Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કેરળ પુરનાં સકંજામાં : ૩૦ મોત

કેરળમાં પુરની સ્થિતી ખુબ જ ગંભીર બનેલી છે. અડધાથી વધારે કેરળ હાલમાં પુરના સકંજામાં છે. પુરના પરિણામ સ્વરૂપે ૧૪ પૈકીના ૧૧ જિલ્લામાં હાલત કફોડી બનેલી છે. જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકોને રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવી રહ્યા છે. ઉત્તરીય જિલ્લાઓની હાલત ખૂબ કફોડી બનેલી છે. એનડીઆરએફની ટીમોની સાથે સાથે ભારતીય સેના અને હવાઈદળના જવાનો પણ મદદમાં લાગેલા છે. હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓ માટે એલર્ટની જાહેરાત કરાઈ છે જેમાં ઈડ્ડુકીમાં ૧૪ ઓગસ્ટ સુધી રેડ એલર્ટ અને વયાનડમાં ૧૫ ઓગસ્ટ સુધી ઓરેન્જ એલર્ટની જાહેરાત કરાઈ છે. કુન્નુરમાં ૧૩મી ઓગસ્ટ સુધી રેડ એલર્ટ અને ૧૫મી ઓગસ્ટ માટે ઓરેેન્જ એલર્ટની જાહેરાત કરી છે. બીજી બાજુ કેરળના મુખ્યમંત્રી વિજયને આજે પુરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પુરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા. હજારો લોકોને પોતાના ઘર છોડવાની ફરજ પડી છે. મુખ્યમંત્રીએ પુરના કારણે મૃત્યુ પામનાર લોકો માટે ચાર લાખ રૂપિયા અને ઘર અને જમીન ગુમાવી દેનાર લોકો માટે ૧૦ લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. ઇડ્ડુકી બંધમાં પાણીની સપાટી ખૂબ વધારે વધી ગઈ છે જેથી ૨૬ વર્ષ બાદ તેને ખોલવાની ફરજ પડી છે. ભારે વરસાદના પરિણામ સ્વરૂપે કાંજીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. કોચી એરપોર્ટના ડુબી જવાની શંકા પણ દેખાઈ રહી છે. ગંભીર પુરની સ્થિતીના કારણે લોકોની હાલત કફોડી બનેલી છે. સતત ભારે વરસાદ અને પુરની સ્થિતીના કારણે હવે ૫૪૦૦૦થી વધારે લોકો ઘરવગરના થયા છે. સાથે સાથે મોતનો આંકડો વધીને હવે ૩૦ ઉપર પહોંચી ગયો છે. કેરળમાં તમામ નદીઓ અને બંધ તેમજ સરોવરમાં પાણીન સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચી ગઇ છે. કેરળના સાત સૌથી પુરગ્રસ્ત ઉત્તરીય જિલ્લામાં સેનાની ટીમ પણ હવે બચાવ કામગીરીમાં ઉતારી દેવામાં આવી છે. પેરિયાર નંદીમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર પહોંચ ગઇ છે. નોકા સૈના પણ બચાવ અને રાહત કામગીરીમાં લાગેલી છે. કેરળમાં તમામ ૪૦ નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તરથી ઉપર છે. આઠમી ઓગષ્ટ બાદથી દક્ષિણપશ્ચિમ મોનસુનના ભારે વરસાદના કારણે ઉત્તરીય અને મધ્ય કેરળમાં ભારે નુકસાન થયુ છે. ભેખડો ધસી પડવાના બનાવમાં ૨૫ લોકોના મોત થયા હતા. હાલમાં ૪૩૯ રાહત કેમ્પોમાં ૫૩૫૦૧ લોકોને રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ૪૦ વર્ષમાં પ્રથમ વખત આવું બન્યુ છે જ્યારે ઇડુક્કી ડેમમાં પાંચ શેલ્ટરો ખોલી દેવામાં આવ્યા છે. ઇર્નાકુલમમાં ૬૫૦૦ અને ઇડુક્કીના ૭૫૦૦ જેટલા પરિવારોને માઠી અસર થઇ છે. વિદેશી પ્રવાસીઓ પણ ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. કેરળમાં ભારે વરસાદના લીધે ભારે તબાઈ થઇ છે. પેરિયાર નદીમાં રૌદ્ધ સ્વરૂપની સ્થિતી છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાહાકાર મચી ગયો છે. ઇડુક્કીમાં ભેખડો ધસી પડવાના બનાવોમાં ૧૦ લોકોના, મલપ્પુરમમાં પાંચ, કન્નુરમાં બે, વાયનાડ જિલ્લામાં એકનું મોત થયું છે . વાયનાડ, પલક્કડ અને કોઝીકોડે જિલ્લામાં એક એક વ્યક્તિ લાપત્તા હોવાના અહેવાલ મળ્યા છે. ઇડુક્કીના અડીમાલી શહેરમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે.અતિ ભારે વરસાદના પરિણામ સ્વરુપે ઇડુક્કી બંધમાં પાણીની સપાટી ખુબ વધી જતાં જુદા જુદા દરવાજા ખોલવા પડ્યા હતા. મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું છે કે, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ અને એનડીઆરએફની મદદ માંગવામાં આવી છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય છે. ભારે વરસાદના પરિણામ સ્વરુપે કોઝીકોડ અને વાલાયર વચ્ચે રેલવે ટ્રેકને પણ ભારે નુકસાન થયું છે. આ રુટ ઉપર રેલવે સેવા રોકી દેવામાં આવી છે.
ડિવિઝનલ રેલવે મેનેજર અને અન્ય અધિકારીઓએ પરિસ્થિતિની સમીક્ષા કરી છે. અહીં ટ્રેકને વ્યવસ્થિત કરવાની કામગીરી ચાલી રહી છે. ટ્રેન સેવાને અસર થઇ છે. વહીવટીતંત્રને ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાઈએલર્ટ ઉપર રાખવામાં આવ્યા છે. કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં ભારે વરસાદના પરિણામ સ્વરુપે હાલત કફોડી બનેલી છે. એનડીઆરએફની એક ટીમ કોઝીકોડે પહોંચી ચુકી છે. કેન્દ્રમાંથી ઉત્તર કેરળ માટે બે ટીમોને મોકલવામાં આવી છે. ઇડુક્કી, કોલ્લામ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ઇડ્ડુકી માટે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.

Related posts

Daughter entitled to have equal rights in parental property : SC

editor

BJP govt will give employment to more than 85% of local youth : Shah

aapnugujarat

મોદી સિવાય કોઈ વડાપ્રધાન માટે લાયક નથી, એમ કહેવું જનતાનું અપમાન છે : માયાવતી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1