Aapnu Gujarat
બ્લોગ

દલિતોને ન્યાય મળે તે માટે રાજકીય ખેલ ન હોય…

દલિતો અને આદિવાસીઓ પર થતા અત્યાચારોને રોકવા માટે બનાવવામાં આવેલ કાયદાના થતા ખોટા ઉપયોગને જોઇને સુપ્રીમ કૉર્ટે આ કાયદા અનુસાર યોગ્ય તપાસ બાદ જ આરોપીની ધરપકડ કરવા હુકમો કર્યા હતા. જો કે આવું દરેક ઘટનામાં કે મમલાઓમાં નથી થતું. છતાં પણ કૉર્ટે પોતાના હિસાબે જે આદેશ આપ્યો તેની વિરોધમાં દલિત સમાજ અને સંગઠન નારાજ હતું. ભારત બંધ પણ અપાયું હતું. કેંદ્ર સરકારે દલિત સમાજને આશ્વાસન પણ આપ્યું હતું કે દલિતોને ન્યાય મળશે અને સુપ્રીમ કૉર્ટનાં આદેશને દુર કરવા સરકાર પગલાં ભરશે પરંતુ જે બાબત અને સરકારનાં પગલા અંગેની વાતો બહાર આવી રહી છે. તે જોતા લાગે છે કે રાજનીતિ થઈ રહી છે. સુપ્રીમનાં ચુકાદા પછી સરકારે તાત્કાલીક પરિપત્ર-અધ્યાદેશ જાહેર કરી અગાઉનાં નીતિ નિયમ યથાવત્‌ કરવાનું જરૂરી હતું. સરકારે તેના વિરુધ્ધમાં અપીલ પણ કરી. કૉર્ટને જાણ પણ કરી કે તેનો શું નેગેટીવ પ્રભાવ પડશે. પરંતુ કૉર્ટે આપેલા નિર્ણય પર વળગી રહી. તેના પછી ચોમાસું સત્રની રાહ જોયા વગર અધ્યાદેશ તાત્કાલિક જાહેર કરવાને બદલે સરકારને ન જાણે કયા હેતુથી સમય પસાર કરી નાંખ્યો અને ચોમાસુ સત્રમાં અનુસુચિત જાતિ- જનજાતિ (અત્યાચાર) કાનુનમાં સંશોધન વિધેયક લાવવાનો કેબિનેટમાં નિર્ણય કર્યો છે. રાજનીતિનો અંદેશ એટલા માટે નજરે આવી રહ્યો છે કે સરકાર રાજ્યસભામાં વિધેયક રજૂ કરે અને કોંગ્રેસ સહિતનાં પક્ષોને આ વિધેયકને સમર્થન આપવા મજબુર કરે. સરકાર એવી પણ રાજનીતિ અપનાવી શકે છે કે લોકસભામાં વિધેયક પસાર કરી રાજ્યસભામાં તેને સમર્થન આપવા માટે કોંગ્રેસ અને અન્ય ભાજપા વિરોધી પક્ષો પર દબાણ નાંખે કેમ કે હાલની સ્થિતિમાં રાજ્યસભામાં ભાજપા પાસે બહુમતી નથી. એટલા માટે લોકસભામાં પોતાની બહુમતી હોવાથી ભાજપા અને એનડીએ સંશોધન વિધેયક પસાર કરીને રાજ્યસભામાં પસાર કરાવવાની રાજનીતિ જવાબદારી કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો પર નાખી દે અને જેવી રીતે મહિલા આરક્ષણ વિધેયક રાજ્યસભામાંથી પસાર થઇને લોકસભામાં અટકી ગયું છે એ રીતે દલિતો વાળુ સંશોધન વિધેયક પણ લોકસભામાં પસાર થઈ રાજ્યસભામાં અટવાઈ જાય અને ભાજપા-કોંગ્રેસ આરોપ-પ્રતિ આરોપ લગાવીને બન્ને પક્ષો રાજકીય રોટલા શેકવાનો પ્રયાસ કરશે. આનાંથી આખરે દલિત અને આદિવાસી સમાજ પર થતા અત્યાચારોનો મામલો ઠેર નો ઠેર રહી જશે. શાહબાનો કેસમાં સુપ્રીમ કૉર્ટે મુસ્લિમ મહિલાઓને ગુજરાન ભથ્થુ આપવાનો ઐતિહાસિક ફેંસલો આપ્યો ત્યારે તે સમયમાં રાજીવ ગાંધી સરકારે ફેંસલાને ઉલટ સુલટ કરવા માટે અધ્યાદેશ પછી સંશોધન વિધેયક પસાર કર્યો એ જ રીતે આ સરકાર પણ દલિતોનાં હિતમાં અત્યાચારનાં મામલામાં યથાવત્‌ સ્થિતિ જાળવી રાખવા માટે સંશોધન વિધેયક તુરંત બન્ને ગૃહમાં પસાર કરે અને કોંગ્રેસ સત્તા મેળવવાની આશાએ નુકશાન પહોંચાડે નહિં અને રાજ્યસભામાં તેને સમર્થન આપે. રાજકારણ રમવા માટે બીજા મોકા મળશે પણ આ વિષયમાં રાજનીતિ ન કરે એ સમયની માંગ છે.

Related posts

EVENING TWEET

aapnugujarat

શરીરના આ અંગ પર હશે તલ તો થઈ શકે છે લગ્ન જીવનમાં સંકટ, જાણો વધુ

aapnugujarat

મોદી મેજિક યથાવત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1