પ્રશાસનિક ઉદાસીનતાના મામલા હાલ સતત સામે આવે છે. આવો જ એક મામલો ઉત્તર પ્રદેશમાં પણ સામે આવ્યો પરંતુ તેની સામે યોગી સરકારના મંત્રીએ એક મિસાલ કાયમ કરતું ઉદાહરણ રજુ કર્યું છે. તેમના કારણે રાજધાની લખનઉમાં એક ઘાયલ વ્યક્તિનો જીવ બચ્યો. મોહસિન રઝા તેમના કાફલા સાથે શહીદ પથ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તેમની નજર રસ્તાના કિનારે દુર્ઘટનાનો ભોગ બનેલા ઘાયલ પર પડી. તેમણે તરત વ્યક્તિને હોસ્પિટલ પહોંચાડ્યો.મળતી માહિતી મુજબ શનિવારે રાતે લગભગ ૧૧ વાગ્યે યોગી સરકારમાં અલ્પસંખ્યક મામલાના મંત્રી મોહસિન રઝા અમેઠીથી શહીદ પથ થઈને લખનઉ જઈ રહ્યાં હતાં. આ દરમિયાન પરિવહન આયુક્ત કાર્યાલય પાસે ખુબ ટ્રાફિક જામ હતો. કેટલાક યુવકો દોડીને તેમની ગાડી પાસે આવ્યાં અને બોલ્યા- સર એક્સિડન્ટ થયો છે અને એક વ્યક્તિને ઈજા થઈ છે. એમ્બ્યુલન્સને ફોન કર્યો છે પરંતુ તે ટ્રાફિક જામમાં ફસાઈ છે.ત્યારબાદ મોહસિન રઝાએ તેમની પાછળ ચાલી રહેલી સિક્યોરિટીવાળી ગાડીને ખાલી કરાવી અને તેમાં ઘાયલ વ્યક્તિને લઈને હોસ્પિટલ રવાના થયા. રાતે ૧૧.૩૦ વાગ્યે તેઓ ટ્રોમા પહોંચ્યાં અને વ્યક્તિને દાખલ કરાવી. વ્યક્તિને જ્યારે ભાન આવ્યું તો તેણે પોતાની ઓળખ પારસનાથ શુકલા તરીકે આપી. આ સાથે જ પુત્રનો નંબર પણ આપ્યો અને ત્યારબાદ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી.
પાછલી પોસ્ટ