Aapnu Gujarat
બ્લોગ

શ્રીમાન સાંસદો હવે તો જાગો મંત્રી મેનકાજી જગાડી રહ્યા છે…!!?

બિહાર પછી ઉત્તરપ્રદેશના દેવરિયા શેલ્ટર હોમની માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ કર્યાની શરમજનક ઘટનાઓ જે રીતે બહાર આવી રહી છે તે સરકાર,શાસકો અને અનેક અધિકારીઓ પણ સામેલ હોઈ શકે છે. દેવરિયાની બાળકીઓની આશ્રમની માન્યતા ખત્મ થઈ ગઈ હોવા છતાં ગેરકાયદેસર રૂપે કેવી રીતે ચાલી રહ્યું છે એ કહેવાની જરૂર નથી. બિહારના મુખ્યમંત્રીએ જાહેરમાં કહ્યું હતું કે તેમની સરકાર આ ઘટનાને કારણે શરમજનક સ્થિતિમાં મૂકાઈ ગઈ છે. હવે જોવાનું એ છે કે દેવરિયા બાલિકા ગૃહની ઘટના અંગે યૂપીના મુખ્યમંત્રી યોગીજી શર્મનાક થાય છે કે નહિ.
કેન્દ્રિય મંત્રી મેનકા ગાંધીએ આ શર્મનાક ઘટનાની આકરી ટીકા કરવા સાથે સાંસદોને પણ ઝાટકી નાંખ્યા છે. તેમણે કહ્યું કે તેમના મંત્રાલયે દરેક સાંસદોને વારંવાર પત્ર લખીને કહ્યું હતું કે તેઓ તેમના મત વિસ્તારમાં શેલ્ટર હોમ,બાલિકા ગૃહ અથવા જે પણ અનાથાલય વગેરે છે તેની નિયમિત રૂપે મુલાકાત લે,તપાસ કરે અને મંત્રાલયને પત્ર લખે પરંતુ વિતેલા બે વર્ષમાં એક પણ એવા પત્ર નથી મળ્યો. દેવરિયા અને મુઝફ્ફરપુરમાં જે સાંસદોના વિસ્તારમાં આવા શેલ્ટર હોમ વગેરે છે તો તેમણે મંત્રી મેનકા ગાંધીના કહેવાથી તેની ક્યારેય મુલાકાત લીધી ખરી? ક્યારે તે માસૂમ,અનાથ,લાચાર બાળકીઓને પૂછ્યું કે તેમને કોઈ મુશ્કેલી તો નથી ને? મેનકા ગાંધીએ જે દુઃખ જન પ્રતિનિધિઓ માટે વ્યક્ત કર્યું તે સાચું છે કેમ કે તેમની લાપરવાહીથી જ આવી ઘટનાઓ બને છે.
આખરે એક જનપ્રતિનિધિના પ્રાથમિક કામ શું હોય છે? પોતાના મત વિસ્તારનું નાનાના બાળકની જેમ લાલન પાલન કરવું તેની મુશ્કેલીઓ દૂર કરવી તેમણે જાણકારી થતી હોય જ છે કે તેમના મત વિસ્તારમાં શું ચાલી રહ્યું છે અને જો ખબર નથી તો તેમણે જન પ્રતિનિધિ કહેવરાવવાનો કોઈ હક્ક નથી બનતો. એક જવાબદાર મહિલા મંત્રી વારંવાર બધા સાંસદોને યાદ કરાવે છે,પત્ર લખી રહી છે કે જ્યાં અનાથ બાળકીઓ રહે છે તે શેલ્ટર હોમની મુલાકાત કરે પણ બે વર્ષણાં કોઈ પણ માઈનાલાલે મંત્રાલયને એક પણ પત્ર નથી લખ્યો લખે તો પણ કેવી રીતે? મુલાકાત લીધી હોય તો ને? આવા જનપ્રતિનિધિ અંગે શું કહેવું? આ બાળકીઓને ન્યાય મળે ેટલું તો ઓછામાં ઓછુ જનપ્રતિનિધિ કરી શકે કે નહિ?
જેને સમાજે ઠુકરાવી દીધા,જેમના મા-બાપ ફક્ત સરકાર અને સત્તાતંત્ર જ છે એવી ગરીબ-અનાથ બાળકીઓનું યૌન શોષણ કરવું,ના પાડવા પર તેને માર મારવો તેનાથી મોટો બીજો કોઈ અપરાધ ના હોઈ શકે. સરકાર શરમમાં છે એટલું કહેવાથી સરકારની જવાબદારી ઓછી થતી નથી યુપી અને બિહારની સરકારે આ દુષ્કર્મકાંડમાં જે પણ દોષિત હોય તેને આકરામાં આકરી સજા થાય તેવું કામ કરશે તો જ તેમની સરકારને લાગેલ કાલિમા સાફ થશે.(જી.એન.એસ.)

Related posts

આત્મહત્યા – બાળકોમાં વધતું પ્રમાણ

aapnugujarat

૧૫ વર્ષીય વ્રજ બાળકોને મફત સ્લીપરનું વિતરણ કરી રહ્યો છે

aapnugujarat

MORNING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1