Aapnu Gujarat
બ્લોગ

ગુજરાતમાં ઘેરું બનતું જળસંકટ

છેલ્લાં પંદર વર્ષમાં રાજ્યમાં પહેલી વાર પાણીની આટલી ગંભીર અછત માથે છે ત્યારે નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં વધુ પાણી છોડવાની ગુજરાત સરકારની વધુ એક વિનંતી મધ્ય પ્રદેશે અમાન્ય રાખી છે.સ્વયં મધ્ય પ્રદેશમાં પાણીની અછત હોવાનું કારણ આપી સ્થાનિક સરકાર દ્વારા ગુજરાતની માંગણી નકારવામાં આવી છે.ગયા વર્ષે ઓછા વરસાદને કારણે નર્મદા નદીના જળગ્રાહી વિસ્તારોમાં પાણીનો ઘણો ઓછો સંગ્રહ શક્ય બન્યો હતો. આ કારણે ગયા નવેમ્બર મહિનાથી એટલે કે દિવાળી પછીના થોડા જ દિવસ બાદ સરદાર સરોવર ડેમમાં પાણીની આવ ઘટી ગઈ હતી.એ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી એટલે કહેવાય છે કે રાજ્ય પ્રશાસને સંભવિત જળકટોકટીની વાત જાહેર કરી નહોતી. જો કે વિજય રૂપાણીએ ફરી વાર મુખ્ય મંત્રી બન્યા પછી તરત જ રાજ્યના માથે પાણીની અછત તોળાતી હોવાનો એકરાર કર્યો હતો અને ખેડૂતોને સિંચાઇનું પાણી ન વાપરવા અનુરોધ કર્યો હતો.ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ગુજરાત સરકારે વિધિવત મધ્ય પ્રદેશને સરદાર સરોવરમાં વધુ પાણી છોડવાની અપીલ કરી હતી, પણ ત્યાંની ભાજપ સરકારે એવી શક્યતા નકારી કાઢી હતી.ગુજરાત સરકારે ગયા મહિને કેન્દ્ર સરકાર હસ્તકની નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીને આ મામલે મધ્યસ્થી કરવા કહ્યું હતું, પણ મધ્ય પ્રદેશ સરકારે એ વિનંતી પણ માન્ય રાખી નથી. મધ્ય પ્રદેશનું કહેવું છે કે અત્યારના સંજોગમાં એ વધારાનું પાણી ફાળવી શકે એમ નથી. અત્યારે સરદાર સરોવર ડેમમાં એની મહત્તમ ક્ષમતાના ૪૫ ટકા જેટલું જ પાણી છે અને નર્મદાના પાણી પર નભતા ગુજરાતના અનેક વિસ્તારમાં પાણીની અછત વર્તાઈ રહી છે.ગયા વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગ્રહ બાદ મધ્ય પ્રદેશે ગુજરાતને નર્મદાનું વધુ પાણી ફાળવ્યું હતું, પરંતુ એના પગલે મધ્ય પ્રદેશમાં મોટો વિવાદ થયો હતો. આ વર્ષે ત્યાં વિધાનસભા ચૂંટણી છે એટલે ત્યાં ભાજપનું રાજ હોવા છતાં મધ્ય પ્રદેશ ગુજરાતને વધારે પાણી આપવા તૈયાર નથી. પરિણામે અત્યારે સરદાર સરોવર ડેમમાં પાણીનું સ્તર ડેડ સ્ટોરેજથી નીચે ગયું છે અને આ હાલતમાં પણ સરકારે એમાંથી પાણી ખેંચવું પડે એવી નોબત આવી છે.ગુજરાતનાં દોઢસોથી વધારે શહેર અને નગર તથા આઠ હજારથી વધારે ગામ ઓછે-વધતે અંશે નર્મદાના પાણી પર નભે છે. હવે સરદાર સરોવર ડેમમાં જ પાણીનું સ્તર એટલું નીચું ગયું છે કે નર્મદા જ્યાં અરબી સમુદ્રને મળે છે એ ભરૂચ પાસેનો નદીનો પટ સાવ કોરોધાકોર છે.