Aapnu Gujarat
ગુજરાત

બેન્ક મેનેજરની પત્નીએ પોલીસની હાજરીમાં ફાંસો ખાદ્યો

શહેરના ન્યૂ નિકોલ વિસ્તારમાં આવેલા દેવનંદન એપાર્ટમેન્ટમાં ગઇ કાલે બેન્ક મેનેજરની પત્નીએ પોલીસની સામે જ ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતાં ચકચાર મચી ગઇ છે.
મેનેજરની પત્નીના ચારિત્ર્ય પર પાડોશમાં રહેતાં દંપતીએ આંગળી ઉઠાવતાં તેણે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લેવાની કોશિશ કરી હતી, જ્યાં પોલીસ અને સ્થાનિકો મહિલાને નજીકની હોસ્પિટલમાં લઇ જતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.
ન્યૂ નિકોલ વિસ્તારમાં આવેલા દેવનંદન એપાર્ટમેન્ટમાં રહેતા અને એચડીએફસી બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતા અરવિંદભાઇ પ્રેમશંકરભાઇ સોતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણાની ફરિયાદ કરી છે. અરવિંદભાઇને કમરની બીમારી હોવાથી તે ત્રણ મહિનાની મેડિકલ રજા પર છે અને ઘરે આરામ કરી રહ્યા છે.
ગઇ કાલે અરવિંદભાઇનાં સંતાનો બહાર રમતાં હતાં અને તેમનાં પત્ની ચન્દ્રકાંતાબહેન રાજસ્થાન તેમનાં સાસુ અને નણંદ સાથે વાત કરતાં હતાં ત્યારે એકાએક ઘરની બહારથી ઝઘડાનો અવાજ આવતો હતો. ચન્દ્રકાંતાબહેને ઘરની બહાર જોયું તો પાડોશમાં રહેતા લોકો તેમની સાથે બોલાચાલી કરવા લાગ્યા હતા.
અરવિંદભાઇ ઘરની બહાર ગયા ત્યારે ચન્દ્રકાંતાબહેને તેમને કહ્યું હતું કે પાડોશમાં રહેતા રશ્મીકાંત નાગર અને તેમનાં પત્ની મને બદનામ કરે છે, તેમના ત્રાસથી હું કંટાળી ગઇ છું.

Related posts

म्युनि. पब्लिक हेल्थ लेबोरेटरी का काम अभी धीमी गति से

aapnugujarat

ભારત કે મન કી બાત મોદી કે સાથ અભિયાનનો પ્રારંભ

aapnugujarat

ગાંધીનગર-કોબા રોડ પર અકસ્માત જોતાં જ રૂપાણીએ રોકાવ્યો કાફલો, મદદ માટે આપી કાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1