Aapnu Gujarat
ગુજરાત

ભાદી ગામે જુગારધામ ઝડપાયું

અંકલેશ્વરનાં ભાદી ગામે મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે સ્ટેટ વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં માત્ર અંકલેશ્વરનાં જ નહીં પણ સુરત અને રાજપીપળાથી લક્ઝુરિયસ કાર લઈને જુગારીઓ રમવા આવતા હોવાનું સામે આવ્યું છે. પોલીસે હાલમાં ૧૯ જેટલાં જુગારીયાનોને ઝડપી પાડ્યા છે. તો લક્ઝુરિયસ કાર સહિત રોકડા રૂપિયા મળી ૨૫ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટેટ વિજિલન્સ દ્વારા ગત રાત્રિનાં સમયે ભરૂચ જિલ્લાનાં વિવિધ વિસ્તારોમાં ચાલતા જુગારધામો ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંકલેશ્વરનાં ભાદી ગામે ચાલી રહેલા મસમોટા જુગારધામ ઉપર અચાનક રેડ પડતાં ખેલીઓમાં ભાગદોડ મચી હતી. અફરાતફરીના માહોલ વચ્ચે વિજિલન્સ દ્વારા ૧૯ જેટલા ખેલીઓને ઝડપી પાડ્યા હતા. જે તમામને અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.
આ જુગારધામ ઉપર સુરત અને રાજપીપળા સહિત આસપાસનાં વિસ્તારોમાંથી જુગારીઓ મોટાપાયે જુગાર રમવા માટે આવતા હોવાનું સામે આવ્યું છે. લક્ઝુરિયસ કાર લઈને જુગારીઓ અહીં આવતા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે વિવિધ કાર સહિત બાઈક, એક્ટિવા મળી તમામ વાહનોની કિંમત રૂપિયા ૧૯.૫૦ લાખ જ્યારે રોકડા રૂપિયા ૬.૦૨ લાખ મળી કુલ રૂપિયા ૨૫.૫૨ લાખ રુપિયાનો મુદ્દામાલ કબજે કરી ૧૯ ખેલીઓને ઝડપી પાડ્યા છે.

Related posts

અમદાવાદમાં પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને : પ્રજામાં રોષ

aapnugujarat

રૂપાણી સરકારને ઝટકો : ખાનગી સ્કૂલોએ ફી ઘટાડાનો પ્રસ્તાવ નકાર્યો

editor

ગાંધીનગરના મેયર પ્રવિણ પટેલે રાજીનામું આપી દીધું

aapnugujarat

Leave a Comment

UA-96247877-1