રાજ્યમાં ચોમાસાની શરૂઆતથી લઈ અત્યાર સુધી સીઝનનો કુલ ૫૩ ટકા વરસાદ પડ્યો છે. આમ છતાં ગુજરાતના જળાશયોની સ્થિતિમાં ઉનાળા કરતા કોઈ ખાસ પરિવર્તન જોવા મળ્યું નથી. રાજ્યના કુલ ૨૦૩ ડેમોમાં ગત મે માસ કરતા હાલ માત્ર ૨.૬૧ ટકા જ પાણીનો વધારો થયો છે. આ પહેલા મે માસમાં ૩૩.૯૫ પાણી હતું, જે ૯ ઓગસ્ટની સ્થિતિએ વધીને ૩૬.૫૬ ટકા થયું છે. જેની તુલનાએ ગત વર્ષે આજના દિવસે ૫૯.૩૬ ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં કુલ ૨૨.૮ ટકાનો ઘટાડો છે. આમ રાજ્યમાં ગંભીર જળ કટોકટીને કારણે આગામી દિવસોમાં રૂપાણી સરકારનું પણ પાણી મપાઈ શકે છે.ગુજરાતના માત્ર ૧૨ જળાશયોમાં જ ૧૦૦ ટકા કરતા વધુ પાણીનો જથ્થો છે. તેમજ ૩૦ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૮ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૪૯ ડેમોમાં ૨૫થી ૫૦ ટકા પાણી છે. જ્યારે ૮૪ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછું પાણી છે.રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાં ૨૦૩૪૫૯ એમ.સી.એફ.ટી.(મિલિયન ક્યુબિક ફિટ) જળસંગ્રહ છે, જે કુલ સંગ્રહ શકિતના ૩૬.૫૬ ટકા જેટલો થાય છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં ૧,૩૧,૯૧૮ સ્ઝ્રહ્લ્‌ જળસંગ્રહ છે જે કુલ સંગ્રહશકિતના ૩૯.૪૯ ટકા જેટલો થાય છે.હાલની સ્થિતિએ ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૩૨ ટકા પાણીનો જથ્થો છે, જ્યારે ગત મે માસમાં ૩૨.૬૩ ટકા પાણીનો જથ્થો હતો. આમ ભર ચોમાસે પાણીના જથ્થામાં પોઈન્ટ ૬૩ ટકાનો ઘટાડો થયો છે. તેમજ ગત વર્ષે આજના દિવસે કુલ ૮૨.૮૬ ટકા પાણીનો જથ્થો હતો. આમ ચાલુ વર્ષે ૫૨.૮૬ ટકા પાણીની ઘટ પડી છે.મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમા ૪૯.૭૫ ટકા પાણીનો સંગ્રહ છે, જ્યારે ગત મે માસમાં ૫૩. ૭૫ ટકા પાણીનો જથ્થો હતો. આમ પાણીના જથ્થામાં ૪ ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે. ગત વર્ષે આજના દિવસે એટલે કે ૯ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ૮૨.૫૨ ટકા પાણી હતું. આમ ચાલુ વર્ષે ૩૨.૭૭ ટકા પાણીની ઘટ છે.હાલની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૩૨.૫૧ ટકા પાણી છે, જ્યારે ગત મે માસમાં ૩૩.૩૩ ટકા પાણીનો જથ્થો હતો. આમ પાણીના જથ્થામાં કુલ પોઈન્ટ ૮૨ ટકાનો ઘટાડો થયો છે. તેમજ ગત વર્ષે આજના દિવસે ૪૭.૭૨ ટકા પાણીનો જથ્થો હતો. આમ ચાલુ વર્ષે ૧૫.૨૧ ટકા પાણીની ઘટ સર્જાઈ છે.જ્યારે કચ્છના ૨૦ જળાશયોમાં ૯.૪૮ ટકા પાણીનો જથ્થો છે. જ્યારે ગત મે માસમાં કુલ ૧૫.૭૦ ટકા પાણી હતું. આમ પાણીના જથ્થામાં ૬.