રાજ્યોની યાદીમાં ૭મું છે.

Related posts

आतंकवादियों के खिलाफ सुरक्षाबलों का मास्टर प्लान

aapnugujarat

Army recruitment drive in J&K: More than 29000 youths registers

aapnugujarat

लोगों को जब तक जरूरत, तब तक जारी रहना चाहिए आरक्षण : दत्तात्रेय होसबोले

aapnugujarat

Leave a Comment

UA-96247877-1