Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

વર્ષ ૨૦૦૦ બાદ મોનસુન સત્રમાં સૌથી વધુ કામ થયું

તેલુગુ દેશમ પાર્ટી સરકાર દ્વારા સરકારની સામે લાવવામાં આવેલા અવિશ્વાસના પ્રસ્તાવની સાથે મોનસુન સત્રની તોફાની શરૂઆત થઇ હતી. જો કે મોનસુન સત્ર કામની દ્રષ્ટિએ આ વખતે ખુબ ફળદાયી રહ્યુ છે.
વર્ષ ૨૦૦૦ બાદથી આ વખતે સૌથી વધુ કામ આ સત્રમાં થયુ છે. શુક્રવારના દિવસે સંસદનુ મોનસુન સત્ર પૂર્ણ થયુ હતુ. આ સત્ર દરમિયાન આ વખતે ખુબ સારી કામગીરી થતા સામાન્ય લોકોને પણ રાહત થઇ છે. મોટા ભાગે સંસદના સત્ર તોફાની ધાંધલ ધમાલના કારણે ધોવાઇ જાય છે. જો કે કે આ વખતે મોનસુન સત્રમાં સારુ કામ થયુ છે. જેના કારણે તમામ સાંસદ પણ પ્રશંસાપાત્ર છે. આંકડામાં દાવો કરવામાં આવ્યો છે કે આ સત્રમાં ૨૦ બિલ રજૂ કરવામાં આવ્યાહતા. જે પૈકી ૧૮ પાસ થઇ ગયા છે. લોકસભામાં નિર્ધારિત કરવામાં આવેલા સમય કરતા ૧૦ ટકા કરતા વધારે કામ થયુ છે. રાજ્યસભામાં ૬૬ ટકા કામ થયુછે. લોકસભામાં ૫૦ ટકા અને રાજ્યસભામાં ૪૮ ટકા સમય કાયદાકીય નિર્માણમાં ગયો છે. આ વર્તમાન સરકાર દ્વારા આપવામાં આવેલો સૌથી વધારે સમય છે. પછાત માટે રાષ્ટ્રીય પંચની રચના કરવાને પણ મંજુરી મળી છે. એસસી-એસટી એક્ટ હેઠળ તરત જ ધરપકડને કાયદો બનાવવા સાથે સંબંધિત બાબત શાસક પક્ષ માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. આ સત્રમાં આશરે ૨૬ ટકા લિ સંસદીય સમિતિઓને મોકલી દેવામાં આવ્યા છે. ૧૫મી લોકસભામાં આ આંકડો ૭૧ ટકાનો રહ્યો હતો. આઠ કલાકના સમય બગાડને પહોંચી વળવા માટે પણ કેટલાક પગલા લેવામાં આવ્યા હતા. લોકસભામાં આના માટે ૨૦ કલાક સુધી કાર્યવાહી ચાલી હતી. આ સરકાર માટે આ સત્ર પ્રશ્નવકાળની દ્રષ્ટિએ પણ ઉપયોગી રહ્યુ છે. પ્રશ્નકાળના સમયમાં લોકસભામાં ૮૪ ટકા અને રાજ્યસભામાં ૭૮ ટકા કામ થયુ છે. ૧૬મી લોકસભામાં હજુ સુધી સૌથી વધારે બિલ કાયદો અને ન્યાય મંત્રાલય તથા પરિવાર અને કલ્યાણ મંત્રાલય તરફથી રજુ કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૫મી લોકસભામાં નાણા મંત્રાલય દ્વારા સૌથી વધારે બિલ રજુ કરવામાં આવ્યા હતા. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને કહ્યું છે કે તેઓએ અનેક વખત ગૃહને ચાલવા માટે અપીલ કરી હતી કારણ કે વિશ્વસનિય રીતે કામગીરી આગળ ચાલે તેનાથી દેશના લોકોનો વિશ્વસ આગળ વધશે. અગાઉના સત્રની સરખામણીમાં આ સત્રમાં વધારે સારૂ કામ થયું છે. રાજ્યસભાના ચેરમેન અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું હતું કે બજેટ સેશનની સરખામણીમાં આ સત્રમાં ત્રણ ગણું વધારે કામ થયું છે.

Related posts

જમ્મુ કાશ્મીરમાં સ્થાનિક લોકો આતંકવાદ તરફ વળી રહ્યા છે : રિપોર્ટ

aapnugujarat

हुर्रियत नेताओं ने उड़ाए पाक से मिले १५०० करोड़ रुपये

aapnugujarat

गोरखपुर हादसे में डॉक्टर मसीहा बना : ऑक्सिजन सिलिन्डर के लिए रातभर इंतजाम किए

aapnugujarat

Leave a Comment

UA-96247877-1