૨૨ ટકાનો ઘટાડો નોંધાયો છે. કચ્છમાં ગત વર્ષે આજના દિવસે ૪૧.૩૩ ટકા પાણીનો સંગ્રહ થયો હતો.સૌરાષ્ટ્રની વાત કરીએ તો કુલ ૧૩૮ જળાશયોમા ૪૪.૮૭ ટકા જળનો સંગ્રહ થયો છે. જે ગત માસ માસના ૨૧.૫૨ ટકા કરતા ૨૩.૩૫ ટકા વધુ છે. પરંતુ સૌરાષ્ટ્રમાં ગત વર્ષે હાલની સ્થિતિ કરતા પાણીનો સંગ્રહ વધુ હતો. આજના દિવસે ૬૨.૦૮ ટકા પાણી હતું. આમ સૌરાષ્ટ્રમાં ૧૭.૨૧ ટકા ઓછું પાણી છે.જયારે સરદાર સરોવરમાં ૩૭૪૩ ક્યુસેક, વણાકબોરીમાં ૬૫૦૦ કયુસેક, દમણગંગામાં ૨૮૬૦ ક્યુસેક, કડાણામાં ૧૪૨૫ ક્યુસેક અને રાવલ જળાશયમાં ૧૧૧૯ ક્યુસેક પાણીની આવક છે. તો બીજી તરફ વણાકબોરીમાંથી ૩૦૦ કયુસેક, દમણગંગામાંથી ૭૯૭ ક્યુસેક અને કડાણા જળાશયમાંથી ૯૮૦૦ ક્યુસેક પાણીની જાવક છે.નર્મદા ડેમની સપાટી ડેડ વોટર સુધી પહોંચી જતા અછતના દિવસો આવી પહોંચ્યા છે. ૧૫મી માર્ચથી સરકારે ખેતી માટે નર્મદાના પાણી બંધ કર્યા છે. ૧૮ લાખ હેક્ટર ખેતીની જમીન એના કારણે અસરગ્રસ્ત થઇ છે. ૧૦ લાખ ખેડૂતો ૭૫ હજાર કિલોમીટર લાંબી નર્મદા કેનાલથી પાણી પ્રાપ્ત કરતા હતા પણ હવે ડેમ જ સુકાઇ જતાં કેનાલ ખાલી થઇ ચૂકી છે.
૨૦૧૭ની ૨૫મી સપ્ટેમ્બરે નર્મદા ડેમની જળસપાટી ૧૩૦.૭૫ મીટરની ટોચ ઉપર હતી. હવે સપાટી ૨૫ મીટર ઓછી થઇ ગઇ છે. ૨૦૧૬માં તો ડેમ ઓવરફ્લો થયેલો. સેન્ટ્રલ વોટર કમિશન કહે છે, ગુજરાત-મહારાષ્ટ્રના કુલ ૨૭ જેટલાં જળાશયોમાં જળસંગ્રહ ગયા વર્ષથી તો ઘણો નીચો છે જ દસ વર્ષની સરેરાશ કરતાં પણ ઓછો થઇ ચૂક્યો છે. જે મે મહિનામાં પાણીની મહામારી સર્જે તેમ છે.
નર્મદા ડેમની સપાટી ૧૧૦.૬૪ મીટરની છે. ગુજરાત સરકાર ડેડ સ્ટોરેજનો ઉપયોગ કરી રહી છે પરંતુ પાણીની સમસ્યા સર્જાઇ કેવી રીતે એ અંગે અલગ અલગ અર્થઘટનો રાજ્ય સરકાર આપી રહી છે.
મધ્યપ્રદેશના નર્મદા બેસિનમાં ઓછો વરસાદ પડવાને લીધે ડેમમાં જળસપાટીને અસર થઇ છે. એ વાત ખરી પરંતુ કોંગ્રેસ એવું કહે છેકે, વડા પ્રધાનની ગુજરાતની મુલાકાત વખતે અમદાવાદથી સી પ્લેન ઉડાડવાનું હતું એટલે નર્મદાનાં પાણી સાબરમતી સુધી છોડવામાં આવ્યાં હતાં એટલે આ સ્થિતિ આવી છે. જોકે સરકાર આવી કોઇ વાત સ્વીકારવા તૈયાર નથી. વરસાદ ઓછો છે એ જ કારણ આપી રહી છે.
સરદાર સરોવર નર્મદા નિગમ કહે છે, અમદાવાદમાં પીવાના પાણીની સમસ્યા ન નડે અને વાસણા તથા આસપાસના ઔદ્યોગિક વિસ્તારને પાણીની તકલીફ હતી એ માટે પાણી છોડવામાં આવ્યું હતું.
ચર્ચા એવી પણ છેકે સરદાર સરોવર ડેમનું ઉદ્દઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૭ સપ્ટેમ્બરના દિવસે કર્યું એ પહેલા ૧૨થી ૧૭ સપ્ટેમ્બર સુધીમાં નર્મદા ડેમની સપાટી ઉપરવાસમાં પાણી છોડીને વધારવામાં આવી હતી. મધ્યપ્રદેશમાં પણ ભાજપ સરકાર છે એટલે વડા પ્રધાનના કાર્યક્રમ માટે આમ કરવામાં આવ્યું હતું. ઉદ્દઘાટન પૂર્ણ થયું એટલે સપાટી આપોઆપ ઘટવા લાગી હતી. કારણકે એ પછી રાજકોટમાં આજીડેમ પણ ભરવામાં આવ્યો.નર્મદા નિગમના ચેરમેન એસ.એસ. રાઠોડ કહે છે, ગુજરાત સરકાર સામાન્ય રીતે જૂન મહિના સુધી નર્મદાનું પાણી આપતી રહે છે પણ આ વર્ષે ચોમાસા સુધી આપવાનું શક્ય જ નથી. હવે તેના કારણે હજારો ખેડૂતો ઉનાળુ પાક લઇ શકે તેમ નથી. એની નુક્સાની મોટી જશે.અત્યારે હાલ નર્મદા ડેમમાં ચોમાસે પણ ઉનાળા જેવી સ્થિતી સર્જાઈ છે. ચોમાસાની સિઝનમા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણી નહી ભરાતા ચોમાસામાં પણ આકરુ જળસંકટ જણાઇ રહ્યું છે. તેમજ ખેડૂતોને હાલમાં અપાઈ રહેલું સિંચાઈનું પાણી પણ બંધ થઈ જાય તે પ્રકારની સ્થિતી છે.જો કે આ મામલે સરકારે બાંહેધરી આપતા જણાવ્યું કે કોઈપણ સ્થિતીમાં નાગરીકોને પીવાના પાણીની કોઈ તકલીફ નહી પડે. ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આ મામલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમાં આ અંગે માહિતી આપી હચી. નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મધ્યપ્રદેશથી નર્મદા નદી શરૂ થાય છે જે લગભગ ૧૨૦૦ કિલોમીટર લાંબી છે જેના પર સરદાર સરોવર સહિતના મોટા ચાર જેટલા ડેમો બંધાયા છે. ભૂતકાળમાં ૧૦૦ વર્ષના સમયના સર્વેને આધારે ટ્રિબ્યુનલે નર્મદા નદી અને તેના પર બંધાયેલા ડેમોની પાણીની ક્ષમતા ૨૮ મિલિયન એકર ફૂટ નક્કી કરી હતી. જેમાંથી મધ્યપ્રદેશનો ૧૮ એમએએફ જ્યારે ગુજરાતના હિસ્સામાં ૯ એમએએફ જેવું પાણી આવે છે. અન્ય બે રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ભાગે ખૂબ ઓછું પાણી આવે છે.
હજી જો રાજ્યમાં અને ઉપરવાસના વિસ્તારોમાં વરસાદ પડે તો વર્તમાન સમયમાં સર્જાયેલુ જળ સંકટ ઓછુ થઈ શકે તેમ છે.
નર્મદાની સપાટી ૧૧૦.૬૪ મીટરે પહોંચશે એટલે સિંચાઈને મળતું પાણી જાતે બંધ થઈ જશે. જો નર્મદા ડેમમાં પાણીની આવક ચાલુ રહેશે તો સિંચાઈનું પાણી આપોઆપ ચાલુ રહેશે. સરકાર સિંચાઈનું પાણી બંધ કરતી નથી. વરસાદ નહી પડવાની ગમે તેવી પરિસ્થિતિનો સરકાર સામનો કરશે. તેમજ આગામી ૧૨ મહિના સુધી પીવાના પાણીની કોઈ સમસ્યા ઉભી થવા દેવાશે નહીં.

Related posts

દલિતોને ન્યાય મળે તે માટે રાજકીય ખેલ ન હોય…

aapnugujarat

हिंदुत्वावादी दिखने का शौक ?

aapnugujarat

ભારતના આ અનોખા મંદિરમાં પુરુષો જઈ શકતા નથી, ફક્ત સ્ત્રીઓ જ જઈ શકે છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1